Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાતિ-ધર્મ નહીં, વિકાસ અમારો એજન્ડા છે – મોદી


વારાણસીના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિક્ષાચાલકોને રિક્ષાની વ્યવસ્થાથી લઈને નાવિકોને આધુનિક બોટ આપીને વારાણસીના લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આધુનિકતા લાવવાના પ્રયાસો ચાલુ છે. તેવી જ રીતે જલ શવ વાહિની બોટ પણ શરૂ કરવામાં આવી છે. વારાણસીના લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે આધુનિક આરોગ્ય સુવિધાઓ, પાણીના એટીએમ, બેટરી સંચાલિત રિક્ષા પણ છે. મને આશા છે કે આ પ્રયાસોને કારણે વારાણસી આવનારા દિવસોમાં એક વિકસિત અને સુસજ્જ શહેર બનશે.

q બાંગ્લાદેશમાં બનેલી બર્બર આતંકવાદી ઘટના પર તમારી ટિપ્પણી શું છે?

a ભારત 40 વર્ષથી આતંકવાદથી પીડિત છે. દેશની તમામ સરકારોએ વિશ્વને તેમની વેદનાથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે દુનિયા આતંકવાદને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા જ નથી માનતી પરંતુ તેની ભયાનકતા પણ સમજી રહી છે. આ માનવતાનો વિષય છે. આ મામલે તમામ માનવીય દેશોએ એક મંચ પર આવવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં પણ એક બિલ ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં આતંકવાદની વ્યાખ્યા કરવાની છે.

q પહેલીવાર મુસ્લિમ રાષ્ટ્ર બાંગ્લાદેશે પણ આતંકવાદી ઘટના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તમે શું કહેવા માગો છો?

a ભારતીય મીડિયાએ આ મુદ્દાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, તેનો અભ્યાસ કરવો જોઈએ અને દેશ અને વિશ્વને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.

q આ વખતે કોંગ્રેસ સિવાય લગભગ તમામ પાર્ટીઓ તમારી સાથે છે. શું તમે માનો છો કે ચોમાસુ સત્રમાં GSTનો માર્ગ સરળ રહેશે?

a અમને દરેક સત્રમાં આશા છે. સરકાર પણ પ્રયાસો કરે છે. આ વખતે પણ પ્રયત્ન કરશે.

q કૉંગ્રેસે કમ્યુનિકેશનના અભાવનો આક્ષેપ કરે છે?

a વિપક્ષ સાથે દરેક સ્તરે સંવાદ થાય છે. સત્રને સુવ્યવસ્થિત રાખવા માટે દરેકની ભાગીદારી હોવી જોઈએ. આ માટે સરકાર પ્રયત્નો કરે છે કે તમામ પક્ષો સાથે સંબંધો સારા રહે.