Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાગરણ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

જાગરણ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

જાગરણ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન


શ્રી સંજય ગુપ્તા જી, શ્રી પ્રશાંત મિશ્રાજી, ઉપસ્થિત તમામ ગણમાન્ય મહાનુભાવ જાગરણ પરિવારના તમામ સ્વજનો..

આપણે અહીં કહેવામાં આવે છે કે રાષ્ટ્રગ્રામ જાગ્રાયામ વયમ : સતત સતર્કતા જ સ્વતંત્રતાનું મુલ્ય છે અને તમે તો પોતે જ દૈનિક જાગરણ કરો છે. ક્યારેક – ક્યારેય એમ પણ લાગે છે કે, શું લોગો 24 કલાકમાં સુઇ જાય છે કે પછી 24 કલાક પઢી જગાડવા પડે છે પરંતુ લોકતંત્રની સૌથી પહેલી અનિવાર્યતા છે તથા તે છે જાગૃતતા તથા તેની જાગૃતતા માટે દરેક પ્રકારના પ્રયાસ નિરંતર આવશ્યક હોય છે. હવે જેટલી માત્રામાં જાગૃતતા વધે છે, એટલી જ માત્રામાં સમસ્યાઓના સમાધાનના રસ્તા વધારે સ્પષ્ટ તથા નિખરે છે, જન ભાગીદારી સહજ બને છે તથા જ્યાં જન ભાગીદારીનું તત્વ વધે છે, એટલી જ લોકતાંત્રિક વ્યવસ્થાઓ મજબૂત થાય છે, વિકાસની યાત્રાને ગતિ આવે છે તથા લક્ષ્ય પ્રાપ્તિ નિશ્ચિત થઇ જાય છે.

એ અર્થમાં લોકતંત્રની આ પહેલી આવશ્યક્તા છે નિરંતર જાગરણ. જાણે અજાણ્યામાં આ કેમ ન થાય પરંતુ આપણા દેશમાં લોકતંત્રનો એક સિમિત અર્થ રહ્યો છે તથા તે રહ્યો ચૂંટણી, મતદાન તથા સરકારની પસંદ. એવું લાગવા લાગ્યું મતદાતાઓને કે ચૂંટણી આવી છે તો આગામી 5 વર્ષ માટે કોઇને પણ કોન્ટ્રાક્ટ આપવાનો છે, જે આપણી સમસ્યાઓનું સમાધાન કરી દેશે તથા જો પાંચ વર્ષમાં તે કોન્ટ્રાક્ટમાં નિષ્ફળ થઇ ગયો તો બીજાને લઇને આવીશું. આ સૌથી મોટી આપણી સામેનો પકડાર પણ છે તથા ક્યારેય પણ. લોકતંત્ર જો મતદાન સુધી સીમિત રહી જાય છે , સરકારની પસંદગી સુધી સીમિત રહી જાય છે, તો લોકતંત્ર વિકલાંગ થઇ જાય છે.

લોકતંત્ર સામર્થ્યવાન ત્યારે બને છે જ્યારે જન ભાગીદારી વધે છે અને એટલા માટે જન ભાગીદારીને આપણે જેટલી વધારીએ. અલગ અલગ રીતે થઇ શકે છે. જો આપણે આપણા દેશના આઝાદીના આંદોલન તરફ જોઇએ- એવું નથી કે આ દેશમાં આઝાદી માટે મરનારાઓની કોઇ કમી રહી છે. દેશ જ્યારથી ગુલામ થયો છે ત્યારથી કોઇ દશક એવો આવ્યો નથી કે જ્યાં દેશ માટે મરનારાઓએ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત ન કર્યું હોય. પરંતુ થતું શું હતું, તેઓ આવતા હતા, તેમનો એક જુસ્સો હતો અને તે શહિદ થતા હતા. પછી અમુક વર્ષો બાદ સ્થિરતા આવી જતી હતી પછી કોઇ બીજું પેદા થતું હતું. ફરીથી નીકળી પડતું હતું. પછી ફરીથી તેની આદત થઇ જતી હતી. આઝાદીના આંદોલન માટે મરનારાઓની સંખ્યા ખૂબ જ હતી. નિરંતર હતી. પરંતુ ગાંધીજીએ ખૂબ જ મોટો ફેરફાર કર્યો અને તે એ હતો કે તેમણે આ આઝાદીની લડતને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું હતું. તેમણે સામાન્ય માનવીને , આઝાદીના અંદોલનનો સિપાહી બનાવી દીધો હતો.

એકાદ વીર શહિદ તૈયાર થતો હતો, તો અંગ્રેજો માટે લડવું સરળ થઇ જતું હતું પરંતુ આ જે એક જન ભાવનાનો પ્રબળ, આક્રોશ પ્રગટ થવા લાગ્યો હતો, અંગ્રેજો માટે તેને સમજવું મુશ્કેલ હતું. તેમને કેવી રીતે પહોંચી વળવું તે પણ મુશ્કેલ હતું તથા મહાત્મા ગાંધીએ તેને એટલું સરળ બનાવી દીધું હતું કે દેશને આઝાદી જોઇએ છે ને તમે એમ કરો કે ટાકો લઇને, રૂ લઇને તેનો દોરો વણવાનું શરૂ કરી દો. દેશને આઝાદી મળી જશે. કોઇને કહેતા હતા કે તમારે આઝાદીના સિપાહી બનવું છે તો જો તમારા ગામમાં નિરક્ષર છે તેમને શિક્ષા આપવાનું કામ કરો. આઝાદી અાવી જશે. કોઇને કહેતા હતા કે તમે ઝાડું લગાવો, આઝાદી આવી જશે.

