વનક્કમ!
તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારી લાલ પુરોહિતજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી પલનીસ્વામીજી, તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી શ્રી પનીરસેલ્વમજી, કેબિનેટમાં મારા સાથી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!
વનક્કમ!
આજે અહિયાં આવીને હું અહોભાવ અનુભવી રહ્યો છું. આજે આપણે સૌ અહીં મહત્વપૂર્ણ તેલ અને ગેસના પ્રોજેક્ટ્સના પ્રારંભની ઉજવણી કરવા એકત્રિત થયા છીએ. આ માત્ર તમિલનાડુ માટે જ જરૂરી નથી પરંતુ સમગ્ર દેશ માટે પણ છે.
મિત્રો,
મારા વક્તવ્યની શરૂઆત હું બે તથ્યો આપની સાથે વહેંચીને કરીશ કે જે તમને વિચાર કરવા માટે પ્રેરિત કરશે. વર્ષ 2019-20માં, ભારતે પોતાની માંગને પહોંચી વળવા માટે 85 ટકા તેલ અને 53 ગેસની આયાત કરી હતી. શું આપણાં જેવા વૈવિધ્યપૂર્ણ અને પ્રતિભાશાળી દેશે ઊર્જાની આયાત માટે અન્યો ઉપર આટલુ નિર્ભર રહેવું જોઈએ ખરું? હું કોઇની ટીકા નથી કરવા માંગતો પરંતુ હું કહેવા માંગુ છું; કે જો આપણે ઘણા પહેલેથી જ આ વિષયો ઉપર ધ્યાન આપ્યું હોત તો આજે આપણાં મધ્યમ વર્ગની ઉપર આટલો બોજ ના પડત.
હવે, ઊર્જાના સ્વચ્છ અને હરિત સ્ત્રોતોની આ દિશામાં કામ કરવું એ આપણાં સૌની સંયુક્ત જવાબદારી છે. ઊર્જા ઉપરની આપણી નિર્ભરતા ઓછી કરીએ. અમારી સરકાર મધ્યમ વર્ગની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. આ જ કારણ છે કે ભારત હવે ખેડૂતો અને ગ્રાહકોને મદદ કરવા માટે ઇથેનોલ ઉપર વધુ ધ્યાન આપી રહ્યું છે. આ ક્ષેત્રનું નેતૃત્વ કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ વધારી રહ્યું છે. લોકોના જીવનને ઉત્પાદક અને સરળ બનાવવા માટે જાહેર વાહનવ્યવહારને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે. મધ્યમ વર્ગના પરિવારોને મોટી બચત કરવા સક્ષમ બનાવવા માટે એલઇડી જેવા વૈકલ્પિક સ્ત્રોતોને આવકારી રહ્યું છે.
ભારત હવે લાખો લોકોને મદદ કરવા માટે સ્ક્રેપેજ પોલિસી સાથે બહાર આવ્યું છે. પહેલાંની સરખામણીમાં હવે વધારે ભારતીય શહેરોમાં મેટ્રો કવરેજ આવી રહ્યું છે. સોલાર પંપ વધારે વિખ્યાત બની રહ્યા છે. તે ખેડૂતોને મોટા પ્રમાણમાં મદદ કરી રહ્યા છે. લોકોના સહકાર વિના આ શક્ય ના બની શક્યું હોત. વધતી ઊર્જાની માંગને પહોંચી વળવા માટે ભારત કામ કરી રહ્યું છે. ભારત એ ઊર્જાની આયાત ઉપરની આપણી પોતાની નિર્ભરતાને પણ ઘટાડી રહ્યું છે. આ સાથે જ આપણે આપણાં આયાતના સંસાધનોને વૈવિધ્યપૂર્ણ પણ બનાવી રહ્યા છે.
મિત્રો,
આ બધુ આપણે કઈ રીતે કરી રહ્યા છીએ? ક્ષમતા નિર્માણ દ્વારા. વર્ષ 2019-20 માં, ક્ષમતાને સુધારવામાં આપણે વિશ્વમાં ચોથા નંબર પર હતા. આશરે 65.2 મિલિયન ટનની પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરવામાં આવી છે. આ આંકડો હજી વધારે ઊંચો જવાની અપેક્ષા છે. આપણી કંપનીઓએ દરિયાપારના દેશોમાં ગુણવત્તાયુક્ત ખનીજ તેલ અને ગેસ સંપત્તિઓને હસ્તગત કરવા માટેનું જોખમ ખેડયું છે. આજે, ભારતીય તેલ અને ગેસ કંપનીઓ 27 દેશોમાં અંદાજે બે લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાની કિંમતના રોકાણ સાથે ઉપસ્થિત છે.
