Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાપાનનાં સંરક્ષણ મંત્રી પ્રધાનમંત્રી મોદીને મળ્યા

જાપાનનાં સંરક્ષણ મંત્રી પ્રધાનમંત્રી મોદીને મળ્યા

જાપાનનાં સંરક્ષણ મંત્રી પ્રધાનમંત્રી મોદીને મળ્યા


જાપાનનાં સંરક્ષણ મંત્રી શ્રી ઈત્સુનોરી ઓનોડેરા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી તે અગાઉના જાપાન સાથેના પોતાના જૂના સંબંધોને પ્રધાનમંત્રી મોદીએ યાદ કર્યા હતા તથા છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય જોડાણમાં વૃદ્ધિને આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ સ્તરે સંવાદ સ્થાપિત કરવાની વ્યવસ્થાને મજબૂત કરવાની વાત આવકારી હતી તેમજ ભારત અને જાપાનનાં સૈન્ય દળો વચ્ચે જોડાણમાં વધારાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીનાં સાથસહકારમાં પ્રગતિની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ગયા વર્ષે જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષનાં અંતે જાપાનની મુલાકાત લેવા ઉત્સુક છે.

***

NP/J.khunt/GP