પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન મંત્રીમંડળની બેઠકમાં 21માં વિધિ આયોગની રચનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર, 2015થી 31 ઓગસ્ટ, 2018 સુધી, એટલે કે ત્રણ વર્ષનો રહેશે.
21માં વિધિય આયોગમાં નીચે પ્રમાણેના પદાધિકારી હશે-
i. પૂર્ણકાલિક અધ્યક્ષ
ii. ચાર પૂર્ણકાલિક સભ્યો (1 સભ્ય-સચિવ સહિત)
iii. વૈધાનિક કાર્ય વિભાગના સચિવ પદે સભ્યના રૂપમાં
iv. અંશકાલિક સભ્ય, જેમની સંખ્યા 5થી વધારે નહીં હોય
વિધિ આયોગમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉલ્લેખવામાં આવેલા અથવા સ્વમેવ આધાર પર વિધિ સંબંધિત અનુસંધાન કરશે અને ભારતમાં વર્તમાન કાયદાની સમીક્ષા કરશે જેથી તેમાં સુધારો કરવામાં આવી શકે તથા નવા કાયદા લાગૂ કરી શકાય. આ ઉપરાંત પ્રક્રિયાઓમાં લાગતા સમયને દૂર કરવા, કેસને જલદીથી પૂરો કરવા તથા કેસના ખર્ચમાં કમી વગેરે સંબંધિત ન્યાય પ્રણાલીમાં સુધારો કરવા માટે અધ્યયન અને અનુસંધાન કરશે.
વિધિ આયોગના અન્ય કામોમાં નીચે પ્રમાણેના મુદ્દા સામેલ છે :
1. જે કાયદા પ્રાસંગિક નથી તેમની ઓળખ કરવી અને બેકાર તથા અનઆવશ્યક કાયદાને રદ કરવાની ભલામણ કરવી.
2. નીતિ નિર્દેશના તત્વોના અમલ માટે આવશ્યક નવા કાયદા લાગૂ કરવાના સંબંધમાં સુઝાવ આપવા અને સંવિધાનની પ્રસ્તાવનામાં વ્યક્ત ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા.
3. કાયદા અને ન્યાયના વહિવટ સંબંધિત વિષયો પર સરકારને પોતાના દ્રષ્ટિકોણથી અવગત કરાવવી, જેમને વિધિ અને ન્યાય મંત્રાલયના વિધિ કાર્ય વિભાગ દ્વારા સરકાર દ્વારા ઉલ્લેખવામાં આવ્યા હોય.
4. કેન્દ્ર સરકારે પોતાના દ્વારા વિચાર કરવામાં આવેલા તમામ મુદ્દા, વિષયો, અધ્યયનો અને અનુસંધાન પર કેન્દ્ર સરકારને સમયાંતરે રીપોર્ટ પ્રસ્તુત કરવો અને એ રીપોર્ટ પર કાર્યવાહી કરવા માટે કેન્દ્ર અને રાજ્યને સુઝાવ આપવો.
5. આ ઉપરાંત સમયાંતરે કેન્દ્ર સરકાર દ્વારા આવામાં આવેલા અન્ય કાર્યોને પૂરા કરવા. સુઝાવ પૂર્ણ કર્યા પહેલા વિધિ આયોગ નોડલ મંત્રાલય/ વિભાગોની સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત આ ઉદ્દેશ્ય માટે આવશ્યક હશે તો આયોગ હિતધારકો પાસેથી પણ સલાહ લેશે.
UM/J.Khunt/GP