મિત્રો,
આપણે ‘વન નેશન વન ગેસ ગ્રીડ’ની સિદ્ધિ હાંસલ કરવા માટે એક ગેસ પાઇપલાઇન નેટવર્ક વિકસિત કરી રહ્યા છીએ. અમે આગામી પાંચ વર્ષમાં ખનીજ તેલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરવા માટે સાડા સાત લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. 407 જિલ્લાઓને આવરી લઈને શહેરી ગેસ વિતરણ નેટવર્કના વિસ્તરણ ઉપર વધુ મજબૂતાઈથી ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મિત્રો,
અમારી ગ્રાહક કેન્દ્રી યોજનાઓ જેવી કે પહેલ (PAHAL) અને પીએમ ઉજ્જવલા યોજના પ્રત્યેક ભારતીય પરિવારને ગેસની પહોંચ પ્રાપ્ત કરવા માટે મદદ કરી રહી છે. તમિલનાડુના 95% એલપીજી ગ્રાહકો પહલ (PAHAL) યોજનામાં જોડાઈ ચૂક્યા છે. 90% થી વધુ સક્રિય ગ્રાહકો ડાયરેક્ટ સબસિડી ટ્રાન્સફર મેળવી રહ્યા છે. ઉજ્જવલા યોજના અંતર્ગત તમિલનાડુમાં 32 લાખથી વધુ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને નવા જોડાણો આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 31.6 લાખ પરિવારોને મફત રિફિલનો લાભ પ્રાપ્ત થયો છે.
મિત્રો,
આજે લોકાર્પણ કરવામાં આવી રહેલ રામનાથપુરમથી તુતીકોરિન સુધીની ઇંડિયન ઓઇલની 143 કિલોમીટર લાંબી કુદરતી ગેસની પાઇપલાઇન ઓએનજીસી ગેસ ફિલ્ડમાંથી ગેસ મોનેટાઈઝ કરશે. આ 4500 કરોડ રૂપિયાના ખર્ચે વધુ વિશાળ કુદરતી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ કે જેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેનો એક ભાગ છે.
તેના વડે એન્નોર, થીરુવેલ્લુર, બેંગલુરુ, પુડ્ડુચેરી, નાગપટ્ટીનમ, મદુરાઇ, તુતીકોરિનને લાભ થશે. આ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ્સ સિટી ગેસ પ્રોજેક્ટ્સના વિકાસમાં પણ સહાયક બનશે કે જે તમિલનાડુના 10 જિલ્લાઓમાં 5000 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ પામી રહ્યા છે.
આ પ્રોજેક્ટ્સ વડે પરિવારોને સ્વચ્છ રસોઈ માટેનું બળતણ, પીએનજી, વાહનો તથા સ્થાનિક ઉદ્યોગોને વૈકલ્પિક વાહનવ્યવહાર માટેનું બળતણ જેવુ કે સીએનજી ઉપલબ્ધ થઈ રહેશે.
ઓએનજીસી ફિલ્ડમાંથી ગેસ એ હવે દક્ષિણ પેટ્રો કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ તુતીકોરિન સુધી પહોંચાડવામાં આવશે. આ પાઇપલાઇન ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરવા માટે એસપીઆઇસીને સસ્તા દરે ફીડસ્ટોક તરીકે કુદરતી ગેસ પૂરો પાડશે.
કોઈપણ પ્રકારના સંગ્રહની જરૂરિયાત વિના હવેથી ફીડસ્ટોક એ સતત ઉપલબ્ધ રહી શકશે. તેનાથી વાર્ષિક ઉત્પાદનની કિંમતમાં 70 થી 95 કરોડ રૂપીયાની બચત થવાની અપેક્ષા છે. તેના વડે ફર્ટિલાઇઝરના ઉત્પાદનની અંતિમ કિંમતમાં પણ ઘટાડો થશે. અમે આપણાં ઊર્જા બાસ્કેટમાં ગેસનો હિસ્સો વર્તમાન 6.3 ટકાથી વધારીને 15 ટકા કરવા માટે ઉત્સાહી છીએ.