તેમણે દરેક સામાજિક કામને સ્વયં સાથે જે પણ અલગ થતું હતું તેને તેમણે રાષ્ટ્રની આવશ્યકતા સાથે જોડી દીધું હતું તથા જન – આંદોલનમાં પરિવર્તિત કરી દીધું હતું. ફક્ત સત્યાગ્રહ જ જન – આંદોલનમાં નહોતું. સમાજ સુધારનું કોઇ પણ કામ એક પ્રકારથી આઝાદીના આંદોલનનો એક હિસ્સો બનાવી દીધું હતું તથા તેનું પરિણામ એ આવ્યું કે દેશના દરેક ખૂણાથી દરેક સમયે કંઇક ને કંઇક ચાલતું હતું. કોઇ કલ્પના કરી શકે છે ? જો આજે ખૂબ જ મોટો મેનેજમેન્ટ એક્સપર્ટ હશે. ખૂબ જ મોટા આંદોલન શાસ્ત્રનો જાણકાર હશે. તેને કહેવામાં આવે કે ભાઇ એ મુઠ્ઠી ભરીને મીઠું ઉઠાવવાથી કોઇ સામ્રાજ્ય ચાલી જાય છે તેને મહાનિબંધ બનાવી દો. હું નથી માની શકતો કે કોઇ કલ્પના કરી શકે છે કે એક મુઠ્ઠી મીઠું એક સામ્રાજ્યને નીચે પાડવાનું કારણ બની શકે છે. આ કેમ થયું, આ એટલા માટે થયું કે તેમણે આઝાદીના આંદોલનન જન – જનનું આંદોલન બનાવી દીધું હતું. આઝાદી બાદ જો દેશે પોતાની વિકાસ યાત્રાનું મોડલ ગાંધીજીથી પ્રેરણા લઇને જન ભાગીદારીવાળી વિકાસ યાત્રા, જન આંદોલનવાળી વિકાસ યાત્રા, તેને જો મહત્વ આપ્યું હોત તો આજે જે બની ગયું છે તે તમામ સરકાર કરશે. ક્યારેક – ક્યારેક તો અનુભવ એવો આવે છે કે કોઇ ગામાં ખાડો પડી ગયો હોય, રોડ પર તથા તે પાંચસો રૂપિયાના ખર્ચાથી તે ખાડો ભરાઇ જઇ શકે છે પરંતુ ગામની પંચાયતના પ્રધાન ગામના બે ચાર તથા મુખિયા ભાડે જીપ ખરીદશે, સાતસો રૂપિયા જીપનું ભાડું આપશે તથા રાજ્યના વડા મથકે જશે ત્યાં આવેદનપત્ર આપશે કે અમારા ગામમાં એક ખાડો પડ્યો છે તેને ભરવા માટે કંઇક કરો. આ સ્થિતિ બની ગઇ છે. બધુ જ સરકાર કરશે.

ગાંધીજીનું મોડલ હતું, તમામ બધું જનતા જ કરશે. આઝાદી પછી જન -ભાગીદારીથી જો વિકાસ યાત્રાનું મોડલ બનાવવામાં અાવ્યું હોત તો કદાચ આપણે સરકારના ભરોસે જે ગતિથી ચાલી રહ્યા છીએ જો જનતાના ભરોસે ચાલતા તો તેની ગતિ હજાર ગણી ઝડપી હોત, તેનો વ્યાપ, તેનું ઊંડાણ અકલ્પિત હોત તથા એટલા માટે આજે સમયની માગ છે કે આપણે ભારતની વિકાસ યાત્રાને વિકાસને, એક જન – આંદોલન બનાવીએ.

સમાજના દરેક વ્યક્તિને લાગવું જોઇએ કે જો હું સ્કૂલમાં શિક્ષક છું. હું ક્લાસમાં સમગ્ર સમય જ્યારે ભણાવું છું, સારી રીતે ભણાવું છું, મતલબ કે મારા દેશને ઘણી ઉંચાઇઓ પર લઇ જવા માટે કામ કરું છું. હું જો રેલવેનો કર્મચારી છું તથા મારી પાસે જવાબદારી છે કે રેલવેને સમયસર ચલાવું. હું આ કામને યોગ્ય રીતે કરું છું. રેલ સમય પર ચાલે છે, મતલબ હું દેશની ખૂબ જ મોટી સેવા કરું છું . હું દેશને આગળ લઇ જવાની જવાબદારી અદા કરું છું. આપણે પોતાના કર્તવ્યને પોતાના કામને, રાષ્ટ્રની આગળ લઇ જવાની જવાબદારી હું નિભાવી શકું છું. આ પ્રકારે જો આપણે જોડાઇએ તો તમે જો જો દરેક ચીજનો આપણને એક સંતોષ મળે છે.

