Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગ્લોબલ મોબિલિટી સમિટ – મૂવ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગ્લોબલ મોબિલિટી સમિટનું ઉદઘાટન કર્યું હતું.

સમિટને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા, માળખાકિય સુવિધાઓ, યુવાનોને લગતી બાબતો અને અન્ય બીજા અનેક ક્ષેત્રોમાં ભારત ગતિશીલ બન્યું છે, ગતિશીલતા એ અર્થતંત્રને ચલાવવા માટેની મુખ્ય ચાવી છે, તે આર્થિક વિકાસને આગળ વધારી શકે છે અને રોજગારીની તકોનું નિર્માણ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ 7 ‘સી’ના આધારે ભારતમાં મોબિલિટીના ભવિષ્યની રૂપરેખા પણ પ્રસ્તુત કરી હતી. આ 7 આત ‘સી’ એટલે કોમન, કનેક્ટેડ, કન્વીનિયન્ટ, કન્જેશન ફ્રિ, ચાર્જ્ડ, ક્લિન અને કટિંગ એજ (Common, Connected, Convenient, Congestion-free, Charged, Clean and Cutting-edge) છે.

પ્રધાનમંત્રીના સંબોધનનો સંપૂર્ણ મૂળપાઠ નીચે મુજબ છે:

“મહાનુભવો,

સમગ્ર વિશ્વમાંથી આવેલા નામાંકિત પ્રતિનિધિઓ,

દેવીઓ અને સજ્જનો.

ગ્લોબલ મોબિલિટી સમિટમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.

મૂવ (MOVE) – આ સમિટનું નામ જ આજના ભારતના જુસ્સાને પ્રગટ કરે છે. ખરેખર ભારત અત્યારે ગતિમાન છે.

આપણું અર્થતંત્ર ગતિમાન છે. આપણે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી ગતિ કરી રહેલા મુખ્ય અર્થતંત્રોમાંના એક છીએ.

આપણા શહેરો અને નગરો ગતિમાન છે. આપણે 100 સ્માર્ટ શહેરોનું નિર્માણ કરી રહ્યા છીએ.

આપણી માળખાકિય સુવિધાઓ પણ ગતિમાન છે. આપણે રસ્તાઓ, હવાઈમથકો, રેલવે લાઈન અને બંદરોનું તીવ્ર ગતિએ નિર્માણ કરી રહ્યા છીએ.

આપણી ચીજવસ્તુઓ ગતિમાન છે. વસ્તુ અને સેવા કરે આપણી પુરવઠા શ્રુંખલા અને વેરહાઉસ નેટવર્કને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરી છે.

આપણા સુધારાઓ ગતિમાન છે. આપણે વેપાર કરવા માટે ભારતને એક વધુ સુગમ સ્થાન બનાવ્યું છે.

આપણું જીવન ગતિમાન છે. પરિવારો ઘરો, શૌચાલયો, ધુમાડા મુક્ત એલપીજી સીલીન્ડર, બેંકમાં ખાતાઓ છે અને લોકો લોન મેળવી રહ્યા છે.

આપણા યુવાનો ગતિમાન છે. આપણે વિશ્વના સ્ટાર્ટ અપ હબ તરીકે સૌથી વધુ ઝડપે વિકસી રહ્યા છીએ. ભારત નવી ઊર્જા, આવશ્યકતા અનુસાર હેતુ સાથે આગળ વધી રહ્યું છે.

મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ કે ગતિશીલતા એ માનવતાની પ્રગતિ માટેની મુખ્ય ચાવી છે.

વિશ્વ હવે નવી ગતિશીલતાની ક્રાંતિના મધ્યમાં છે. આથી ગતિશીલતાને એક બહોળા નિર્માણ તરીકે સમજવી ખૂબ મહત્વપૂર્ણ છે.

ગતિશીલતા એ અર્થતંત્રમાં મુખ્ય સંચાલક પરિબળ છે. વધુ સારી ગતિશીલતા એ પ્રવાસ અને પરિવહનના બોજને ઘટાડે છે. તે પહેલેથી જ રોજગારીનું એક મોટું પરિબળ છે અને રોજગારી માટેની નવી પેઢીનું નિર્માણ કરી શકે છે.

ગતિશીલતા એ શહેરીકરણમાં કેન્દ્રીય છે. અંગત મોટરકાર વાહનોને હંમેશા નવા માર્ગો, પાર્કિંગ અને ટ્રાફિક માળખાગત બાંધકામની જરૂર પડે છે.

