Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચંદિગઢ ખાતેના કેપિટોલ કોમ્પ્લેક્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વખતે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલું સંબોધન (21-6-2016)

ચંદિગઢ ખાતેના કેપિટોલ કોમ્પ્લેક્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વખતે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલું સંબોધન (21-6-2016)

ચંદિગઢ ખાતેના કેપિટોલ કોમ્પ્લેક્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વખતે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલું સંબોધન (21-6-2016)


અત્યારે દેશના દરેક ખૂણે યોગના કાર્યક્રમથી લોકો જોડાયેલા છે અને વિશ્વના તમામ દેશ પોતપોતાના સમયની સુવિધા અનુસાર આ કાર્યક્રમની સાથે જોડાયેલા છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભારતના અનુરોધ પર ગયા વર્ષે તેનો શુભારંભ થયો હતો. 21 જૂનની તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી છે કે એક પ્રકારે વિશ્વના એક મોટાભાગમાં આજનો દિવસ સૌથી લાંબો દિવસ હોય છે અને એક પ્રકારે સૂર્યથી નજીક થવાનું આ પર્વ હોય છે અને તેને ધ્યાનમાં રાખતા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વનું સમર્થન મળ્યું, વિકસીત દેશ હોય, વિકાસશીલ દેશ હોય, સમાજના દરેક તબક્કાનું સમર્થન મળ્યું છે.

જોકે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઘણા એવા આંતરરાષ્ટ્રીય દિવસો મનાવવામાં આવે છે. હું તમામનો ઉલ્લેખ કરતો નથી પરંતુ કદાચ યુનાઇટેડ નેશન્સ દ્વારા મનાવામાં આવેલા આટલા બધા દિવસોમાં કોઇ દિવસ જન આંદોલન બની ગયું હોય…. વિશ્વના દરેક ખૂણામાં તેને સમર્થન અને સ્વીકૃતિ પ્રાપ્ત થઇ હોય, કદાચ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બરાબરી કોઇ બીજો દિવસ કરી શકતો નથી એ પણ એક જ વર્ષની અંદર- અંદર.

આંતરરાષ્ટ્રીય અનેક કાર્યક્રમો થાય છે. યુએન દ્વારા વર્લ્ડ કેન્સર ડે થાય છે, વર્લ્ડ હેલ્થ થાય છે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે થાય છે, વર્લ્ડ એજ ડે થાય છે, બીજા અનેક ડે ઉજવાય છે. આરોગ્યને લઇને પણ અનેક, દિવસ યુએન દ્વારા મનાવવામાં આવે છે પરંતુ આનો સીધો સંબંધ આરોગ્ય સાથે તો છે જ, શારીરિક – માનસિક – સામાજિક તંદુરસ્તી સાથે સંબંધ છે, તે યોગ આજે આટલા વિશાળ સ્તર પર જન સામાન્યનું આંદોલન બન્યું છે અને હું સમજું છું કે આ અમારા પૂર્વજોએ, આપણને જે વિરાસત આપી છે, આ વિરાસતની તાકાત શું છે ? આ વિરાસતની ઓળખાણ શું છે ? એનો પરિચય કરાવે છે.

ક્યારેક – ક્યારેક તો હું કહું છું કે યોગાસન એક પ્રકારથી જીવન અનુશાસનનું પણ અભિષ્ઠાન બની જાય છે. ક્યારેક – ક્યારેક લોકો તેને સમજવામાં તેમની ક્ષમતાની કમીના કારણે સમગ્ર રીતે સમજી શકતા નથી. ક્યારેક – ક્યારેક લોકોને લાગે છે કે યોગાથી શું મળશે ? આ સમગ્ર વિજ્ઞાન લેવા – આપવા માટેનું છે જ નહીં. યોગ, શું મળશે, એના માટે નથી, યોગ, હું શું છોડી શકીશ, હું શું આપી શકીશ, હું કેટલી કેટલી વસ્તુઓતી મુક્ત થઇ શકીશ, આ મુક્તિનો માર્ગ છે, મેળવવાનો માર્ગ નથી.