હાલમાં સ્વચ્છ ભારત અભિયાન જે પ્રકારે જન આંદોલનનું રૂપ લઇ રહ્યું છે. જો કે આ કામ એવું છે કે કોઇ પણ સરકાર તથા રાજનેતા માટે તેને અડવું મતલબ સૌથી મોટો સંકટ ઉઠાવી લેવાનો વિષય છે કારણ કે કેટલું પણ કર્યા બાદ દૈનિક જાગરણના ફ્રન્ટ પેજ પર તસવીર છપાય છે કે મોદી મોટી મોટી વાતો કરે છે, પરંતુ અહીં કચરાનો ઢગલો પડ્યો છે. આ સંભવ છે, પરંતુ શું આ દેશમાં એક માહોલ બનાવવાની આવશ્યક્તા નથી. તથા અનુભવ એ આવ્યો છે કે આજે દેશનો સામાન્ય વર્ગ, અહીં જે બેઠા છે તમારા પરિવારમાં જો પૌત્ર હશે તો પૌત્ર પણ તમને કહેતો હશે કે દાદા આમ ન કરો મોદી જી એ ના પાડી છે. આ જન – આદોલનનું રૂપ છે જે સ્થિતિઓ બદલવાનું કારણ બને છે.

આપણા દેશમાં તે એક સમય હતો જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી જી કંઇક કહે તો દેશ ઊભો થતો હતો, માનતો હતો. પરંતુ ધીરે – ધીરે તે સ્થિતિ લગભગ લગભગ નથી રહી. ઠીક છે તમને લોકોને તો મઝા આવે છે. નેતા બની ગયા છો, તમારે શું ગુમાવવાનું છે આ સ્થિતિ આવી ગઇ હતી. પરંતુ જો ઇમાનદારીથી સમાજની ચેતનાને સ્પષ્ટ કરવામાં આવે તો ફેરફાર આવે છે. જો આપણે એમ કહીએ કે ભાઇ તમે ગરીબ માટે પોતાની ગેસ સબ્સીડી છોડી દો. ખૂબ જ મુશ્કેલ કામ હોય છે, પરંતુ આ દેશ આજે હું મોટા સંતોષ સાથે કહી શકું છું 52 લાખ લોકો એવા આવ્યા, જેમણે સામેથી આવીને પોતાની ગેસ સબ્સીડી છોડી દીધી છે.

આ જન મન કેવી રીતે બદલાઇ રહ્યું છે તેનું ઉદાહરણ છે. તથા સામેથી સરકારે પણ કહ્યું છે કે તમે જો ગેસ સિલિન્ડરની સબ્સિટી છોડી દેશો, તો અમે તે ગરીબ પરિવારને આપીશું, જેના ઘરમાં લાકડાનો ચૂલો સળગે છે, ધુમાડો થાય છે તથા બાળકો બિમાર થાય છે, માતા બિમાર થાય છે, તેને મુક્તિ અપાવવા માટે કરીશું તથા અત્યાર સુધી 52 લાખ લોકોએ છોડી છે. 46 લાખ લોકોને, 46 લાખ ગરીબોને પહેલેથી જ આપવામાં આવી છે. એટલું જ નહીં જેણે છોડ્યું તેને બતાવવામાં આવ્યું છે કે તેમણે મુંબઇમાં આ છોડ્યું પરંતુ રાજસ્થાનના જોધપુરના એ ગામની અંદર તે વ્યક્તિને આપવામાં આવી છે, એટલી પારદર્શકતાની સાથે, જેણે છોડ્યું… એમાં પૈસાનો વિષય નથી.

સમાજ પ્રત્યે એક ભાવ જગાડવાનો પ્રયાસ કેવા પ્રકારથી પરિણામ લાવે છે. આપણે અંગ્રેજોના જમાનામાં જે કાયદા બન્યા, તેની સાથે મોટા થયા છીએ. એ સાચુ છે કે આપણે ગુલામ હતા, અંગ્રેજો આપણી પર ભરોસો કેમ કરશે. કોઇ કારણ જ નહોતું અને એ સમયે જે કાયદા બન્યા હતા તે જનતા પ્રત્યે અવિશ્વાસને મુખ્ય માનીને બનાવવામાં આવ્યા હતા. દરેક ચીજમાં જનતા પર અવિશ્વાસ પહેલી બેઝ લાઇન હતી. શું આઝાદી બાદ આપણા કાયદામાં તે ફેરફાર ન આવવો જોઇએ કે જેમાં આપણે જનતા પર સૌથી વધારે ભરોસો કરીએ.

