Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જળ સંસાધન પ્રબંધન તેમજ વિકાસ સહયોગના ક્ષેત્રમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે સહમતિ પત્રને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે જળ સંસાધનના પ્રબંધન તેમજ વિકાસ સહયોગના ક્ષેત્રમાં ભારત અને ઈઝરાયલની વચ્ચે સહમતિ પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા પર પોતાની મંજૂરી આપી દીધી છે.

દ્વિપક્ષીય સહયોગ દ્વારા જળના કુશળ ઉપયોગ સાથે જોડાયેલ તકનીકો, સૂક્ષ્મ સિંચાઈ, અપશિષ્ટ જળની રિસાઈક્લિંગ/પુનઃ ઉપયોગ, વિલવણીકરણ, જળભૃત પુનર્ભરણ અને નજીકના ક્ષેત્રોમાં જળ સંરક્ષણ સાથે જોડાયેલ તકનીકોને મજબૂત બનાવવું સંભવ થઈ શકશે, જેથી બંને દેશોને ફાયદો થશે.

ભારત જળ સંસાધનના પ્રબંધન તેમજ વિકાસ સહયોગના ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયા, રવાંડા, કંબોડિયા, ઈરાન, ઈરાક, ફિઝી, ચીન અને બહરીનની સાથે પહેલેથી જ સમજૂતી થઈ ચૂકી છે.

UM/AP/J.Khunt/GP