ગતિશીલતા ‘જીવન જીવવાની સરળતા’માં મુખ્ય પરિબળ છે. વાસ્તવમાં એ પ્રત્યેક વ્યક્તિને આવરી લે છે: શાળા અને નોકરીએ જવા માટે લાગતા સમયમાં, ટ્રાફિકની સમસ્યાથી થતી હતાશામાં, પરિજનોને મળવા જવામાં અને માલસામાનની હેરફેરમાં લાગતા ખર્ચમાં, જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવામાં, આપણા બાળકો જે હવાને શ્વાસમાં લે છે તે હવાની ગુણવત્તામાં, પ્રવાસની અંદર સુરક્ષાની આસપાસ રહેલી ચિંતામાં.

ગતિશીલતા એ આપણા ગ્રહને સાચવવા માટેની ખૂબ ગંભીર બાબત છે. માર્ગ પરિવહન વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પાંચમો ભાગ ધરાવે છે. જેના પરિણામે શહેરોમાં ગૂંગળામણનો અને વૈશ્વિક તાપમાન વધવાનો ભય રહે છે.

અત્યારે એક એવી મોબિલિટી ઇકો સીસ્ટમનું નિર્માણ કરવું જરૂરી છે કે જે પ્રકૃતિ સાથે સામંજસ્ય ધરાવતી હોય.

જળવાયુ પરિવર્તન વિરુદ્ધની લડાઈમાં ગતિશીલતા આગામી પડાવ છે. વધુ સારી ગતિશીલતા એ વધુ સારી નોકરીઓ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની ગુણવત્તામાં સુધારો પૂરો પાડી શકે છે. તે ખર્ચને ઘટાડી શકે છે, આર્થિક પ્રવૃતિને વિસ્તરી શકે છે અને ગ્રહને સાચવી શકે છે. આમ, મોબિલિટી ક્ષેત્ર વધુ બહોળા જાહેર પરિણામોને અસર કરે છે.

ગતિશીલતા, ખાસ કરીને ગતિશીલતાનું ડિજિટાઈઝેશન એ વ્યાપક પરિણામ લાવી શકે છે. તેની અંદર નવીનીકરણ માટે વધુ ક્ષમતા રહેલી છે અને તે એક જુદી જ ગતિની સ્થાપના કરી રહ્યું છે.

વર્તમાન સમયમાં લોકો તેમના ફોન વડે ટેક્સી મંગાવી રહ્યા છે, શહેરોમાં સાયકલો શેર કરી રહ્યા છે, બસો સ્વચ્છ ઊર્જા વડે ચાલી રહી છે અને કાર ઇલેક્ટ્રિક બની રહી છે.

ભારતમાં અમે ગતિશીલતા પર ભાર મૂકી રહ્યા છીએ. અમે ધોરીમાર્ગોના નિર્માણ માટેની ઝડપને બમણી કરી છે.
અમે અમારા ગ્રામીણ માર્ગ નિર્માણ કાર્યક્રમને પુનઃકાર્યાન્વિત કર્યો છે. અમે બળતણને અનુકુળ અને સ્વચ્છ બળતણવાળા વાહનોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે પછાત ક્ષેત્રોમાં સસ્તા હવાઈ જોડાણોનો વિકાસ કર્યો છે. અમે હજારો નવા હવાઈમાર્ગો પર સંચાલન શરુ કરી રહ્યા છીએ.

અમે રેલ અને રસ્તા જેવા પરંપરાગત માધ્યમો ઉપરાંત જળમાર્ગો પર ભાર મૂકી રહ્યા છીએ.

અમે અમારા શહેરોમાં ઘરો, શાળાઓ અને ઑફિસોના સ્થાનોને ચોકસાઈથી નક્કી કરીને પરિવહનનો ઓછો કરી રહ્યા છીએ.

અમે ડેટા સંચાલિત ઇન્ટરવેન્શન પણ શરુ કર્યા છે જેવા કે ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ.

આમ છતાં અમારે પદયાત્રીઓ અને સાયકલચાલકોની સુરક્ષા અને તેમની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને પણ તેમને પ્રોત્સાહિત કરવા માટેના પગલાઓ લેવાની જરૂર છે.

