ચીનનાં સ્ટેટ કાઉન્સિલર અને સંરક્ષણ મંત્રી જનરલ વેંઈ ફેંગ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
પ્રધાનમંત્રી મોદીએ તમામ ક્ષેત્રોમાં ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ-સ્તરીય સંપર્કની વૃદ્ધિની પ્રશંસા કરી હતી, જેમાં સંરક્ષણ અને લશ્કરી આદાન-પ્રદાનોનાં ક્ષેત્રો સામેલ છે.
પ્રધાનમંત્રીએ દુનિયામાં સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે ભારત અને ચીન વચ્ચેનાં સંબંધોને ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ સંવેદનશીલતા અને પરિપક્વતાની નિશાની છે, જે સૂચવે છે કે ભારત અને ચીન મતભેદોનું નિવારણ કરવા પ્રયાસ કરે છે, તેમાં વિવાદ ઊભો થવા દેતા નથી.
પ્રધાનમંત્રી મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તાજેતરમાં યોજાયેલી વુહાન, ક્વિન્ગદાઓ અને જોહનિસબર્ગની બેઠકોની સ્મૃતિ વાગોળી હતી.
*****
RP
Gen. Wei Fenghe, State Councillor and Defence Minister of China calls on PM @narendramodi. https://t.co/HKsrgtuad2
— PMO India (@PMOIndia) August 21, 2018
via NaMo App pic.twitter.com/Q39wnP0nYS