કોઇ કારણ નથી કે સરકારમાં જે પહોંચી ગયા… હું ચૂંટાયેલા નેતાઓની વાત નથી કરતો, આખી સિસ્ટમ પર, કર્મચારી હશે, ક્લાર્ક હશે. જે આ વ્યવસ્થામાં આવ્યા- તે ઇમાનદાર છે, પરંતુ જે વ્યવસ્થાની બહાર છે. તે ભિક્ષુક છે. આ ખાઇ લોકતંત્રમાં મંજૂર થઇ શકતી નથી. લોકતંત્રમાં ખાઇ ન રહેવી જોઇએ. હવે એક નાનું ઊદાહરણ હું તમને જણાવું છું – આપણે લોકોએ સરકારમાં કોઇ આવેદન કરવું છે તો આપણા જે સર્ટિફિકેટ હતા, તેની સાથે જોડવા પડતા હતા, તેને જોડતા હતા. આપણો કાયદો શું હતો, કે તમારે કોઇ ગેઝેટેડ ઓફિસર પાસે જઇને સિક્કો મરાવવો પડતો હતો. તેને સર્ટિફાઇ કરાવવું પડશે. ત્યારે થશે. હવે તે કોણ ગેઝેટેડ ઓફિસર છે કે જે તેની ચકાસણી કરે છે. સારું જોઇ રહ્યો છું. તમારો ચહેરો ઠીક છે, કોણ કરે છે, કોઇ કરતું નથી. તે પણ સમયના અભાવમાં ચેક કરતો નથી. તેના ઘરની બહાર જે છોકરો બેઠો છે તે જ કરે છે. અમે આવીને કહ્યું કે ભાઇ ભરોસો કરોને લોકો પર, અમે કહ્યું કે આ કોઇ જરૂરિયાત નથી. ઝેરોક્ષનો જમાનો છે, તમે ઝેરોક્ષ કરીને નાંખી દો. ફાઇનલ ચકાસણીની જરૂર હશે ત્યારે મૂળ નકલ જોવામાં આવશે. અને આજે તે વિષય જ ચાલી ગયો. ચીજો નાની છે. પરંતુ તે એ વાતનું પ્રતિબિંબ કરે છે કે આપણી વિચારસરણી કઇ દિશામાં છે. આપણો પહેલો વિચાર એ છે કે જનસામાન્ય પર ભરોસો કરો. તેની પર વિશ્વાસ કરો. તેમના સામર્થ્યનો સ્વીકાર કરો. જો આપણે જનસામાન્યના સ્વાર્થને સ્વીકાર કરીએ છીએ તો તે સાચા અર્થમાં લોકતંત્ર લોકશક્તિમાં પરિવર્તિત થાય છે.

આપણા દેશમાં લોકતંત્રની સામે બે ખતરા છે. એક ખતરો મનતંત્રનો, બીજો ખતરો છે મનીતંત્રનો. તમે જોયું હશે કે વર્તમાન સમયમાં જરા વધારે જોવા મળે છે, મારી મરજી, મારું મન કરે છે, હું એમ જ કરીશ. શું દેશ આવી રીતે ચાલે છે ? મનતંત્રથી દેશ ચાલતો નથી, જનતંત્રથી દેશ ચાલે છે. તમારા મનમાં તમારા વિચાર કંઇ પણ હોય, પરંતુ એનાથી વ્યવસ્થાઓ ચાલતી નથી. જો સિતારમાં એક તાર વધારે ખેંચવામાં આવે તો પણ સૂર આવતો નથી અને એક તાર ઢીલો થઇ જાય તો પણ સૂર આવતો નથી. સિતારના તમામ તાર સમાન રૂપથી તેનું ખેંચાણ હોય છે, ત્યારે જઇને આવે છે અને એટલા માટે મનતંત્રથી લોકતંત્ર ચાલતું નથી… મનતંત્રથી જનતંત્ર ચાલતું નથી. જનતંત્રની પહેલી શરત હોય છે મારા મનમાં જે પણ જન વ્યવસ્થાની સાથે મારે તેને જોડવી પડે છે. મારા તેનું આત્મસાતીકરણ કરવું પડે છે. મારે પોતાને પાતળો કરવો પડે તો પાતળો કરવો પડે. અને જો મારામાં જુસ્સો છે તો મારા વિચારોથી જ તેને સહેમત કરીને તેને આગળ વધારતા વધારતા લોકોને સાથે લઇને ચાલવું પડે છે. આપણે તે રીતે ન ચાલી શકીએ.

બીજો ચિંતાનો વિષય હોય છે – મનીતંત્ર. ભારત જેવા ગરીબ દેશમાં મનીતંત્ર લોકતંત્ર પર ખૂબ જ મોટો કઠુરાઘાત કરી શકે છે. આપણે તેમાં લોકતંત્રને કેવી રીતે બચાવીએ. તેની પર આપણું કેટલું બળ રહેશે. હું સમજું છું કે તેના આધાર પર આપણે પ્રયાસ કરી શકીએ છીએ.

આપણે જોઇએ છીએ કે પત્રકારત્વમાં, ભારતમાં જો આપણે પત્રકારત્વની તરફ નજર કરીએ તો એક મિશન મોડમાં આપણે અહીં પત્રકારત્વ ચાલ્યું. જર્મનાલિઝમ, અખબાર તમામ પત્રિકાઓ એક કાલખંડ હતી. જ્યાં પત્ર-પત્રિકાની મૂ‌ળ ભૂમિકા રહી સમાજ સુધારની. તેમણે સમજમાં જે બુરાઇઓ હતી પર પ્રહારો કર્યા. પોતાની કલમનો પૂરો ભરપૂર ઉપયોગ કર્યો. હવે રાજા રામમોહન રાયને જુઓ કે ગુજરાતની તરફ વીર નર્મદને જોઇ લો. કેટલા વર્ષો પહેલા, શતાબ્દી પહેલા તે પોતાની તાકાતનો ઉપયોગ સમાજની બુરાઇઓ પર કરી રહ્યા હતા.