મિત્રો,

ઝડપથી બદલાઈ રહેલા ગતિશીલતાના પરિદ્રશ્યમાં ભારતની કેટલીક અંતર્નિહિત શક્તિઓ અને તુલનાત્મક ફાયદાઓ પણ છે. અમારી શરૂઆત નવી છે અને અમારી પાસે ગતિશીલતાની એક એવી વિરાસત પણ નથી જેમાં સંસાધનોને ધ્યાનમાં રાખવામાં ન આવ્યા હોય.

અમારી પાસે અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં વ્યક્તિદીઠ વાહનો ઓછા છે આથી અમે એવી અન્ય અર્થવ્યવસ્થાઓના પાછલા અનુભવોને ન ચલાવી શકીએ જે ખાનગી કારના સ્વામિત્વની મદદથી નિર્મિત થયેલા છે. આ શિખર સંમેલન વડે અમને એકદમ નવા અને સમાવેશી મોબિલિટી મિશ્રિત નેટવર્કને સ્થાપિત કરવાનો અવસર મળશે.

ટેકનોલોજીના ક્ષેત્રમાં અમારી ક્ષમતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બીગ ડેટા, ડિજિટલ પેમેન્ટ અને ઈન્ટરનેટ સક્ષમ પારસ્પરિક અર્થવ્યવસ્થામાં નિહિત છે. આ તત્વ મોબિલિટીના વૈશ્વિક ભવિષ્યના સંચાલક છે.

ઓળખાણની અમારી અનોખી યોજના, આધાર અને ભારતની જનસંખ્યાને ડિજિટલ યુગમાં લાવવા માટે એક સુગમ સોફ્ટવેર મંચ તૈયાર કરવાની મહત્વાકાંક્ષી પરિયોજનાએ વિસ્તૃત સાર્વજનિક ડિજિટલ સંરચના તૈયાર કરી છે. તેણે અમારા 850 મિલિયન નાગરિકોને ડિજિટલ રૂપે અધિકાર સંપન્ન બનાવ્યા છે. ભારત બતાવી શકે છે કે કેવી રીતે આવી ડિજિટલ સંરચનાને નવા મોબિલિટીના વ્યવસાય સાથે જોડી શકાય તેમ છે.

નવીનીકરણીય ઊર્જાનું મહત્વ એ બાબત સુનિશ્ચિત કરે છે કે ઇલેક્ટ્રિક મોબિલિટી દ્વારા પર્યાવરણ સંબંધી લાભ સંપૂર્ણપણે પ્રાપ્ત કરવામાં આવે. અમે 2022 સુધીમાં નવીનીકરણ યોગ્ય સંસાધનો વડે 175 ગીગાવૉટ ઊર્જા પ્રાપ્ત કરવાની યોજના બનાવી છે. અમે પહેલેથી જ વિશ્વમાં સૌર ઊર્જાનો પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ છીએ. અમે નવીનીકરણીય ઊર્જાનો છઠ્ઠો સૌથી મોટો ઉત્પાદક દેશ પણ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી વૈશ્વવિક સ્તર પર સૌર ઊર્જાની ભલામણ કરી છે.

અમારી પાસે ઝડપથી વિકસતા ઉત્પાદન ક્ષેત્રનો આધાર છે, ખાસ કરીને ઓટોમોટિવ ક્ષેત્રોમાં.

અમારી પાસે મોટી સંખ્યામાં ડિજિટલ સાક્ષરતા ધરાવતા યુવાનો છે. તે ભવિષ્યને મજબુત બનાવવા માટે લાખો શિક્ષિત મસ્તિષ્ક, કુશળ હાથ અને આકાંક્ષાપૂર્ણ સ્વપ્ન પ્રદાન કરે છે.

આથી મને ખાતરી છે કે ભારત વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાન પર સ્થિત છે જે મોબિલિટી અર્થવ્યવસ્થામાં પહેલું પુરોગામી હશે.

ભારતમાં મોબિલિટીના ભવિષ્ય માટે મારી કલ્પના 7 ‘સી’ પર આધારિત છે – કોમન, કનેક્ટેડ, કન્વીનીયન્ટ, કન્જેશન ફ્રિ, ચાર્જ્ડ, ક્લીન અને કટિંગ એજ. (Common, Connected, Convenient, Congestion-free, Charged, Clean and Cutting-edge)

1. કોમન – જાહેર વાહનવ્યવહાર આપણી મોબિલિટીની પહેલનો આધાર હોવો જોઈએ. ડિજિટલાઈઝેશન વડે તૈયાર કરવામાં આવેલ નવા બિઝનેસ મોડલ વર્તમાન સમયમાં ફરી નવું ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. બિગ ડેટાની મદદથી આપણે જરૂરિયાતો અનુસાર સ્માર્ટ નિર્ણયો લેવા માટે સક્ષમ છીએ.

