Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

“જનજાતિ ગૌરવ દિવસ અને આદિવાસી સમુદાયના વિકાસ માટે સંકલ્પ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વની અભિવ્યક્તિ એ ‘પંચ પ્રાણ’ની ઊર્જાનો એક ભાગ છે”

“જનજાતિ ગૌરવ દિવસ અને આદિવાસી સમુદાયના વિકાસ માટે સંકલ્પ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વની અભિવ્યક્તિ એ ‘પંચ પ્રાણ’ની ઊર્જાનો એક ભાગ છે”


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે પંચ પ્રાણની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. “જનજાતિ ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમુદાયના વિકાસ માટેનો સંકલ્પ ર્જાનો એક ભાગ છે,એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રી આજે એક વીડિયો સંદેશ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે 15 નવેમ્બર આદિવાસી પરંપરાની ઉજવણી કરવાનો દિવસ છે કારણ કે ભગવાન બિરસા મુંડા માત્ર આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના હીરો હતા પરંતુ આપણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાના વાહક હતા.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમુદાયના યોગદાનને યાદ કર્યું અને મુખ્ય આદિવાસી ચળવળો અને સ્વતંત્રતા માટેના યુદ્ધોને યાદ કર્યા. તેમણે તિલક માંઝીની આગેવાની હેઠળના દમીન સંગ્રામ, બુધુ ભગતના નેતૃત્વમાં લરકા ચળવળ, સિદ્ધુકાન્હુ ક્રાંતિ, તાના ભગત ચળવળ, વેગડા ભીલ ચળવળ, નાયકડા ચળવળ, સંત જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયક, લીમડી દાહોદ યુદ્ધ, માનગઢના ગોવિંદ ગુરુજી અને અલ્લુરી સીતારામ રાજુ હેઠળ રામપા ચળવળને યાદ રી..

પ્રધાનમંત્રીએ આદિવાસીઓના યોગદાનને સ્વીકારવા અને તેની ઉજવણી કરવાના પગલાંની સૂચિબદ્ધ કરી. તેમણે દેશના વિવિધ ભાગોમાં આદિવાસી સંગ્રહાલયો અને જન ધન, ગોબરધન, વન ધન, સ્વસહાય જૂથો, સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, માતૃત્વ વંદના યોજના, ગ્રામીણ સડક યોજના, મોબાઇલ કનેક્ટિવિટી, એકલવ્ય શાળાઓ, MSP જેવી યોજનાઓ વિશે વાત કરી. 90 ટકા સુધીની વન પેદાશો માટે, સિકલસેલ એનિમિયા, આદિવાસી સંશોધન સંસ્થાઓ, મફત કોરોના રસી અને મિશન ઇન્દ્રધનુષથી આદિવાસી સમુદાયને ઘણો ફાયદો થયો છે.

પ્રધાનમંત્રીએ આદિવાસી સમાજના બહાદુરી, સામુદાયિક જીવન અને સમાવેશ પર પ્રકાશ પાડ્યો હતો. ભારતે ભવ્ય વારસામાંથી શીખીને તેના ભવિષ્યને આકાર આપવો પડશે. મને ખાતરી છે કે જનજાતિ ગૌરવ દિવસ માટે એક તક અને માધ્યમ બનશે, એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com