Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળ અંગે 77મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય અંશો

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળ અંગે 77મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય અંશો


દેશના 77મા સ્વાતંત્ર્ય દિવસના મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે દેશે ટેકનોલોજીકલ લેન્ડસ્કેપમાં હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિઓને પ્રકાશિત કરી અને ડિજિટલી સશક્ત ભારતના મહત્વ પર ભાર મૂક્યો હતો.

1.  પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તનને પ્રકાશિત કર્યું. તેમણે દેશના છેવાડાના ખૂણે ઈન્ટરનેટ કનેક્ટિવિટી લાવવામાં ઝડપી પગલાઓ પર ભાર મૂક્યો હતો અને દરેક ગામડા સુધી ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે, જે ડિજિટલ ક્રાંતિના લાભ દરેક નાગરિક સુધી પહોંચે  તે બાબત સુનિશ્ચિત કરે છે.

  1. પ્રધાનમંત્રીએ એ દિવસોનો ઉલ્લેખ કર્યો જ્યારે 2014 અગાઉ ઈન્ટરનેટ ડેટા ટેરિફ રેટ પ્રતિબંધિત રૂપે મોંઘા હતા અને તેને વર્તમાન સાથે સરખાવ્યા. જ્યાં ભારત વિશ્વનું સૌથી સસ્તું ઈન્ટરનેટ ડેટા દર ધરાવે છે. તેમણે નોંધ્યું હતું કે ખર્ચમાં આ ઘટાડો સમગ્ર દેશમાં દરેક પરિવાર માટે નોંધપાત્ર બચતમાં પરિણમ્યો છે.
  2. શ્રી નરેન્દ્ર મોદીએ 5G રોલ આઉટ તરફ રાષ્ટ્રની ઝડપી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો અને ઉલ્લેખ કર્યો કે 5G રોલ આઉટ સૌથી ઝડપી છે અને તેણે 700 થી વધુ જિલ્લાઓને આવરી લીધા છે.
  3. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ 6G ટેક્નોલોજી તરફ આગળ વધવાના મહત્વાકાંક્ષી ધ્યેયની રૂપરેખા પણ આપી અને આ પહેલને આગળ ધપાવવા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના વિશે વાત કરી હતી.

 

પૃષ્ઠભૂમિ —
 

  • વિશ્વમાં 5G સેવાઓનું સૌથી ઝડપી રોલ આઉટ. 5G સેવાઓ 700 થી વધુ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે. 2014થી દરરોજ 500 BTS (3G/4G) ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જ્યારે 5G સાઇટ્સ દરરોજ લગભગ 1,000 સાઇટ્સના દરે ઇન્સ્ટોલ થાય છે.
  • હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવાઓને સક્ષમ કરવા માટે નવીનતમ ટેકનોલોજી 5G નેટવર્ક્સ અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિએ રજૂ કરવામાં આવ્યા છે.
  • 6G ધોરણોના વિકાસને આગળ વધારવા માટે પહેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત 6G વિઝનદસ્તાવેજ લોન્ચ કર્યો, ટેલિકોમ વિભાગ (DoT) ભારત 6G એલાયન્સનામની ટાસ્ક ફોર્સની રચના કરી.
  • ભારતે 4G માં વિશ્વને અનુસર્યું, 5G માં વિશ્વ સાથે કૂચ કરી અને હવે 6G માં વિશ્વનું નેતૃત્વ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
  • મોબાઈલ ડેટા ટેરિફ રૂ. 269/GB (2014) થી  ઘટાડીને રૂ. 10.1/GB (2023). મોબાઇલ સેવાઓ માટેના ટેરિફમાં ઝડપથી ઘટાડો થયો છે.
  • ડેટા ટેરિફમાં ભારત પ્રત્યેક જીબી દીઠ ત્રીજી  સૌથી સરેરાશ ધરાવે છે.
  • ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર, સરહદી વિસ્તારો, LWE પ્રભાવિત વિસ્તારો, મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને અન્ય દૂરસ્થ સ્થળો માટે, અમારા ટાપુઓમાં ગુણવત્તાયુક્ત ટેલિકોમ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા  10 ઓગસ્ટ, 2020 ના રોજ દરિયાના પેટાળમાં કેબલ આધારિત ચેન્નાઈ-આંદામાન અને નિકોબાર (CANI) પ્રોજેક્ટ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
  • A&N ટાપુઓમાં ટેલિકોમ નેટવર્કનું વધુ વિસ્તરણ પણ કરવામાં આવ્યું જેમાં સેટેલાઇટ બેન્ડવિડ્થનો સમાવેશ થાય  છે.
  • કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સમૂદ્રના પેટાળમાં 1072 કરોડ રૂપિયાના ખર્ચે OFC લિંક પણ પૂર્ણ થયા છે અને પરીક્ષણ હેતુ માટે ટ્રાયલ ટ્રાફિક શરૂ થયો છે. જ્યારે પૂર્ણ થશે ત્યારે તે કોચી અને અગિયાર ટાપુઓ વચ્ચે 100 GBPS પ્રદાન કરશે
  • દેશભરના ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓના સંતૃપ્તિનું અમલીકરણ 26,316 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.
  • આ પ્રોજેક્ટ દૂરના અને મુશ્કેલ વિસ્તારોમાં આવેલા 24,680 ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરશે.

 

CB/GP/JD