તમામ સંપ્રદાય, ધર્મ, ભક્તિ, પૂજા – પાઠ, તે એ વાત પણ જોર આપે છે કે મૃત્યુ બાદ આ લોકમાંથી નીકળીને બીજા લોકમાં જશો તો તમને શું પ્રાપ્ત થશે. તમે જો આ પ્રકારે પૂજા – પદ્ધતિ કરશો, ઇશ્વરની સાધના – આરાધના કરશો તો તમને પરલોકમાં આ મળશે. યોગ પરલોક માટે નથી. મૃત્યુ બાદ શું મળશે, તેનો રસ્તો યોગ દેખાડતો નથી અને એટલા માટે આ ધાર્મિક કર્મકાંડ નથી. યોગ આ લોકમાં તમારા મનને શાંતિ કેવી રીતે મળશે, શરીરને સ્વસ્થતા કેવી રીતે મળશે, સમાજમાં એકસૂત્રતા કેવી રીતે બની રહેશે, તેની તાકાત દર્શાવે છે. આ પરલોકનું વિજ્ઞાન નથી, આ લોકનું વિજ્ઞાન છે. આ જન્મમાં શું મળશે , તેનું વિજ્ઞાન છે.

યોગના સંબંધમાં શરીર, મન, બુદ્ધિ, આત્મા તે એક જ સાથે કામ કરે, તેની એક ટ્રેનિંગ યોગ દ્વારા થાય છે. આપણે આપણી તરફ જોઇએ તો આપણે જોયું હશે કે આપણે ચાલીએ કે ના ચાલીએ, આપણે સ્ફૂર્તિલા હોઇએ કે આળસું હોઇએ, થાકેલા હોઇએ કે ઉર્જાવાન હોઇએ, આપણું શરીર કંઇ પણ હોઇ શકે છે, ઢીલું, એવું જ. ચલો છોડો યાર, ક્યાં જઇશું ત્યાં, બેસો. પરંતુ મન, મન ક્યારેય સ્થિર નથી રહેતું. તે ચારેય તરફ ચક્કર લગાવે છે, અહીં બેઠા હોય અને તમને અમૃતસર યાદ આવી જાય તો ત્યાં જતું રહેશે. આનંદપુર સાહેબ યાદ આવશે તો ત્યાં જતું રહેશે, મુંબઇ યાદ આવશે તો ત્યાં જતું રહેશે, કોઇ મિત્ર યાદ આવ્યો તો તેની પાસે મન જતું રહેશે. મન અસ્થિર હોય છે, શરીર સ્થિર હોય છે. આ યોગ છે જે આપણને શીખવે છે, મનને સ્થિર કેવી રીતે કરવાનું અને શરીરને ગતિવાન કેવી રીતે બનાવવું. એટલે કે આપણી મૂળભૂત પ્રકૃતિમાં પરિવર્તન લાવવાનું કામ યોગ દ્વારા થાય છે જેનાથી મનની સ્થિરતાની ટ્રેનિંગ થાય અને શરીરને ગતિશીલતાની ટ્રેનિંગ મળે અને જો એ બેલેન્સ થઇ જાય તો જીવનમાં ઇશ્વર પ્રદત્ત, આ જો આપણું શરીર છે તે આપણા તમામ સંકલ્પોની પૂર્તિ માટે ઉત્તમ માધ્યમ બની શકે છે.