મિત્રો,
વિકાસ કાર્યો પોતાની સાથે અન્ય અનેક લાભો લઈને આવે છે. નાગપટ્ટીનમ ખાતે આવેલ સીપીસીએલની નવી રિફાઇનરી અંદાજે 80% સ્વદેશી સ્ત્રોતના કાચા માલ અને સેવાઓનો ઉપયોગ કરવાનું અનુમાન સેવે છે. આ રિફાઇનરી આ ક્ષેત્રમા રહેલ વાહનવ્યવહારની સુવિધાઓ, ડાઉનસ્ટ્રીમ પેટ્રો કેમિકલ્સ ઉદ્યોગો, સંલગ્ન અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાની છે. આ નવી રિફાઇનરી મૂલ્ય ઉમેરણ ઉત્પાદન તરીકે બીએસ-6 શરતોનું પાલન કરીને એમએસ અને ડીઝલ તેમજ પોલીપ્રોપીલીનનું ઉત્પાદન કરશે.
મિત્રો,
વર્તમાન સમયમાં ભારત પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાં પોતાની હિસ્સેદારી વધારી રહી છે. વર્ષ 2030 સુધીમાં, તમામ ઊર્જા ગ્રીન એનર્જી સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થવાનું શરૂ થઈ જશે. આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ મનાલીમાં સીપીસીએલની પોતાની રિફાઇનરી ખાતે નવા ગેસોલીન ડીસલ્ફરાઇઝેશન યુનિટ એ વધુ હરિત ભવિષ્ય માટેનો બીજો એક પ્રયાસ છે. આ રિફાઇનરી હવે ઓછા સલ્ફરયુક્ત પર્યાવરણને અનુકૂળ બીએસ 6 શરતો ધરાવતું બળતણનું ઉત્પાદન કરશે.
મિત્રો!
વર્ષ 2014થી જ અમે સમગ્ર ખનીજ તેલ અને ગેસ ક્ષેત્રની અંદર અનેક સુધારાઓ લાવ્યા છીએ જેમાં સંશોધન અને ઉત્પાદન, કુદરતી ગેસ, માર્કેટિંગ અને વિતરણને આવરી લેવામાં આવ્યા છે. અમે રોકાણકારો માટે અનુકૂળ પગલાઓના માધ્યમથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરવા ઉપર કામ કરી રહ્યા છીએ. અમે સમગ્ર જુદા જુદા રાજ્યોમાં કુદરતી ગેસ ઉપર જુદા જુદા કરની વ્યાપક અસરને દૂર કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. કરની એક સમાનતા એ કુદરતી ગેસની કિંમતમાં ઘટાડો કરવામાં અને તમામ ઉદ્યોગોમાં તેના ઉપયોગને વધારવામાં મદદ કરશે. અમે કુદરતી ગેસને જીએસટી ક્ષેત્ર અંતર્ગત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
હું વિશ્વને કહેવા માંગુ છું કે, આવો અને ભારતની ઊર્જામાં રોકાણ કરો!
મિત્રો,
છેલ્લા છ વર્ષમાં, 50,000 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ખનીજ તેલ અને ગેસ પ્રોજેક્ટ્સને તમિલનાડુમાં અમલીકૃત કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. આ જ સમયગાળા દરમિયાન 9100 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રોજેક્ટ્સ કે જે વર્ષ 2014 પહેલા મંજૂરી મેળવેલ હતા તેમને પૂરા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 4300 કરોડ રૂપિયાની કિંમતના પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં પડ્યા છે. તમિલનાડુમાં તમામ પ્રોજેક્ટ્સ અમારી સાતત્યપૂર્ણ નીતિઓ અને ભારતના સંતુલિત વિકાસ માટેની પહેલોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
તમિલનાડુમાં વિકાસશીલ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની દિશામાં ડગ ભરવા બદલ હું તમામ શેરધારકોને અભિનંદન આપું છું. મને તે બાબતમાં કોઈ શંકા નથી કે આપણે સૌ આપણાં પ્રયાસોમાં સફળ થતાં રહીશું.
તમારો આભાર!
વનક્કમ!
SD/GP/JD
Inaugurating important projects relating to Aatmanirbharta in the energy sector. https://t.co/wEW11egO7j
— Narendra Modi (@narendramodi) February 17, 2021