Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચતુષ્પક્ષીય નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનના પ્રારંભે પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

ચતુષ્પક્ષીય નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનના પ્રારંભે પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ


આદરણીય મહાનુભાવો,
રાષ્ટ્રપ્રમુખ બાઇડેન,
પ્રધાનમંત્રી મોરીસન અને
પ્રધાનમંત્રી સુગા,

મિત્રોની વચ્ચે આવીને ઘણો આનંદ થયો!

આ પહેલ હાથ ધરવા બદલ હું રાષ્ટ્રપ્રમુખ બાઇડેનનો આભાર વ્યક્ત કરું છું.

મહાનુભાવો,

આપણે સૌ, આપણા લોકશાહી મૂલ્યો તેમજ મુક્ત, મોકળા અને સર્વ સમાવેશી ઇન્ડો-પેસિફિક માટે આપણી કટિબદ્ધતા દ્વારા એકજૂથ છીએ.

આપણા આજના એજન્ડામાં આવરી લીધેલા મુદ્દા – રસી, આબોહવા પરિવર્તન અને ઉભરતી ટેકનોલોજી- ક્વાડને વૈશ્વિક ભલાઇનું બળ બનાવે છે.

આ સકારાત્મક દૂરંદેશીને હું ભારતની પ્રાચીન વિચારધારા વસુધૈવ કુટુંબકમ્ તરીકે જોઉં છું, જેનો અર્થ છે, આખું જગત એક પરિવાર છે.

આપણા સહિયારા મૂલ્યોને આગળ ધપાવવા માટે અને સુરક્ષિત, સ્થિર તેમજ સમૃદ્ધ ઇન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવા માટે આપણે અભૂતપૂર્વ રીતે સાથે મળીને, નીકટતાથી કામ કરીશું.

આજની શિખર બેઠક બતાવે છે કે, ક્વાડ યુગનો સમય આવ્યો છે.

તે હવે આ પ્રદેશમાં સ્થિરતા માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહેશે.
આપનો આભાર.