આ અર્થમાં યોગ આસ્તિક માટે પણ છે, યોગ નાસ્તિક માટે પણ છે. શૂન્ય બજેટથી દુનિયામાં ક્યાંય પણ આરોગ્ય વિમો થતો નથી પરંતુ યોગ એવું છે જે શૂન્ય બજેટથી આરોગ્યની ખાતરી આપે છે. યોગને અમીર – ગરીબનો ભેદ નથી. વિદ્વાન – અનપઢનો ભેદ નથી. ગરીબથી ગરીબ વ્યક્તિ પણ, અમીરથી અમીર વ્યક્તિ પણ યોગ આસાનીથી કરી શકે છે. કોઇ ચીજની જરૂર નથી. એક હાથ ફેલાવવા માટે ક્યાંય જગ્યા મળી જાય, તે યોગ કરી શકે છે અને પોતાના તન – મનને તંદુરસ્ત રાખી શકે છે. ભારત જેવા ગરીબ દેશ, દુનિયાના ગરીબ દેશ, વિકસતા દેશ, તેમના આરોગ્યનું બજેટ જે નિવારક આરોગ્ય સંભાળ પર ભાર આપવામાં આવે તો ઘણું બચાવી પણ શકાય છે અને આ કામમાં ઉપયોગમાં પણ લાવી શકાય છે અને એટલા માટે નિવારક આરોગ્ય સંભાળના જેટલા ઉપાય છે, તેમાં યોગ એક સરળ, સસ્તો અને દરેક કોઇને ઉપલબ્ધ એવો માર્ગ છે .

યોગને જીવન સાથે જોડવું જરૂરી છે. ઘણા લોકો હશે, જો આજે જલદી ઉઠી ગયા હશે તો બની શકે છે કે ટીવી પર જુએ અથવા દિવસભરમાં ટીવી પર તેમને આ કાર્યક્રમ જોવાની તક મળે. હું વિશ્વભરના લોકોને પ્રાર્થના કરું છું, તમે પોતાને માટે, પોતાની સાથે જોડાઇ રહેવા માટે, પોતાને જાણવા માટે, પોતાની ક્ષમતા વધારવા માટે હું તમને આગ્રહ કરું છું કે, રાહ ન જુઓ. આ જીવનમાં યોગને જીવનનો ભાગ બનાવી દો. જે પ્રકારથી આજે મોબાઇલ ફોન તમારા જીવનનો ભાગ બની ગયું છે, એટલી જ સરળતાથી તમે યોગને પોતાના જીવનનો ભાગ બનાવી શકો છો. કોઇ મુશ્કેલ કામ નથી, તેને સરળતા તરફ લઇ જવાની જરૂર છે.

ક્યારેક – ક્યારેક આપણે લોકો યોગના સંબંધમાં જ્યારે ચર્ચા કરીએ છીએ, ત્યારે બ્રાઝિલમાં એક ધર્મ મિત્ર યોગી થઇ ગયા. તેમનો દાવો હતો કે યોગના 1008 આસન હોય છે, 1008 અને તેમણે પ્રયત્ન કરીને 908 આસનોની તો ફોટોગ્રાફી કરી હતી, તે ક્રિયાઓની. બ્રાઝિલમાં જન્મ્યા હતા, યોગને સમર્પિત હતા. દુનિયાના દરેક ભૂ – ભાગમાં આજે યોગ પ્રતિષ્ઠાનો વિષય બન્યું છે અને જ્યારે યોગનું આકર્ષણ હોય, યોગની પ્રતિષ્ઠા હોય, ત્યારે જે મહાપુરુષોએ, ઋષિઓએ, મુનિઓએ, આપણને આ વિજ્ઞાન આપ્યું છે, આપણી જવાબદારી બને છે કે તેને યોગ્ય સ્વરૂપમાં આપણે વિશ્વ સુધી પહોંચાડીએ. આપણે આપણી ક્ષમતાનું નિર્માણ કરીએ. ભારતથી ઉત્તમમાં ઉત્તમ યોગ શિક્ષકો તૈયાર થાય.

