અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
અમે BIMSTECનાં ત્રીજા શિખર સંમેલનનાં જાહેરનામા (ને પી તો, 4 માર્ચ, 2014) અને BIMSTEC લીડર્સ રીટ્રિટ આઉટકમ ડોક્યુમેન્ટ (ગોવા, 16 ડિસેમ્બર, 2016)ને યાદ કરીએ છીએ.
બંગાળની ખાડીનાં વિસ્તારને શાંતિપૂર્ણ, સમૃદ્ધ બનાવવાની અમારી કટિબદ્ધતાઓ પર ભાર મૂકીને તેમજ અમારાં સહિયારો પ્રયાસો મારફતે અમારી સહિયારી ક્ષમતાઓનું નિર્માણ કરીને સ્થાયી વિકાસ કરવા ભાર મૂકીએ છીએ;
ભૌગોલિક નિકટતા, પ્રચૂર કુદરતી સંસાધનો અને માનવ સંસાધનો, સમૃદ્ધ ઐતિહાસિક જોડાણો અને સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનાં વિવિધ દેશો વચ્ચે સહકાર સ્થાપિત કરી શકાય એ માટેનાં મુખ્ય ક્ષેત્રોની ઓળખ કરીને એને પ્રોત્સાહન આપવાની પુષ્કળ સંભવિતતા જોઈએ છીએ;
વિકાસલક્ષી ઉદ્દેશોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે ગરીબી નાબૂદ કરવી મોટો પ્રાદેશિક પડકાર છે અને સ્થાયી વિકાસ માટે એજેન્ડા 2030નાં અમલીકરણ માટે સંયુક્તપણે કામ કરવા માટે દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. BIMSTECનાં સભ્ય દેશોનાં અર્થતંત્રો અને સમાજની અંદર આંતરજોડાણો અને આંતરનિર્ભરતા વધારવાની જરૂરિયાત સ્વીકારીએ છીએ, જે પ્રાદેશિક સહકાર વધારવાની પુષ્કળ તકો પ્રદાન કરે છે;
બહુપરિમાણિય જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ, જે આપણાં વિસ્તારમાં જોડાણનાં માળખામાં સંકલનને પ્રોત્સાહન આપે છે, જે સહિયારી સમૃદ્ધિ માટે આર્થિક સંકલનનું મુખ્ય પરિબળ છે;
વિસ્તારમાં આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પરિબળોમાંનાં એક પરિબળ તરીકે વેપાર અને રોકાણનાં મહત્ત્વને ધ્યાનમાં લે છે.
આ વિસ્તારમાં ઓછા વિકસિત અને જમીનથી ઘેરાયેલા વિકાસશીલ દેશોની વિશેષ જરૂરિયાતો અને સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીએ છીએ તેમજ તેમની વિકાસલક્ષી પ્રક્રિયામાં અર્થસભર સાથસહકાર પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ;
આતંકવાદ અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે મોટું જોખમ છે એ સ્વીકારીએ છીએ, જેમાં BIMSTECનાં દેશો સામેલ છે. અમે ભાર મૂકીએ છીએ કે આતંકવાદનો સામનો કરવા અને બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધો જેવા પડકારો ઉકેલવા સ્થાયી પ્રયાસો અને સહકારની તથા વિસ્તૃત અભિગમની જરૂર છે, જેમાં સભ્ય દેશોની સક્રિય ભાગીદારી અને જોડાણ સંકળાયેલ છે;
BIMSTECને ગતિશીલ, અસરકારક અને પરિણામલક્ષી પ્રાદેશિક સંસ્થા બનાવવા દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, જેથી અર્થપૂર્ણ સહકાર અને ગાઢ સંકલન મારફતે બંગાળની ખાડીમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થાયીત્વને પ્રોત્સાહન મળે;
વાજબી, ઉચિત, નિયમ-આધારિત, સમાન અને પારદર્શક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટેની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ તથા કેન્દ્રીય અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે બહુપક્ષીયવાદમાં વિશ્વાસ પ્રતિપાદિત કરીએ છીએ;
BIMSTEC હેઠળ પ્રાદેશિક સહકારની પ્રક્રિયાને અસરકારક રીતે સંચાલિત કરવા મજબૂત સંસ્થાકીય વ્યવસ્થાનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ;
શિખર સંમેલનનાં નિર્ણયોને ભૂટાનની વચગાળાની સરકારનાં મુખ્ય સલાહકાર દ્વારા ભાગીદારી અને સંમતિ તથા લોકમતને આધારે એનાં પરિણામી દસ્તાવેજોની નોંધ લઈએ છીએ, કારણ કે આ આગામી ચૂંટાનાર સરકારની સ્વીકાર્યતાને આધિન છે;
એટલે અમે સંકલ્પ લઇએ છીએ કે:
સંસ્થાકીય સુધારા
ચોથી BIMSTEC સમિટ જાહેરાતનો અનુબંધ
વિભાગ અનુસાર સમીક્ષા
ગરીબી નિવારણ
પરિવહન અને સંચાર (જોડાણ)
વેપાર અને રોકાણ
આતંકવાદનો સામનો અને પાર-દેશીય અપરાધ
પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન
જળવાયું પરિવર્તન
ઊર્જા
ટેકનોલોજી
કૃષિ
મત્સ્ય ઉદ્યોગ
જાહેર આરોગ્ય
લોકોનો લોકો સાથેનો સંબંધ
સાંસ્કૃતિક સહયોગ
પ્રવાસન
પર્વતીય અર્થવ્યવસ્થા
વાદળી અર્થવ્યવસ્થા
RP
PM @narendramodi with other leaders during the BIMSTEC retreat in Kathmandu. pic.twitter.com/3wDFqylp8Z
— PMO India (@PMOIndia) August 31, 2018
Wonderful discussions and exchange of ideas on strengthening BIMSTEC during the retreat of leaders in Kathmandu this morning. pic.twitter.com/tQpPVVfpTt
— Narendra Modi (@narendramodi) August 31, 2018