બીજું એક કાલખંડ અાવ્યો જેણે આપણી પત્રકારીતાએ આઝાદીના આંદોલનને એક ખૂબ જ મોટું બળ આપ્યું હતું. લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, અરબિંદો ઘોષ, સુભાષ ચંદ્ર બોસ, લાલા લજપત રાય, તમામે તેમની કલમ હાથમાં ઉઠાવી હતી. અખબાર નીકાળ્યા. તથા તેમણે અખબારના માધ્યમથી આઝાદીના આંદલોનને ચેતના આપી તથા આપણે ક્યારેક ક્યારેક વિચારીએ તો આપણા દેશમાં અલ્હાબાદમાં એક સ્વરાજ નામનું અખબાર હતું. આઝાદીના આંદોલનનું તે અખબાર હતું. તથા દરેક અખબાર પછી જ્યારે એડિટોરિયલ નીકળતું હતું, એડિટોરિયલ છપાતું હતું તથા એડિટોરિયલ લખનારો સંપાદક જેલમાં જતો હતો. કેટલો જુલ્મ થતો હતો. તો સ્વરાજ અખબારે એક દિવસ જાહેરાત પ્રસિદ્ધ કરી. તેણે કહ્યું, અમને સંપાદકોની જરૂર છે. પગારમાં બે સૂકાયેલી રોટલી, એક ગ્લાસ ઠંડુ પાણી તથા એડિટોરિયલ છપાયા બાદ જેલમાં નિવાસ. આ તાકાત જુઓ જરા. આ તાકાત જુઓ. અલ્હાબાદથી નીકળતું સ્વરાજ અખબારે પોતાની લડાઇ છોડી નહોતી. તેના તમામ સંપાદકોને જેલ નીશ્ચિત હતી. જેલ જતા હતા, સંપાદકિય લખતા હતા તથા લડાઇ લડતા હતા. હિન્દુસ્તાનના ગણમાન્ય લોકોનું તેની સાથે સંબંધ રહ્યો છે.

અમુક માત્રામાં ત્રીજું કામ જે રહ્યું તે મિશન મોડ પર ચાલે છે, તે છે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું. ભલે સમાજ સુધારવાની વાત હોય, ભલે સ્વતંત્રતા આંદોલન હોય. ભલે અન્યાયની સામે અવાજ ઉઠાવવાની વાત હોય આપણા દેશની પત્ર-પત્રિકાઓએ દરેક સમયે પોતાના કાલખંડમાં કોઇને કોઇ સકારાત્મક ભૂમિકા ભજવી જ છે. આ મિશન મોડ, આ આપણા લોકતંત્ર માટે ખૂબ જ મોટી જડીબૂટી છે. તેને કોઇ ઇજા ન પહોંચે, તેને કોઇ આંચ ન આવે. બહારથી પણ નહીં, અંદરથી પણ નહીં. એટલી સજાગતા આપણી હોવી જોઇએ.

હું સમજુ છું – આઝાદીના આંદોલનમાં હવે જુઓ કેનેડાથી ગદર અખબાર પ્રસિદ્ધ થતું હતું, લાલા હરદયાલ જી દ્વારા વધુ ત્રણ ભાષામાં તે સમયે નીકળતું હતું, – ઉર્દુ, ગુરુમુખી તથા ગુજરાતી. કેનેડાથી તે આઝાદીના જંગની લડાઇ લડતા હતા. મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્મા.. આ લોકો હતા જે લંડનથી પત્રકારિતા દ્વારા ભારતની આઝાદીની ચેતનાને જગાડી રાખતા હતા. તેના માટે પ્રયાસ કરતા હતા. અને તે સમયે ભીમજી ખૈરાજ વર્મા કરીને હતા… તેમને સિંગાપુરમાં પત્રકારિકા માટે ફાસીની સજા આપવામાં આવી હતી. તે ભારતની આઝાદી માટે લડતા હતા. મારા કહેવાનું તાત્પર્ય એ છે કે આ ખભાથી ખભો મીલાવાને ચાલવાની વ્યવસ્થા છે. દૈનિક જાગરણના માધ્યમથી એમાં જે પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે, તે યોગદાન રાષ્ટ્રયામ જાગ્રયામ વયમ : તે મંત્રને સાકાર કરવા માટે અવિરત રૂપે કામમાં આવશે.