અત્યારે ભારત સરકારની ગુણવત્તા માટે જે પરિષદ હોય છે, ગુણવત્તા પરિષદ, તેણે યોગની ટ્રેનિંગ કેવી રીતે થાય, યોગના ટ્રેનર કેવા હોય, તેના અમુક માપદંડો નક્કી કરવાની દિશામાં કામ કર્યું છે. ભારત સરકારે WHO ની સાથે મળીને સમગ્ર વિશ્વમાં યોગના પ્રોટોકોલ શું હોય, વૈજ્ઞાનિક રીતો કેવી હોય, તેની પર કામ પ્રારંભ કર્યો છે. દેશભરમાં યોગને પ્રોત્સાહન આપવા માટે વ્યવસ્થા કેવી હોય, વિશ્વમાં યોગનું સાચું રૂપ કેવી રીતે પહોંચે એ તેની જે શુદ્ધતા છે, તેને જાળવી રાખવાની દિશામાં શું કામ થઇ શકે ? તેની પર કામ થઇ રહ્યું છે. નવા – નવા સંસાધનોની પણ જરૂરિયાત છે.

તમે જોયું હશે, આજકાલ મોટા મોટા શહેરોમાં, જે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ હોય છે, તે સગર્ભા મહિલાને ગર્ભ દરમિયાન યોગા કરવા માટે આગ્રહ કરે છે, યોગા ટ્રેનરની પાસે મોકલે છે, જેથી પ્રસૂતિ દરમિયાન તેને તે સૌથી વધારે મદદરૂપ થાય છે, યોગિક ક્રિયાઓ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ – જેમ સમય વિતે છે, જેવી જરૂરિયાતો હોય છે, સંશોધન કરીને તેમાં ફેરફાર લાવવો એ જરૂરી હોય છે.

આપણે ખૂબ જ વ્યસ્ત થઇ ગયા છીએ. પોતાની સાથે, પોતાને જોડી શકતા નથી કે નથી પોતાની સાથે જીવી શકતા. આપણે પોતાનાથી જ દૂર થઇ ગયા છીએ. યોગ અને અન્ય કોઇ સાથે જોડાય કે ન જોડાય, પોતાને પોતાની સાથે જોડે છે. એટલા માટે આપણા માટે શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ચેતનાનું કેન્દ્ર બિન્દુ બની ગયું છે. શારીરિક સ્વસ્થતા આપે છે, આધ્યાત્મિક અનુભૂતિ માટે માર્ગ બની શકે છે અને સમાજની સાથે સમતુલિત વ્યવહાર કરવાની દિશામાં શિક્ષા આપે છે એટલા માટે હું ઇચ્છીશ કે આ યોગને વિવાદોમાં નાંખ્યા વગર, જનસામાન્યની ભલાઇ માટે અને આ લોકની સેવા માટે, પરલોકની સેવા માટે નથી. પરલોક માટે સંપ્રદાય છે, ધર્મ છે, પરંપરા છે, ગુરુ મહારાજ છે, ઘણું બધું છે. યોગ આ લોક માટે, ક્ષમતા વધારવા માટે છે એટલા માટે આપણે પોતાને યોગ સાથે જોડીએ, તમામ લોકો પોતાને યોગને સમર્પિત નથી કરી શકતા પરંતુ પોતાની સાથે જોડાવા માટે યોગની સાથે જોડાવવાનો એક ઉત્તમ માર્ગ છે. મને વિશ્વાસ છે કે આપણે આ દિશામાં આગળ વધીશું.

આજે યોગ વિશ્વમાં એક મોટો આર્થિક કારોબાર પણ બની રહ્યો છે. સમગ્ર વિશ્વમાં એક ખૂબ જ મોટા વ્યવસાયના રૂપમાં વિકસીત થઇ રહ્યો છે. દુનિયામાં યોગના ટ્રેનરની માગ વધી રહી છે. દુનિયાના દરેક દેશમાં માગ વધી રહી છે. યુવાનો માટે રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવાની પણ સંભાવનાઓ વધી રહી છે. અબજો – ખર્વોનો કારોબાર આજે યોગ નામની વ્યવસ્થાની સાથે વિકસીત થઇ રહ્યો છે. દુનિયામાં ઘણા દેશ એવા છે કે જ્યાં ટીવી ચેનલ 100 ટકા યોગ માટે સમર્પિત હોય. એવી ટીવી ચેનલ ચાલે છે. એક મોટા કારોબારના રૂપમાં પણ તે વિકસીત થઇ રહ્યું છે.

