જાપાન-ભારત પાર્લામેન્ટેરિયન ફ્રેન્ડશિપ લિગના પ્રતિનિધિમંડળે (જેઆઈપીએફએલ) આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી. શ્રી હિરોયૂકી હસોદાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં શ્રી કટસુયા ઓકાદા, મશાહારુ નકાગાવા, શ્રી નાઓકાઝુ ટેકમોટો અને યોશીયાકી વાડાનો સમાવેશ થાય છે. જેઆઈપીએલએફના પ્રતિનિધિમંડળે 18 સપ્ટેમ્બર, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં સરહદ પારના આંતકી હુમલાનો શિકાર થનારાઓ પ્રત્યે સહાનૂભૂતિ વ્યક્ત કરી હતી.
જેઆઈપીએફએલના પ્રતિનિધિમંડળે વૈશ્વિક આંતકવાદના સંદર્ભે પ્રધાનમંત્રીના આંતરરાષ્ટ્રીય સહકાર અને આતંકને પ્રોત્સાહન આપનારા રાષ્ટ્રને એકલા પાડવાના આહવાનને આવકાર્યું હતું.
પ્રધાનમંત્રીએ 2014માં તેમની જાપાનની સફળ મુલાકાતને યાદ કરી હતી કે જ્યારે તેઓએ જેઆઈપીએફએલ સાથે ટોકિયોમાં ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને જાપાન આવનારા દાયકાઓમાં અનેક ક્ષેત્રોમાં મજબૂત સહકારના પાયા નાખશે.
જેઆઈપીએફએલના પ્રતિનિધિમંડળે જાપાન અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત કરવા બાબતે જાપાનમાં દ્વિપક્ષીય મજબૂત ટેકાની જાણ કરી હતી અને ઉચ્ચ ટેક્નોલોજી સહકારમાં હાંસલ પ્રગતિ, ખાસ કરીને હાઈ સ્પિડ રેલવેને તેઓએ આવકારી હતી.
પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી અબેની 2015ની ભારતની મુલાકાતને યાદ કરી તેને દ્વિપક્ષીય સંબંધો સંદર્ભે સિમાચિહ્નરૂપ ગણાવી હતી અને કહ્યું કે નજીકના ભવિષ્યમાં તેઓ જાપાનની મુલાકાત લેવા ઈચ્છુક છે.
AP/Jkhunt/TR/GP