Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન


મહામહિમ, પ્રધાનમંત્રી શિનાવાત્રા,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

સવાદી ક્રેપ!

હું પ્રધાનમંત્રી શિનાવાત્રાનો મને ઉષ્માસભર આવકાર અને આતિથ્યસત્કાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.

હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.

મિત્રો,

ભારત અને થાઇલેન્ડની વચ્ચેનાં સદીઓ જૂનાં સંબંધોનાં મૂળ આપણાં ઊંડાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં રહેલાં છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને એક સાથે લાવ્યા છે.

આયુથયથી નાલંદા સુધી વિદ્વાનોની આપલે થઈ છે. રામાયણની વાર્તા થાઇ લોક વિદ્યામાં ઊંડા મૂળમાં છે. અને સંસ્કૃત અને પાલીનો પ્રભાવ આજે પણ આપણી ભાષાઓ અને પરંપરાઓમાં ગુંજી રહ્યો છે.

હું થાઇલેન્ડની સરકારનો આભારી છું કે તેમણે મારી મુલાકાતના ભાગરૂપે 18મી સદીના રામાયણભીંતચિત્રો પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી.

વડાપ્રધાન શિનાવાત્રાએ હમણાં જ મને ત્રિપિટક ભેટમાં આપી હતી. બુદ્ધની ભૂમિ, ભારત વતી હું તેને હાથ જોડીને સ્વીકારું છું. ગયા વર્ષે ભારતમાંથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો થાઇલેન્ડ મોકલવામાં આવ્યા હતા. 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી તે ખૂબ જ આનંદની વાત છે. મને એ જાહેર કરતા અત્યંત આનંદ થાય છે કે, 1960માં ગુજરાતના અરવલીમાં જે પવિત્ર અવશેષો મળી આવ્યા હતા, તેને પણ વિવરણ માટે થાઇલેન્ડ મોકલવામાં આવશે.

આ વર્ષે અમારો જૂનો સંબંધ ભારતના મહાકુંભમાં પણ દેખાઈ રહ્યો હતો. થાઇલેન્ડ સહિત વિદેશના 600થી વધુ બૌદ્ધ શ્રદ્ધાળુઓ આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડાનો ભાગ બન્યા હતા. આ ઘટનાએ વૈશ્વિક શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો હતો.

મિત્રો,

થાઇલેન્ડ ભારતની એક્ટ ઇસ્ટનીતિ અને ઇન્ડોપેસિફિક વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આજે, અમે અમારા સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, અમે અમારી સુરક્ષા એજન્સીઓ વચ્ચે વ્યૂહાત્મક સંવાદસ્થાપિત કરવા પર પણ ચર્ચા કરી હતી.

અમે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ભારતીયોને પરત લાવવામાં સાથ સહકાર આપવા બદલ થાઇલેન્ડ સરકારનો આભાર માન્યો હતો. અમે સંમત થયા છીએ કે અમારી એજન્સીઓ માનવ તસ્કરી અને ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો કરવા માટે નજીકથી સહયોગ કરશે.

અમે થાઇલેન્ડ અને ભારતનાં ઉત્તરપૂર્વનાં રાજ્યો વચ્ચે પ્રવાસન, સંસ્કૃતિ અને શિક્ષણનાં ક્ષેત્રોમાં સહકાર પર ભાર મૂક્યો છે.

અમે વધતા જતા પારસ્પરિક વેપાર, રોકાણ અને વ્યવસાયિક આદાનપ્રદાન પર ચર્ચા કરી. એમએસએમઇ, હેન્ડલૂમ અને હસ્તકળાનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે પણ સમજૂતી કરવામાં આવી છે.

અમે નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી, વાહનો, રોબોટિક્સ, સ્પેસ, બાયોટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહકારને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ભૌતિક જોડાણ વધારવા ઉપરાંત, બંને દેશો ફિનટેક કનેક્ટિવિટીને વેગ આપવા માટે પણ કામ કરશે.

લોકોથી લોકોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતે થાઈલેન્ડના પર્યટકોને મફત ઈવિઝાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે.

મિત્રો,

 આસિયાન ભારતનું વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં પડોશી દરિયાઈ દેશો તરીકે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં આપણા સહિયારા હિતો છે.

ભારત આસિયાનની એકતા અને આસિયાનની મધ્યસ્થતાનું દ્રઢપણે સમર્થન કરે છે. ઇન્ડોપેસિફિક પ્રદેશમાં, બંને દેશો મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમઆધારિત વ્યવસ્થાની હિમાયત કરે છે.

અમે વિકાસમાં માનીએ છીએ, વિસ્તરણવાદમાં નહીં. અમે ઇન્ડોપેસિફિક ઓશન્સપહેલના મેરિટાઇમ ઇકોલોજીઆધારસ્તંભનું સહનેતૃત્વ કરવાના થાઇલેન્ડના નિર્ણયને આવકારીએ છીએ.

મિત્રો,

 હું આવતી કાલે બિમ્સ્ટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આતુર છું. થાઇલેન્ડની અધ્યક્ષતામાં, આ ફોરમે પ્રાદેશિક સહકાર તરફ નવી ગતિ પ્રાપ્ત કરી છે. અમે આ સિદ્ધિ બદલ વડા પ્રધાન અને તેમની ટીમને અભિનંદન આપીએ છીએ.

મહામહિમ,

ફરી એક વાર, હું આ ઉષ્માસભર આવકાર અને સન્માન માટે તમારો આભાર માનું છું. ત્રિપિટકની આ ભેટ બદલ હું પણ આભાર વ્યક્ત કરું છું.

ખોપ ખુન ખાપ!

AP/IJ/GP/JD