આજે આપણે દરેક પ્રકારથી યોગ કરીએ છીએ. હું યોગ સાથે જોડાયેલા તમામ મહાનુભાવો પાસેથી આજે આ સાર્વજનિક મંચથી એક પ્રાર્થના કરવા માગુ છું. આ મારી વિનંતી છે. શું આવતા વર્ષે આપણે યોગ દિવસ મનાવીશું, આ જે એક વર્ષ છે, એક વર્ષ દરમિયાન આપણે યોગ માટે, જે પણ કરી શકીએ તે કરીએ. પરંતુ શું એક વિષય પર ધ્યાન આપી શકીએ કે કેમ ? અને તે મારો વિષય છે મધુમેહ, ડાયાબિટીસ. ડાયાબિટીસ અને યોગ. યોગની દુનિયામાં તમામ લોકો, જે પણ જ્ઞાન તેમની પાસે છે, પદ્ધતિઓ તેમની પાસે છે, વર્ષભર યોગની બાકી ચીજો તો ચાલશે પરંતુ આ મુખ્ય હશે. ભારતમાં ડાયાબિટીસની સંખ્યા વધી રહી છે. યોગ દ્વારા ડાયાબિટીસથી મુક્તિ મળે કે ન મળે તેને કંટ્રોલ કરી શકાય છે. આપણે સામાન્ય વ્યક્તિને ડાયબિટિસની સ્થિતિમાં ક્યા યોગિક ઉપાયો છે, તે શીખવવાનું જન આંદોલન ઉભું કરી શકીએ કે કેમ ? દેશમાં ડાયાબિટીસના કારણે થનારી પરેશાનીઓથી આપણે અમુક ટકા લોકોને પણ મુક્તિ અપાવીશું તો યોગ આ વર્ષની સફળતામાં, આગામી વર્ષે કોઇ બીજી બીમારી લઇશું. પરંતુ હું ઇચ્છું છું કે આ ઉત્તમ સ્વાસ્થ્ય માટે ક્યાં પણ કોઇ બીમારીને પણ આપણે નક્કી કરીએ અને એક વર્ષ માટે તે બીમારી પકડીને આંદોલન ચલાવીએ.

બીજું, યોગ. આ બીમારીથી મુક્તિનો માર્ગ નથી. યોગ. તે કલ્યાણની ગેરન્ટી છે. આ ફક્ત ફિટનેસ નથી, આ કલ્યાણની ગેરન્ટી છે અને એટલા માટે અમે કલ્યાણ પર પણ. જો જીવનને એક સર્વગ્રાહી વિકાસ તરફ લઇ જવું છે, તો આ તેનો ઉત્તમ માર્ગ છે.

આજે જ્યારે આંતરરાષ્ટ્રીય યોગનું બીજું વર્ષ છે. ભારતે વિશ્વને આ અનમોલ વિરાસત આપી છે. વિશ્વએ આજે પોતપોતાની રીતે તેનો સ્વીકાર કર્યો છે. એવા સમયે ભારત સરકાર તરફથી હું આજે બે એવોર્ડની જાહેરાત કરવા જઇ રહ્યો છું. આગામી વર્ષે જ્યારે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે, ત્યારે ભારત તરફથી આ બે એવોર્ડ માટે પસંદગી થશે. તેમને એવોર્ડ તે જ દિવસે સમારંભમાં આપવામાં આવશે. એક આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગ માટે ઉત્તમ કામ થઇ રહ્યું હોય, તેમના માટે એવોર્ડ. બીજું, ભારતમાં હિન્દુસ્તાનની અંદર, યોગ માટે જે ઉત્તમ કામ થતું હશે, તેમના માટે એવોર્ડ. એક આંતરરાષ્ટ્રીય યોગ એવોર્ડ, એક રાષ્ટ્રીય યોગ એવોર્ડ.

