Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગોરખપુર,ઉત્તરપ્રદેશમાં ગોરખપુર મંદિર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગોરખપુર,ઉત્તરપ્રદેશમાં ગોરખપુર મંદિર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગોરખપુર,ઉત્તરપ્રદેશમાં ગોરખપુર મંદિર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


અહીં ઉપસ્થિત સૌ પ્રાતઃસ્મરણીય આદરણીય ગુરૂજન, સંતજન અને સૌ ભાવિક ભક્તો,

આ મારૂં સદભાગ્ય છે કે આજે આપણા સૌના પ્રેરણા- પુરુષ અવૈદ્યનાથજી મહારાજજીની પ્રતિમાનું અનાવરણ કરવા નિમિત્તે, આપ સૌના આશીર્વાદ મેળવવાની મને તક મળી. આ ધરતી એક વિશેષ ધરતી છે. બુદ્ધ હોય, મહાવીર હોય, કબીર હોય દરેકનો આની સાથે કોઈ ને કોઈ સ્વરૂપે અતૂટ સંબંધ રહ્યો છે. ગોરક્શનાથ એક મહાન પરંપરા છે, જે માત્ર વ્યક્તિની પ્રગતિ જ નહીં, પરંતુ વ્યક્તિની પ્રગતિની સાથે સાથે સમાજની પણ પ્રગતિ, એ મહાન લક્ષ્યને લઈને એક પરંપરા ચાલી.

ઘણીવાર સમાજમાં પરંપરાઓનો જ્યારે લાંબો સમય થઈ જાય છે, તો ધીરે ધીરે તેમાં કેટલીક ખામીઓ આવવાનું શરૂ થઈ જાય છે, કેટલીક મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે પરંપરાના આદર્શોનું, નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે તો, એ પરંપરાઓને પરિસ્થિતિઓના દબાણથી મુક્ત રાખી શકાય છે. હું ગોરક્શનાથ દ્વારા પ્રારંભ થયેલી આ પરંપરામાં હું…કારણ કે જ્યારે હું ગુજરાતમાં હતો ત્યાં પણ ઘણા બધા સ્થાન છે, ક્યારેક અવૈદ્યનાથજીની સાથે એકવાર હું બેઠો હતો, રાજનીતિમાં આવતા પહેલા મારો એમની સાથે સંપર્ક હતો. આ સંપૂર્ણ વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે થાય છે, નીતિનિયમોનું પાલન કેવી રીતે થાય છે આ પરંપરામાંથી નીકળેલા સંત ક્યાંય પણ હોય, તેની સંપૂર્ણ માહિતી કેવી રીતે રાખી શકાય છે, તેને કોઈ આર્થિક મુશ્કેલી હોય તો તેને કેવી રીતે સહાય પહોંચાડવામાં આવે છે અને આયોજન પદ્ધતિમાં કેવી વ્યવસ્થા છે, એ મેં ક્યારેક મહંતજી પાસેથી સાંભળ્યું હતું અને એ પરંપરાને આજે પણ જાળવી રાખી છે. તેથી, આ ગાદી પર જે જે લોકોને સેવા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, તેમાં સૌનું એક ઉત્તમથી ઉત્તમ યોગદાન રહ્યું છે. અને તેમાં અવૈદ્યનાથજી એ, પછી તે આઝાદીની લડાઈ હોય કે પછી તે આઝાદી પછી સમાજના પુનર્નિર્માણનું કામ હોય લોકશાહી માળખામાં બેસીને તીર્થસ્થાનના માધ્યમથી પણ સામાજિક ચેતનાને કેવી રીતે જગાડી શકાય છે અને બદલાયેલી પરિસ્થિતિનો લાભ, સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય છે તે પાસાને જોતા તેમણે પોતાના જીવનમાં આ એક પરિમાણને પણ જોડી દીધું હતું, જેને આજે યોગીજી પણ આગળ વધારી રહ્યા છે.