આપણું ધ્યાન કારથી આગળ અન્ય વાહનો જેવા કે સ્કુટર અને રીક્ષા તરફ કેન્દ્રિત થવું જોઈએ. વિકાસશીલ દેશોનો મોટો ભાગ મોબિલિટી માટે આ વાહનો પર નિર્ભર છે.

2. કનેક્ટેડ મોબિલિટીમાં ભૌગોલિક દ્રષ્ટિની સાથે-સાથે પરિવહનની રીતભાતોને જોડવામાં આવે છે. ઈન્ટરનેટ સક્ષમ જોડવામાં આવેલી પારસ્પરિક અર્થવ્યસ્થા મોબિલિટીના આધારના રૂપમાં ઉભરી રહી છે.

આપણે ખાનગી વાહનોના ઉપયોગમાં સુધારો લાવવા માટે વાહનોનું પુલિંગ અને અન્ય નવી ટેકનોલોજીને લગતા સમાધાનોની સંપૂર્ણ સંભાવના જોવી જોઈએ. ગામડાના લોકો સરળતાથી અને ઝડપથી પોતાના ઉત્પાદનો શહેરોમાં પહોંચાડવા સક્ષમ બનવા જોઇએ.

3. કન્વિનિયન્ટમોબિલિટીનો અર્થ છે સુરક્ષિત, સસ્તી અને સમાજના તમામ વર્ગોની માટે સુગમ્ય. તેમાં વડીલો, મહિલાઓ અને ખાસ કરીને સક્ષમ વ્યક્તિઓ સામેલ છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂરીયાત છે કે ખાનગી વાહનો વડે યાત્રાને બદલે સાર્વજનિક પરિવહનને પ્રાથમિકતા આપવામાં આવે.

4. કન્જેશન ફ્રિ મોબિલિટી ભીડભાડને આર્થિક અને પર્યાવરણ સંબંધી ખર્ચ પર અંકુશ લગાવવા માટે મહત્વપૂર્ણ છે. આથી નેટવર્કની ખામીઓને દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ. તેનાથી ટ્રાફિક જામ ઓછો થશે અને લોકોને યાત્રાના સમયે થતો તણાવ ઓછો થશે. તેનાથી સંચાલન તંત્ર અને માલસામાનની હેરફેરમાં વધુ ગતિ આવશે.

5. ચાર્જ્ડ મોબિલિટી એ આગળ વધવાનો રસ્તો છે. અમે બેટરીઓથી લઈને સ્માર્ટ ચાર્જીંગ અને ઇલેક્ટ્રિક વાહન નિર્માણની મૂલ્ય શ્રુંખલામાં રોકાણ કરવા માગીએ છે. ભારતના મોટા વ્યાપારીઓ હવે બેટરી ટેકનોલોજી વિકસિત કરવા માગે છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન અંતરિક્ષમાં સેટેલાઈટના સંચાલન માટે વધુ સારી બેટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે. અન્ય સંસ્થાનો ઇલેક્ટ્રિક કાર માટે વાજબી ભાવે સક્ષમ બેટરી સિસ્ટમ વિકસિત કરવા માટે ઈસરો સાથે ભાગીદારી કરી શકે છે. અમે ભારતને ઇલેક્ટ્રિક વાહનોના ચાલક તરીકે નિર્માણ કરવા માગીએ છીએ.

અમે ખૂબ જલ્દીથી ઇલેક્ટ્રિક અને અન્ય વૈકલ્પિક બળતણના વાહનો માટે સ્થાયી નીતિ વ્યવસ્થા બનાવીશું. નીતિઓ બધા માટે સારી બનશે અને ઓટોમેટીવ ક્ષેત્રમાં અસંખ્ય અવસર પ્રદાન કરશે.

6. સ્વચ્છ ઊર્જા પ્રેરિત સ્વચ્છ મોબિલિટી જળવાયુ પરિવર્તન સામે અમારી લડાઈમાં સૌથી વધુ શક્તિશાળી હથિયાર છે. તેનો અર્થ એ છે કે પ્રદુષણ મુક્ત સ્વચ્છ વાતાવરણથી હવા સ્વચ્છ થાય છે અને તે આપણને લોકોને વધુ સારો જીવન માનાંક પ્રદાન કરે છે.