વ્યક્તિ, સંસ્થા, દરેક કોઇ એમાં જોડાઇ શકે છે. તેની જે નિષ્ણાત સમિતિ હશે, તે એના નિયમ બનાવશે, તેની રીતો બનાવશે, પંચ નક્કી કરશે પરંતુ વિશ્વભરમાં જે પ્રકારથી અનેક – અનેક ગ્લોબલ એવોર્ડની વાહવાહી થાય છે, યાદ થાય છે, તેનું મહાત્મ્ય માનવામાં આવે છે. હિન્દુસ્તાન ઇચ્છે છે કે ભારત, વિશ્વના લોકો જે યોગથી જોડાયેલા છે તેમને સન્માનિત કરે. હિન્દુસ્તાનમાં જે યોગ માટે કામ કરી રહ્યા છે તેમને સમર્પિત કરે અને આ પરંપરા આપણે આગળ વધારીએ. ધીરે – ધીરે એને રાજ્ય અને જિલ્લા સ્તર સુધી આપણે લઇ જઇ શકીએ છીએ તો એ દિશામાં આપણે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

હું ફરીથી એક વખત સમગ્ર વિશ્વનું, ભારતની આ મહાન વિરાસતને સન્માનિત કરવા માટે, સ્વીકારવા માટે ભારતની આ મહાન પરંપરા સાથે જોડાવવા માટે હું હ્દયથી વિશ્વનો આભાર વ્યક્ત કરું છું. હું યુએનનો આભાર વ્યક્ત કરું છું, હું દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું. હું યોગ ગુરુઓનો આભાર વ્યક્ત કરું છું. હું યોગની સાથે સમર્પિત તમામ પેઢીના લોકોનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ પરંપરાને જાળવી રાખી છે અને આજે પણ પૂર્ણ સમર્પણ ભાવની સાથે યોગની પરંપરાને આગળ વધારી રહ્યા છે અને જેવું મેં કહ્યું હતું જે શૂન્ય બજેટવાળી આ આરોગ્યની ખાતરી છે, તેને આપણે એક નવી તાકાત આપીએ, નવી ઉર્જા આપીએ, નવી પ્રેરણા આપીએ.

હું યોગ સાથે જોડાયેલા તમામ, આજે આ ચંદિગઢની ધરતી પર, હું હાલમાં બાદલ સાહેબને પૂછી રહ્યો હતો કે આ પરિસરનો આટલો ઉત્તમ ઉપયોગ આ પહેલા ક્યારેય થયો છે કે શું ? હું અહીં પહેલા આવતો હતો. હું ચંદીગઢમાં રહેતો હતો, લગભગ પાંચ વર્ષ હું અહીં રહ્યો છું તો હું આ બધી ચીજોથી સારો એવો પરિચીત હતો, તો જ્યારે ચંદિગઢમાં આ કાર્યક્રમ કરવાની વાત આવી. મેં કહ્યું હતું કે આનાથી સારી જગ્યા, ઉત્તમ પરિસર બીજું કોઇ ન હોઇ શકે અને આજે આ પરિસરનો ઉત્તમ ઉપયોગ જોઇને મનને ખૂબ જ આનંદ થઇ રહ્યો છે કે હજારોની સંખ્યામાં યોગની સાથે જોડાયેલા લોકોને જોઇને મનને ઘણી પ્રસન્નતા થાય છે અને સમગ્ર વિશ્વ તેની સાથે જોડાઇ રહ્યું છે, એ પોતાનામાં જ એક ગર્વની વાત છે. હું ફરીથી એક વખત આ મહાન પરંપરાને પ્રમાણ કરતા, ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા, ખૂબ – ખૂબ ધન્યવાદ કરું છું.

AP/J.Khunt/GP