Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પી પ્રધાનમંત્રીને મળ્યા


ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ભારતને અપાર ગૌરવ અપાવવા બદલ તેણીની પ્રશંસા કરતા શ્રી મોદીએ ટીપ્પણી કરી કે તેણીની તીક્ષ્ણ બુદ્ધિ અને અતૂટ નિશ્ચય સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

X પર કોનેરુ હમ્પીની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

કોનેરુ હમ્પી અને તેના પરિવારને મળીને આનંદ થયો. તેણી રમતગમતની આઇકોન છે અને મહત્વાકાંક્ષી ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેણીની તીક્ષ્ણ બુદ્ધિ અને અતૂટ નિશ્ચય સ્પષ્ટપણે દેખાય છે. તે માત્ર ભારત માટે અપાર ગૌરવ જ નથી લાવ્યા પરંતુ શ્રેષ્ઠતા શું છે તેની પુનઃ વ્યાખ્યા પણ કરી છે.

AP/IJ/GP/JD