હું ક્યારેક ક્યારે કહું છું ઓછામાં ઓછી સરકાર તથા વધારેમાં વધારે કાર્ય… આપણા દેશમાં એક કાલખંડ એવો હતો કે સરકારોને આ વાત પર ગર્વ થતું હતું કે અમે કેટલા કાયદા બનાવ્યા. મેં બીજી દિશામાં વિચાર્યું છે. મારો ઇરાદો એ છે કે જ્યારે હું પાંચ વર્ષ મારો કાર્યકાળ પૂરો થશે આ, ત્યાં સુધી હું રોજ એક કાયદો પૂરો કરી શકું છું શું , આ મારો ઇરાદો છે. મેં હજી ઘણી શોધ કરી છે. સેંકડોની સંખ્યામાં પહેલેથી જ કરી દીધા છે. રાજ્યોને પણ મેં આગ્રહ કર્યો છે. લોકતંત્રની તાકાત તેમાં છે કે તેને કાયદાની ચૂંગાલમાં જનસામાન્યને સરકાર પર આશ્રિત ન બનાવવું જોઇએ.

ઓછામાં ઓછી સરકારનો મારો મતલબ એ છે કે સામાન્ય માનવને વારંવાર સરકારના ભરોસે જે રહેવું પડતું હતું, તે ઓછું થવું જોઇએ. અને આપણે અહીં તો મહાભારતની અંદરથી ચર્ચા છે. હવે એ ઉંચાઇઓને આપણે પાર કરી જઇશું હું નથી કહી શકતો. પરંતુ મહાભારતમાં શાંતિ પર્વમાં તેની ચર્ચા છે. એમાં કહેવામાં આવ્યું છે – ન રાજા ન ચ રાજ્યવાસી ન ચ દંડો ન દંડિકા સર્વે પ્રજા ધર્મોનેવ રક્ષન્તિ સ્મ : પરસ્પર…ન રાજ્ય હશે, ન રાજા હશે, ન દંડ હશે, ન દંડિકા હશે જો જનસામાન્ય પોતાના ક્તવ્યોનું પાલન કરશે તો પોતાની જાતે જ કાયદાની વ્યવસ્થા બનેલી રહેશે. આ વિચાર મહાભારતમાં તે જમાનામાં હતો.

અને આપણે અહીં મૂળત : લોકતંત્રના સિદ્ધાંતોમાં માનવામાં આવ્યું છે, ‘વાદે-વાદે જાયતે તત્વ ગોધા’ આ આપણે ત્યાં માનવામાં આવ્યું છે કે જેટલા ભિન્ન ભિન્ન વિચારોનું મંથન થતું રહેશે એટલી લોકતાંત્રિક તાકાત મજબૂત થાય છે. આ આપણે ત્યાં મૂળભૂત ચિંતન રહ્યું છે. એટલા માટે જ્યારે આપણે લોકતંત્રની વાત કરીએ છીએ તો આપણે તેને મૂળભૂત બાબતોને લઇને કેવી રીતે ચાલીએ તેની પર આપણું બળ રહેવું જોઇએ.

આર્થિક વિકાસની દ્રષ્ટિથી આપણે દેશમાં બે ક્ષેત્રોની ચર્ચા હંમેશા ચાલે છે તથા તમામ આર્થિક પાયો તે જ બે ચીજોની આસ-પાસ ચલાવવામાં આવી છે. એક ખાનગી ક્ષેત્ર, બીજું જાહેર ક્ષેત્ર. જો આપણે વિકાસને જન આંદોલન બનાવવાનું છે તો ખાનગી ક્ષેત્ર તથા જાહેર ક્ષેત્રની સીમામાં રહેવાનું આપણી ગતિને ઓછી કરે છે તથા એટલા માટે મેં એક વિષય જોડવામાં આવ્યું છે, તેમાં – જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર તથા વ્યક્તિગત ક્ષેત્ર.

આ જે વ્યક્તિગત ક્ષેત્ર છે એ પોતાનામાં ખૂબ જ મોટી તાકાત છે. આપણામાંથી બહુ જ ઓછા લોકોને ખબર હશે કે આપણા દેશના અર્થતંત્રને કોણ ચલાવે છે. ક્યારેક ક્યારેક લાગે છે કે આ જે 12-15 બહુ મોટા કોર્પોરેટ હાઉસ છે. અબજો – ખર્વો રૂપિયાની વાતો આવે છે, જી નહીં. દેશના અર્થતંત્રને આ દેશમાં સૌથી વધારે રોજગાર આપવાનુ કામ જો થયું છે તો તે આપણા નાના – નાના લોકોનું છે. કોઇ કપડાનો વેપાર કરતું હશે નાનો – મોટો. કોઇ પાનની દુકાન લઇને બેઠો હશે. કોઇ ભેલપુરી – પાણીપુરીની લારી ચલાવતું હશે. કોઇ ધોબી હશે, કોઇ નાઇ હશે, કોઇ સાયકલ ભાડે આપતું હશે. કોઇ ઓટો રિક્શા ચલાવતું હશે. આ નાના – નાના લોકોના કારોબારનું નેટવર્ક હિન્દુસ્તાનમાં ખૂબ જ મોટું છે. આ જે સમૂહ છે તે મધ્યમ વર્ગ સ્તર પર આવ્યું નથી. પરંતુ ગરીબીમાં નથી. હજી તેનું મિડલ ક્લાસમાં જવાનું બાકી છે, જોકે પોતાના પગ પર ઉભો છે. વ્યક્તિગત ક્ષેત્રને ખૂબ જ તાકાત આપવાની છે. શું એવી આપણી વ્યવસ્થા ન હોય જે આપણા આ વ્યક્તિગત ક્ષેત્રને આપણે શક્તિશાળી બનાવીએ. કાયદાની મુશ્કેલીઓમાંથી તેને મુક્તી મળે. આર્થિક મેનેજમેન્ટ તેની મદદ કરે. મોટાભાગના એવા લોકો છે કે બિચારાઓને શાહુકારો પાસેથી પૈસા લઇને કામ કરવું પડે છે, પોતાની આવકનો મોટો ભાગ પાછો સરકાર પાસે જતો રહે છે, તે જ જાળીમાં તે ફસાઇ જાય છે.

