Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ત્રીજી ભારત-આફ્રિકા ફોરમ સમિટના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય


મહામાન્ય, મહાનુભાવો,

મારી સાથે સહ-અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુગાબે,

આ સાચા અર્થમાં ઐતિહાસિક દિન છે.

આપણને સમગ્ર આફ્રિકાની વાત સાંભળવાનો મોકો મળ્યો.

આપણી અગાઉની બે ફોરમ સમિટ બાંજુલ ફોર્મ્યુલાને આધારે કેટલાક દેશો સુધી સીમિત હતા. આજે અમને ગર્વ છે કે તમામ 54 દેશો આમાં ભાગ લઈ રહ્યા છે.

સમિટને તમારો પ્રતિભાવ ભારત અને આફ્રિકાના મિલાપનું આ જ સાચું સ્વરૂપ હોવાનો સ્પષ્ટ પુરાવો છે.

તમારા વિચારો વ્યક્ત કરવા બદલ હું આપ સહુનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આપણા મિત્રોના વિવેકથી વધુ આપણને કોઈ શિખવી શકે નહીં.

ભારતમાં અમે સહુ તમારા દેશ અને આફ્રિકા પ્રત્યે આપની મહત્વાકાંક્ષાઓ, વિશ્વ અંગે આપના વિચારો, ભારત માટે આપની ભાવનાઓ, અમારી સાથે ભાગીદારી માટે આપની અપેક્ષાઓથી પ્રેરિત છીએ.

તમારી મૈત્રી અને ભરોસો અમારા માટે ખૂબ ગૌરવ અને શક્તિના સ્ત્રોત છે.

તમારી વાત સાંભળીને મારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે કે ભારત અને આફ્રિકા વચ્ચે ભાગીદારી સ્વાભાવિક છે, કારણ કે ભાગ્ય એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંબંધિત છે અને આપણી આકાંક્ષાઓ અને પડકારો પણ સમાન છે.

સંકલિત વૃદ્ધિ, સશક્ત નાગરિકો અને સાતત્યપૂર્ણ વિકાસ આધારિત સમૃદ્ધ આફ્રિકા, સાયુજ્ય અને સાંસ્કૃતિક જીવંતતા ધરાવતા આફ્રિકા, શાંત અને સલામત આફ્રિકા, જે વિશ્વમાં પોતાની યોગ્યતા મુજબનું સ્થાન ધરાવતું હોય અને વિશ્વમાં મજબૂત હિસ્સેદારી ધરાવતું હોય, તેવા આફ્રિકાના તમારા સ્વપ્નને સાકાર કરવા આપણે સાથે મળીને કામ કરીશું.

આપણે આપણી ભાગીદારીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકીએ તે વિશે મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું.

અમારાં ધિરાણોનાં પ્રવાહને નવું સ્વરૂપ આપવા માટે તમારા પ્રતિભાવો અને સૂચનો અમને ઘણાં મદદરૂપ બનશે. અમે તમારી વિશિષ્ટ પરિસ્થિતિઓને ધ્યાન પર રાખીશું અને ધિરાણોનો ઉપયોગ અત્યંત ઝડપી અને પારદર્શી બને તેની અમે ખાતરી કરીશું. હંમેશની માફક, અમે તમારી પ્રાથમિકતાઓ દ્વારા માર્ગદર્શન મેળવીશું.

આફ્રિકામાં સંસ્થાઓની સ્થાપનાની પ્રક્રિયા દરમિયાન અમે જે શીખ્યા તે અમને આ પ્રોજેક્ટો વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં મદદગાર નીવડશે.

શિષ્યવૃત્તિ આપવા અંગેના અમારા કાર્યક્રમને સાંપડેલા પ્રતિસાદથી અમે ઘણા પ્રોત્સાહિત થયા છીએ. અમે તેમાં હજુ વધુ સુધારા કરીશું અને ભારતમાં રહેવા, શિક્ષણ મેળવવા અને તાલીમ મેળવવા વધુ અનુકૂળ માહોલ સર્જીશું.

ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી સાથે જોડાયેલા મહત્વ અંગે આપની વાત સાંભળી. ભારતની માફક અમે આફ્રિકામાં પણ જીવન દુષ્કર હોય તેવાં અંતરિયાળ વિસ્તારોમાં પરિવર્તન લાવવા ટેકનોલોજી પર વધુ ધ્યાન આપીશું.

ભારત અને આફ્રિકા વચ્ચે વેપાર અને રોકાણોનો પ્રવાહ વધે તે અમારી ઉચ્ચ પ્રાથમિકતા રહેશે. અમે અમારા વેપાર વધુ સંતુલિત કરીશું. અમે ભારતીય બજારમાં આફ્રિકાની પહોંચ વધારવા મદદ કરીશું. 34 દેશોને અપાયેલા વેરામુક્ત પ્રવેશનો સંપૂર્ણ અને અસરકારક અમલ થાય તેની અમે ખાતરી કરીશું.