ક્યારેક ક્યારેક બહાર બહુ જ ભ્રમણાઓ પણ રહે છે. પરંતુ આપણે જોયું છે કે આપણા દેશમાં જેટલી પણ સંત પરંપરાઓ છે, જેટલી પણ અલગ – અલગ પ્રકારની મઠ વ્યવસ્થાઓ છે,અખાડાઓ છે, જેટલી પણ પરંપરાઓ છે સૌ માં એક સમાન વાત છે. ક્યારે પણ કોઈ ગરીબ વ્યક્તિ, ક્યારેય પણ કોઈ ભૂખી વ્યક્તિ, તેમના દરવાજેથી ક્યારેય પણ જમ્યા વગર પાછી ફરતી નથી.પોતાની પાસે કંઈ હોય કે ના હોય, સંત કોઈ ઝૂંપડીમાં બેઠા હશે ,પરંતુ પ્રથમ પ્રશ્ન એ જ પૂછશે કે પ્રસાદ લઈને જશો કે? આ એક મહાન પરંપરા સમાજ પ્રત્યેની સંવેદનામાંથી પ્રકટ થાય છે અને એ જ પરંપરા જે સમાજ પ્રત્યે ભક્તિ શીખવાડે છે, જે સમાજનું કલ્યાણ કરવા માટે વ્યવસ્થાઓને આહવાહન કરે છે. એ જ વ્યવસ્થાઓ ચિરંજીવી રહે છે.

આપણા દેશમાં, દરેક વ્યવસ્થામાં સમયાનુકૂળ પરિવર્તન થયું છે. દરેક પરિવર્તનને સ્વીકાર્યો છે, જ્યાં વિજ્ઞાનની જરૂર પડી વિજ્ઞાનનો સ્વીકાર કર્યો છે. જ્યાં સામાજિક વિચારમાં પરિવર્તનની જરૂર પડી તેને પણ બદલ્યો છે અને આજે તો મેં જોયું છે, ઘણા સંતોને જેઓ ક્યારેક આધ્યાત્મિક, ધાર્મિક કાર્યોમાં લાગ્યા રહેતા હતા, પરંતુ આજે સ્વચ્છતાના અભિયાન સાથે પણ પોતાને જોડે છે અને સ્વચ્છતાના કામ સારા થાય તેના માટે સમય આપી રહ્યા છે. મેં એવા સંતો વિશે પણ જાણ્યું છે, જેઓ ટોઈલેટ બનાવવાનું અભિયાન ચલાવે છે. પોતાના ભક્તોને કહે છે શૌચાલય બનાવો. માતા બહેનોનું સન્માન જળવાય, ગૌરવથી જીવન જીવે આ કામ કરો. ઘણા એવા સંતોને જોયા છે જેઓ નેત્રમણીના ઓપરેશન માટે કેમ્પ લગાવે છે અને ગરીબથી ગરીબ વ્યક્તિને નેત્રમણીના ઓપરેશન માટે, જે કંઈ સહાય થાય તે કરે છે. ઘણા સંતોને જોયા છે જેઓ પશુના આરોગ્ય માટે પોતાને સમર્પિત કરી દે છે. પશુ નિરોગી રહે તે માટે પોતાનું જીવન લગાવી દે છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, સેવા હોય, દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક, કોઈને કોઈ સ્વરૂપે આપણી આ સંત પરંપરા આજે જોડાયેલી છે. અને સમયની માગ છે દેશને લાખો સંત, હજારો પરંપરાઓ, સેંકડો મઠ વ્યવસ્થાઓ, ભારતને આધુનિક બનાવવામાં, ભારતને સંપન્ન બનાવવામાં, ભારતના જન-જનમાં ઉત્તમ સંસ્કારોની સાથે સમર્પણ ભાવ જગાડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરી શકે છે, અને ઘણા બધા નિભાવી પણ રહ્યા છે અને આજ વાત છે કે જે દેશના ભવિષ્ય માટે એક શ્રેષ્ઠ શક્તિના સ્વરૂપે ઉભરી આવે છે.

મહંત અવૈદ્યનાથજી સંપૂર્ણ સમય સમાજના સુખ દુઃખની ચર્ચા કરતા હતા, ચિંતા કર્યા કરતા હતા, તેમાંથી માર્ગ શોધવાનો પ્રયત્ન કરતા હતા, અને જે કોઈ સારૂં કરે તેમને પ્રોત્સાહન આપવું, તેમને પુરસ્કૃત કરવા અને સારા કાર્યોમાં પરોવી રાખવા, આ તેમનું જીવનભરનું કાર્ય રહ્યું હતું. આજે મારૂં સદભાગ્ય છે કે તેમની પ્રતિમાનું અનાવરણ થયું. મને પણ પુષ્પાંજલિનું સદભાગ્ય મળ્યું અને આ ઘરતીને જે તપસ્યાની ધરતી છે, અખંડ જ્યોતિની ધરતી છે, અવિરત સત્કર્મો કરનારાઓને પુરસ્કૃત કરનારી ધરતી છે એ ધરતીને નમન કરતા, આપ સૌને પ્રણામ કરતા હું મારી વાણીને વિરામ આપું છું.

ખુબ ખુબ આભાર.

TR