આજે તે લોકો એવા છે જે માટાભાગે લગભગ 70 ટકા લોકો તેમાં અનૂસૂચિત જાતિ, અનૂસૂચિત જનજાતિ તથા ઓબીસી છે. ગરીબ છે, પછાત છે, હવે તે લોકો દેશમાં લગભગ લગભગ 12-14 કરોડ લોકોને રોજગાર આપે છે. એટલી તાકાત છે તેમનામાં. દરેક કોઇ એકને રોજગાર આપે છે, કોઇ બેને આપે છે, કોઇ પાર્ટ ટાઇમ આપે છે. પરંતુ 12થી 14 કરોડ લોકોને તે રોજગાર આપે છે. જો તેમને થોડું બળ આપવામાં આવે, થોડી મદદ કરવામાં આવે તેમને થોડા આધુનિક કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમની અેટલી તાકાત છે કે 15-20 કરોડ લોકોને રોજગાર આપવાનું સામર્થ્ય છે. અને એટલા માટે જ અમે એક પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને બળ આપ્યું છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને એવી આગળ વધારી છે કે લોકો પાસેથી કોઇ ગેરંટીની જરૂર નથી. તે બેન્કમાં જાય તથા બેન્કની જવાબદારી રહેશે કે તેમને મદદ કરે. 10 હજાર, 15 હજાર, 25 હજાર, 50 હજાર, વધારે રકમ તેમને જોઇતી નથી…. બહું જ ઓછી રકમથી તે પોતાનું કામ કરી લે છે. અત્યારે તો આ યોજનાનો એટલો હલ્લો મચ્યો નથી, શાંતિથી કામ થઇ રહ્યુ છે. પરંતુ અત્યાર સુધી લગભગ 62 લાખ પરિવારોને લગભગ લગભગ 42000 કરોડ રૂપિયા તેમના સુધી પહોંચાડવામાં આવે. અને આ તે લોકો છે જે સાહસ પણ કરવા માટે તૈયાર છે અને અનુભવ આવ્યો છે કે 99 ટકા લોકો સમયથી પહેલા પોતાના પૈસા પરત આપી રહ્યા છે. કોઇ નોટિસ આપવી પડતી નથી.

એટલે કે આપણે વ્યક્તિગત ક્ષેત્રને કેટલું બળ આપીએ. વ્યક્તિગત ક્ષેત્રનું વધુ એક આજે અમે પહેલ કરી છે કે જે પ્રકારથી સમાજમાં આ તબક્કો છે, જે અત્યારે મધ્યમ વર્ગમાં પહોંચ્યો નથી, ગરીબીમાં રહેતો નથી એવી અવસ્થા છે તેમની કે તે સૌથી મુશ્કેલ હોય છે. પરંતુ વધુ એક વર્ગ છે કે ઉચ્ચ બૌદ્ધિક છે. જે ભારતની યુવાશક્તિ છે. તેની પાસે કલ્પના છે, નવું કરવાની તાકાત છે તથા તે દેશને આધુનિક બનાવવામાં ખૂબ જ ફાળો આપી શકે છે. તે વૈશ્વિક સ્પર્ધા કરી શકે છે.

જેમ એક તબક્કે જે આપણને મજબૂત કરે છે બીજો તબક્કો છે તે આપણી યુવા શક્તિ જેમાં આ વિશેષતા છે, અને તેના માટે આપણે મિશન મોડ પર કામ કર્યું છે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા. જ્યારે હું સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વાત કરું છું તો તેમાં પણ મેં બે પહેલું પકડ્યાં છે.

અમે બેન્કોને જણાવ્યું કે સમાજના અંતિમ સામાજિક દ્રષ્ટિથી જે પછાત વર્ગના લોકો છે. શું એક બેન્ક તેમની આગળી પકડી શકે છે કે શું. એક બેન્કની બ્રાન્ચ એક વ્યક્તિને તથા અેક મહિલાને બળ આપી શકે છે. એક દેશમાં સવા લાખ બ્રાન્ચ. એક મહિલાને તથા એક ગરીબને તેનો હાથ જો પકડીને નવેસરથી તાકાત અાપવામાં આવે તો અઢી લાખ નવા આંત્રપિન્યોર ઉભા કરવાની આપણી તાકાત છે, તે નાનું કામ આપ્યું છે પરંતુ તેની અસર ખૂબ જ મોટી હશે તથા બીજી તરફ જે શોધ કરે છે જે વૈશ્વિક સ્પર્ધામાં પોતાને ઉભા કરી શકે છે તથા આજે જ્યારે વૈશ્વિક બજાર છે તો પ્રગતિનો સૌથી મોટો આધાર છે શોધખોળ. જે દેશ શોધખોળમાં પાછળ રહી જશે તે આગામી દિવસોમાં એ દોડમાંથી બહાર નીકળી જશે તથા એટલા માટે શોધખોળને બળ આપવું છે એટલે જ સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયાનો મોડ આપ્યો છે. એવા લોકોને આર્થિક મદદ મળે. તેમને એક નવી પોલીસી લઇને અમે આવી રહ્યા છીએ. તથા મને વિશ્વાસ છે કે ભારતમાં યુવાનોની જે તાકાત છે, તે તાકાત એક ખૂબ જ મોટો ફેરફાર છે.