આફ્રિકાના ઘણા દેશો સાથે અમે સંરક્ષણ અને સલામતિ બાબતે ઉત્કૃષ્ટ સહયોગ ધરાવીએ છીએ. અમે આ જોડાણો દ્વિપક્ષીય તેમજ બહુસ્તરીય તેમજ પ્રાદેશિક વ્યવસ્થાતંત્ર મારફતે કર્યાં છે. નજીકના સંરક્ષણ અને સલામતિ અંગે અને ખાસ કરીને ક્ષમતા વિકાસ માટેનો સહયોગ ભારત-આફ્રિકાની ભાગીદારીમાં ચાવીરૂપ સ્તંભ રહેશે.

અમે આતંકવાદ સામે લડવા અમારો સહયોગ વધુ મજબૂત કરીશું અને આતંકવાદના વિરોધનો મુદ્દો સાર્વજનિક હિત તરીકે ઉઠાવવા વિશ્વને એકસૂત્રે બાંધીશું.

મહાનુભાવો, વિચાર અને કાર્ય તેમજ ઈરાદા અને અમલ વચ્ચે આવતા અવરોધો અંગે અમે સજાગ છીએ.

એટલે, પ્રોજેક્ટોની શરૂઆત જેટલું જ મહત્ત્વ પ્રોજેક્ટોના અમલીકરણનું રહેશે. અમે અમારી નિયંત્રણ વ્યવસ્થા વધુ મજબૂત કરીશું. તેમાં આફ્રિકાના દેશો સાથે સંયુક્ત નિયંત્રણ વ્યવસ્થાને સામેલ કરીશું.

મહાનુભાવો, આપણી સૌહાર્દતા અને ઐક્ય, વધુ સંકલિત, નિષ્પક્ષ અને લોકતાંત્રિક વૈશ્વિક પ્રણાલિના હિત માટે મહત્વનું પરિચાલક બની રહેશે. આ અંગે ભવિષ્યનો માર્ગ કંડારવાના નિર્ણાયક તબક્કામાં આપણે પહોંચી ગયા છીએ.

યુનાઈટેડ નેશન્સમાં સુધારા લાવવા, વિશ્વ વ્યાપારમાં આપણા સંયુક્ત ધ્યેયોને હાંસલ કરવા, વર્ષ 2030 માટેના ડેવલપમેન્ટ એજન્ડા માટે વૈશ્વિક ભાગીદારી સ્થાપવા અને પેરિસમાં યોજાનારી આબોહવા પરિવર્તનની બેઠક માટે આપણી અપેક્ષાઓને સાકાર કરવા માટે આપણો સહયોગ અને જોડાણો વધુ મજબૂત કરવાં જોઈએ.

આપણા દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ મુજબ રચાયેલું વિશ્વ આપણને પ્રત્યેકને સફળ થવાની ઉત્કૃષ્ટ તકો આપશે.

આજે, આ સમિટની ઘોષણાઓ અને વ્યૂહાત્મક સહયોગના માળખાને સ્વીકાર્યું છે.

પરંતુ આંકડા અને દસ્તાવેજો કરતાં પણ વધુ મહત્વનું પરિણામ આપણી મિત્રતાને નવી તાજગી, આપણી ભાગીદારીને વધુ મજબૂતાઈ અને ઘનિષ્ઠ ઐક્યની અનુભૂતિનું છે.

મહાનુભાવો, આપણી સમિટનો વ્યાપ જોતાં અને આપણી ભાગીદારીના મહત્વાકાંક્ષી ધ્યેયોને ધ્યાન પર લેતાં, આપણે એ બાબતે સહમત થયા છીએ કે દર પાંચ વર્ષે સમિટ યોજાવી જોઈએ.

જોકે, આફ્રિકા અમારા કેન્દ્રબિંદુ સ્થાને રહેશે. આફ્રિકા સાથેનાં અમારાં સંબંધ ઘનિષ્ઠ અને નિયમિત રહેશે. દ્વિપક્ષીય મુલાકાતો માટે તમને સહુ અહીં આવો એ અંગે હું આશાસ્પદ છું. અને, આગામી વર્ષોમાં આફ્રિકાનાં તમામ દેશોની મુલાકાત લેવાની મને પ્રતીક્ષા છે.

છેલ્લે, આફ્રિકાથી અહીં પધારવા બદલ તમામ મહાનુભાવો અને અન્ય માનવંતા મુલાકાતીઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હું આશા રાખું છું કે તમે તમારા રોકાણનો આનંદ માણ્યો હશે. દિલ્હીમાં ખુશનુમા મોસમ લાવવા બદલ તમારો આભાર. પેરિસમાં સીઓપી-21માં તમને મળવાની તેમજ સૌર ભાગીદારી માટે અમારી સાથે તમે જોડાવ તેવી આશા રાખું છું.

આ સમિટને અસાધારણ સફળ બનાવવા બદલ હું મારા મંત્રીમંડળના સહયોગીઓનો, અધિકારીઓનો અને દિલ્હી શહેરનો આભાર માનું છું.

આ દિવસ ઢળવાની સાથે, આપણી ભાગીદારીને પરસ્પર નવી ઉર્જા અને ઉદ્દેશ મળ્યા છે અને દુનિયાને તેના ભવિષ્ય માટે નવો વિશ્વાસ સ્થપાયો છે.

તમારો આભાર. તમારો ખૂબ ખૂબ આભાર.

AP/GP