Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જી-20ના કાર્યકારી સત્ર દરમિયાન પ્રધાનમંત્રીશ્રીનું વક્તવ્ય : નાણાં વ્યવસ્થામાં લવચીકતા વધારવી


મહામહિમ,

વધુ લવચીક અને મુક્ત વૈશ્વિક નાણાં વ્યવસ્થા ઊભી કરવા માટેના જી 20ના સફળ પ્રયત્નોની હું પ્રશંસા કરું છું.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને સ્થિરતા માટે આ આવશ્યક પાયો છે.

ભારતમાં, સરકાર અને મધ્યસ્થ બેન્ક નાણાંકીય અને બેન્કિંગ ક્ષેત્રને વધુ મજબૂત કરવાં પગલાં લઈ રહ્યાં છે.

જી 20માં આ મહત્ત્વના મુદ્દે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે, હું કેટલાક મુદ્દાઓ પર સહુનું ધ્યાન ખેંચવા માંગું છું.

આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે વધુ મૂડીની જરૂરિયાતો, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં કે વિકસતા દેશોમાં બેન્કિંગ ક્ષેત્રનાં કામકાજમાં અવરોધરૂપ ન બનવી જોઈએ.

અલબત્ત, અસરકારક દેખરેખ અને ટેકનોલોજીના વધુ સારા ઉપયોગથી મૂડીની જરૂરિયાતો ઘટાડી શકાય છે.

બેન્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રક્ષણ મળે તે માટે સાયબર સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે.

આઈએમએફ ઉછીનાં સાધનો પર આધારિત નહીં, પરંતુ ક્વોટા આધારિત સંસ્થા રહેવી જોઈએ.

હું આશા રાખું છું કે યુનાઈટેડ સ્ટેટ્સમાં વર્ષ 2010ના સુધારાઓને શક્ય એટલી વહેલી સંમતિ મળે.
નિર્ધારિત સમયમર્યાદામાં અમારી સમજૂતી મુજબ બેઝ ઈરોઝન અને પ્રોફિટ શિફ્ટિંગ પેકેજ આપવા બદલ હું તુર્કીના રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવું છું.

હું માહિતીના ઓટોમોટિક એક્સચેન્જ (આપમેળે આપલે)ના પગલાંને આવકારું છું અને તેના અમલ માટે સંકલિત પગલાંની પ્રતીક્ષા કરું છું.

ભારતમાં, મારી સરકાર ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને સહેજ પણ સાંખી લેતી નથી. વિદેશોમાં રખાયેલી જાહેર નહીં કરાયેલી અસ્ક્યામતો અને આવકોને મુદ્દે કાર્યવાહી હાથ ધરવા અમે નવો કાયદો ઘડ્યો છે. અમે કરવેરા અંગે પણ અનેક કરારો કર્યાં છે.

અમે દેશમાં બિનહિસાબી નાણાં વિરુદ્ધ અસકારક અભિયાન શરૂ કર્યું છે. જાહેર પ્રાપ્તિઓ અંગે પણ અમે ટૂંક સમયમાં કાયદો લાવીશું.

આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વધુ મજબૂત બનાવવા તમામ દેશોએ ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ટેક્સ ઈન્ફર્મેશન (કરવેરાની માહિતીના આપોઆપ આદાનપ્રદાન) પર આધારિત કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (જાણકારીના સમાન ધોરણ) અમલમાં મૂકવાં જોઈએ.

જી 20એ ભ્રષ્ટાચાર સામે લડાઈને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખવું જોઈએ.

ખાનગી ક્ષેત્રમાં પારદર્શિતા અને નીતિમત્તાને પ્રોત્સાહન આપવાના પગલાંને હું આવકારું છું.

ગેરકાયદેસરનાં નાણાં મૂળ દેશમાં પરત પહોંચાડવા માટે વધુ આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે.

બેન્કિંગ ક્ષેત્રે વધુ પડતી ગુપ્તતા અને કાયદાકીય અને નિયમનકારી માળખાની જટિલતા જેવાં અવરોધો દૂર કરવાની આવશ્યકતા છે.

લક્ષિત નાણાકીય મંજૂરીઓ સહિત અન્ય રીતે આતંકવાદને પોષવા અપાતાં નાણાં સામે વધુ ઘનિષ્ઠ સહયોગ જરૂરી છે.

એફએટીએફના ચોક્કસ દેશના અહેવાલો જાહેર થવા જોઈએ અને એફએટીએફે ઊણપ ધરાવતા દેશો સાથે કામ કરવાનું તંત્ર ઘડવું જોઈએ.

આભાર !

J.Khunt/PIB Ahmedabad