Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ટેકનોલોજી, પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા અને વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન સમય એ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોનો સામનો કરતી સૌથી મોટી મુશ્કેલીઓ છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ટેકનોલોજી, પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા અને વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન ટાઇમ એ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો માટે સૌથી મોટી મુશ્કેલીઓ છે. તેમણે દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ત્રીજો એપિસોડ જોવાનો આગ્રહ કર્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા X પર કરવામાં આવેલી એક પોસ્ટના સંદર્ભમાં શ્રી મોદીએ કહ્યું:

ટેકનોલોજી…. પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા… વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન ટાઇમ…

આ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો માટે સૌથી મોટી મુશ્કેલીઓ છે. આવતીકાલે તારીખ 13 ફેબ્રુઆરીએ, @TechnicalGuruji અને @iRadhikaGupta ‘પરીક્ષા પે ચર્ચાએપિસોડ દરમિયાન આ પાસાઓ પર ચર્ચા કરશે. અવશ્ય જુઓ. #PPC2025 #ExamWarriors”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com