ચેક રિપબ્લિકનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્ડ્રેજ બાબીસ 17–19 જાન્યુઆરી, 2019 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ વેપાર અને ઉદ્યોગ મંત્રી શ્રીમતી માર્ટા નોવાકોવા અને વિશાળ વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ સાથે આવ્યા છે. પ્રધાનમંત્રી બાબીસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચેક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ સમિટમાં ચેક રિપબ્લિક ભાગીદાર દેશ છે.
પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી બાબીસે 18 જાન્યુઆરીનાં રોજ સમિટની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેમા દ્વિપક્ષીય સંબંધોનાં સંપૂર્ણ ક્ષેત્રને આવરી લીધા છે, જેમાં વાટાઘાટ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક દ્રષ્ટિએ પારસ્પરિક હિતનાં મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.
પ્રધાનમંત્રી મોદીનાં વિઝનરી લીડરશિપની પ્રશંસા કરીને ચેકનાં પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ તથા દ્વિપક્ષીય વેપાર અને રોકાણનાં સંબંધોને વધારવા માટે મોટી તકોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી બાબીસે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચેક રિપબ્લિકમાં ભારતનાં રાષ્ટ્રપતિની મુલાકાતને યાદ કરી હતી, જેમાં દ્વિપક્ષી સંબંધો માટે કેટલાક સમજૂતી કરારો થયા હતા.
ચેક રિપબ્લિક હેવી મશીનરી અને સચોટ એન્જિનીયરિંગમાં અત્યાધુનિક ઉત્પાદન ટેકનોલોજીઓ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ ચેકની કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે ભારતીય બજારમાં રહેલી પ્રચૂર તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યુ હતુ, ખાસ કરીને સંરક્ષણ, ઓટોમોટિવ અને રેલવે ક્ષેત્રમાં.
ચેક પ્રધાનમંત્રીએ તેની પ્રતિષ્ઠિત સંશોધન અને વિકાસ પરિષદ માટે ભારતીય વિજ્ઞાનીનાં નોમિનેશનને આવકાર આપ્યો હતો. આ પરિષદમાં કેટલાક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંશોધકો સામેલ છે અને એનુ નેતૃત્વ પ્રધાનમંત્રી પોતે કરે છે.
બંને પ્રધાનમંત્રીએ ગાઢ દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી અને બંને દેશો વચ્ચેનાં સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવા પર્યાપ્ત પગલા લેવાનો નિર્ણય કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી બાબીસ 19 જાન્યુઆરીનાં રોજ ભારતના પ્રધાનમંત્રીને મળશે. તેઓ પૂણેમાં કાર્યરત કેટલીક ચેક કંપનીઓની મુલાકાત પણ લેશે અને પૂણેમાં સિમ્બાયોસિસ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર યુરોપિયન સ્ટડીઝનું ઉદઘાટન કરશે.
RP
Mr. Andrej Babiš, the Prime Minister of the Czech Republic and I held wide-ranging talks in Gandhinagar. His presence at the Vibrant Gujarat Summit is a great gesture. We discussed bilateral cooperation in defence, transportation and manufacturing. pic.twitter.com/ttVYVcc5Ca
— Narendra Modi (@narendramodi) January 18, 2019