આપણે ‘ક્લિન કિલોમીટર’ના વિચારને અપનાવવો જોઈએ. તેને જૈવઇંધણ ઇલેક્ટ્રિક અથવા સૌર ચાર્જિંગથી પ્રાપ્ત કરી શકાય તેમ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન નવીનીકરણીણ ઊર્જામાં આપણા રોકાણને પુરક બનાવી શકે છે.

આપણે તેમાં જે પણ જરૂર છે તે કરતા રહીશું કારણ કે આ વિરાસત પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા છે અને આવનારી પેઢીઓ માટે આપણી વાયદો છે.

7. કટિંગ એજ: મોબિલિટી પોતાના શરૂઆતના દિવસોમાં ઈન્ટરનેટની જેવી છે. એ કટિંગ એજ છે. ગયા અઠવાડીયાઓમાં ‘મૂવ હેક’ અને ‘પીચ ટુ મૂવ’ જેવા કાર્યોક્રમોનું આયોજન એ બાબત દર્શાવે છે કે કેવી રીતે યુવા મગજ સર્જનાત્મક સમાધાનોની સાથે આગળ વધી રહ્યું છે.

ઉદ્યમીઓએ મોબિલિટી ક્ષેત્રને ઇનોવેશન માટેની અપાર સંભાવનાઓ ધરાવતા ક્ષેત્રના રૂપમાં જોવું જોઈએ. આ એવું ક્ષેત્ર છે, જ્યાં નવીનીકરણ લોકના ભલા માટે સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદરૂપ થઈ શકે છે.

મિત્રો,

મને વિશ્વાસ છે કે ‘મોબિલિટી રિવોલ્યુશન’ આપણા વૃદ્ધિ અને વિકાસમાં સહાયક છે, જ્યારે ભારત મોબિલિટી પરિવર્તન કરે છે, તો તેનો લાભ માનવતાના પાંચમાં ભાગને મળે છે. અન્ય લોકોને પુનરાવર્તન કરવા માટે આ સફળતાની ભવ્યા ગાથા બની જાય છે.

ચાલો આપણે વિશ્વને ગ્રહણ કરવા માટે એક નમુનો તૈયાર કરીએ.

અંતમાં, ભારતના યુવાનોને હું અપીલ કરુ છું.

મારા યુવાનો, ડાયનામિક મિત્રો, તામારા માટે ઇનોવેશનના નવા યુગનું નેતૃત્વ કરવા માટેનો આ અવસર છે. આ ભવિષ્ય છે. આ એ ક્ષેત્ર છે જેમાં ડોક્ટરથી લઈને એન્જિનિયર અને મિકેનિક સુધી બધાને સમાવી લે છે. આપણે આ ક્રાંતિને ઝડપથી અપનાવી લેવી જોઈએ અને આપણી શક્તિઓનો લાભ ઉઠાવીને પોતાના અને બીજાને માટે મોબિલિટી ઇનોવેશન ઇકોસિસ્ટમની આગેવાની કરવી જોઈએ.

આજે અહિં એકત્ર થયેલા પ્રતિભા અને ટેકનોલોજીમાં ભારત અને વિશ્વ માટે પરિવર્તનકારી મોબિલિટી તૈયાર કરવાની ક્ષમતા છે. આ બદલાવ ‘કેરીંગ ફોર અવર વર્લ્ડ’ અને ‘શેરીંગ વિથ અધર્સ’ના વિચાર પર આધારિત હશે.

આપણા પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે –

ॐ सह नाववतु

सह नौ भुनक्तु

सह वीर्यं करवावहै

तेजस्वि ना वधीतमस्तु मा विद्विषावहै

તેનો અર્થ થાય છે કે;

આપણે સૌ સુરક્ષિત રહીએ,

આપણે સૌ પોષિત રહીએ

આપણે સાથે મળીને ભરપૂર ઊર્જા સાથે કામ કરીએ

આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને,

મિત્રો,

હું આશાવાદી છું કે આપણે સાથે મળીને શું કરી શકીએ તેમ છીએ.

આ સમિટ માત્ર એક પ્રારંભ છે, આવો આપણે સૌ આગળ વધીએ.

આભાર,

ખૂબ-ખૂબ આભાર!

RP