આ બધી તમામ ચીજોમાં તમે જોયું હશે કે આપણે સશક્તિકરણ પર બળ આપી રહ્યા છીએ. કાયદા સરળીકરણ પણ થાય, એનાથી સશક્તિકરણ થાય છે, આર્થિક વ્યવસ્થાઓ સુવિધાઓ હોય, તેનાથી પણ સશક્તિકરણ થાય છે.

વૈશ્વિક અર્થતંત્રના સંબંધમાં ક્યાં ટકી શકે છે? તેના માટે શું સપોર્ટ સિસ્ટમ હોવી જોઇએ, તેની પણ બ‌ળ આપવું જોઇએ આ ચીજો છે જેના કારણે આજે આપણા દેશમાં આપણે કામને સુવિધાજનક બનાવ્યું છે. જેવું મેં શરૂમાં કહ્યું હતું, તમને હેરાની થશે.

પાર્લામેન્ટ ચાલે છે કે નથી ચાલતી. હવે ચર્ચા તમારા લોકોની મુશ્કેલી છે, તમારા વિષય, તમારો વેપાર તો છે જ ને. પરંતુ આ વખતે સંસદ ન ચાલવાથી એક વાતની તરફ ધ્યાન જતું નથી. એક એવો કાયદો લટકીને પડ્યો છે તથા આજે સાંભળવામાં પણ તમને એમ લાગશે કે ભાઇ આ કામ ન થવું જોઇએ શું. અમે એક કાયદો લાવ્યા છીએ. જેમાં ગરીબ વ્યક્તિ જે નોકરી કરે છે, તેના સંબંધમાં છે. જો તેની મહિનાની સાત હજારથી પણ ઓછી આવક છે, તો તે બોનસનો હકદાર છે તથા 3500 રૂપિયા સુધીનું તેને બોનસ મળે છે. અમે કાયદામાં ફેરફાર લાવ્યા ન્યૂનત્તમ 7000ની જગ્યાએ 21000 કરી દેવામાં આવે. મહિનાની તેની આવક ન્યૂનત્તમ 21000 આવક છે. તો તે બોનસનો હકદાર બનવો જોઇએ. જે અત્યારે 7000 છે અને ત્રીજું 3500 બોનસની વાત છે તેને 7000 કરી દેવામાં આવે. સીધું સીધું ગરીબના હિતનું કામ છે કે નહીં ? પરંતુ આજે મારે દુખની સાથે કહેવું પડે છે કે સંસદ ચાલી નથી રહી, ગરીબનો હક અટકી પડ્યો છે.

પરંતુ ચર્ચા શું થાય છે જીએસટી તથા સંસદ. અરે ભાઇ જીએસટીનું જે થશે, તમામ મળીને જે ભારતનું ભાગ્ય નક્કી થશે કે થશે. પરંતુ ગરીબોનું શું ? સામાન્ય માનવીનું શું? અને એટલા માટે અમે સંસંદ ચલાવવા માટે, તેમના માટે, કહી રહ્યા છીએ. લોકતંત્રમાં સંસદથી મોટી કઇ જગ્યા હોય છે જ્યાં વાદ – વિવાદ, સંવાદ, વિરોધ તમામ હોઇ શકે છે. પરંતુ અમે તે સંસ્થાને જ નકારી દઇશું તો પછી તો લોકતંત્ર પર સવાલ ઊભો થશે અને એટલા માટે હું આજે જ્યારે દૈનિક જાગરણમાં જે વિષયોના મૂળ લઇને તમે ચાલ્યા છો એની પર વાત કરી રહ્યો છું તો લોકતંત્રનું મંદિર અમારી સંસદ છે, તેની ગરીમા તથા સમાન્ય માનવના હિતોના કામને ફટાફટ નિર્ણય કરતા આગળ વધારવું. આ દેશ માટે ખૂબ જ આવશ્યક છે. તેને આપણે કેવી રીતે ગતિ આપીએ. કેવી રીતે બળ અાપીએ તથા તેને આપણે કેવી રીતે પરિણામકારી બનાવીએ ? બાકી તો હું સરકારની વિકાસ યાત્રાના ઘણા મુદ્દા કહી શકું છું પરંતુ હું આજ તેને છોડી રહ્યો છું ખૂબ જ થઇ ગયું.

ખૂબ – ખૂબ ધન્યવાદ.

J.Khunt/GP