Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ટેલીકોમ કમિશનના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂકને કેન્દ્રિય મંત્રીમંડળની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ટેલીકોમ કમિશનના પાર્ટ ટાઈમ મેમ્બર તરીકે નીતિ (નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફર્મિંગ ઈન્ડિયા) આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂંકને મંજૂરી આપી છે. આ સ્થાને અગાઉ યોજના આયોગના સચિવની નિમણૂક કરવામાં આવતી હતી, જે પદ હવે અસ્તિત્વમાં નથી.

ટેલીકોમ કમિશનની બેઠકોમાં નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની હાજરી કમિશનની ચર્ચા-વિચારણામાં મૂલ્યવૃદ્ધિ કરશે, કારણ કે નીતિ આયોગ સરકારના થિન્ક ટેન્ક તરીકે ફરજ બનાવે છે.

પરિપ્રેક્ષ્યઃ

ભારત સરકારે 11મી એપ્રિલ, 1989ના રોજ વહીવટી અને નાણાંકીય સત્તા ભારત સરકારની રહે તે રીતે ટેલીકોમ્યુનિકેશન્સના તમામ પાસાંઓનાં ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ટેલીકોમ કમિશનની રચના કરી હતી.

યોજના આયોગને રદ કર્યું તે અગાઉ ટેલીકોમ કમિશનના ચેરમેન (ભારત સરકારના ટેલીકોમ વિભાગના સચિવ), ચાર પૂર્ણ સમયના સભ્યો (મેમ્બર – ફાયનાન્સ, મેમ્બર – પ્રોડક્શન, મેમ્બર – સર્વિસીઝ અને મેમ્બર – ટેકોનોલોજી) અને ચાર ખંડ સમયના (પાર્ટ ટાઈમ) સભ્યો (ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના સચિવ, આર્થિક બાબતોના વિભાગના સચિવ, યોજના આયોગના સચિવ અને ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગના સચિવ).

યોજના આયોગને રદ કર્યા બાદ અને તેના સ્થાને નીતિ આયોગ કાર્યરત બન્યા પછી ટેલીકોમ કમિશનમાં ખંડ સમયના માત્ર ત્રણ સભ્યો રહ્યા હતા.

ટેલીકોમ કમિશનની ચર્ચા-વિચારણાઓમાં મૂલ્યવૃદ્ધિ માટે નીતિ આયોગના સીઈઓને ખંડ સમયના સભ્ય તરીકે ઉમેરવાની જરૂર જણાઈ રહી હતી, કારણ કે નીતિ આયોગ, સરકારની થિન્ક ટેન્ક તરીકે સેવા બજાવવા બંધાયેલું છે.

UM/J.Khunt