પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે નીચે મુજબની મંજૂરીઓ આપી છે :
આ હેતુ માટે ભારત સરકાર તરફથી ચાલુ વર્ષ અને તે પછીનાં 3 નાણાંકિય વર્ષ માટે રૂ. 41,600 કરોડનુ ભંડોળ પૂરૂ પાડવામાં આવશે. મંત્રીમંડળે આ યોજના જાહેરાત થયાની તારીખથી તા. 31-10 2020સુધી અથવા તો જીઈસીએલ હેઠળ રૂ. 3 લાખ કરોડનુ ધિરાણ મંજૂર કરવામાં આવે ત્યાં સુધી, બંનેમાંથી જે સમય વહેલો હોય ત્યાં સુધી, જીઈસીએલ સુવિધા હેઠળ ફાળવવામાં આવતાં તમામ ધિરાણોને લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.
વિગત:
ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS) ની રચના કોરોના વાયરસ મહામારી અને તે પછી લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે માઈક્રો, લઘુ અને મધ્યમ કદના ધિરાણ લેનારા (MSME) ક્ષેત્રનાં એકમો માટે ઉભી થયેલી અત્યંત વિપરીત સ્થિતિ સામેના ચોકકસ પગલા તરીકે કરવામાં આવી છે.
આ યોજનાનો ઉદ્દેશ સંપૂર્ણ ગેરંટી ધરાવતી ઈમરજન્સી ક્રેડીટલાઈન પૂરી પાડીને રૂ. 3 લાખ કરોડનુ વધારાનુ ભંડોળ પૂરૂ પાડીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમોની હાલાકી દૂર કરવાનો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સભ્ય ધિરાણ સંસ્થાઓને એટલે કે બેંકો, નાણાં સંસ્થાઓ (NBFCs) તથા નોન બેંકીગ ફાયનાન્સિયલ સંસ્થાઓને એમએસએમઈ ક્ષેત્ર સુધીની પહોંચ વધારવા તથા કોરોના વાયરસ મહામારીને કારમે ઉભી થયેલી હાડમારીને કારણે કટોકટીની પરિસ્થિતિમાં તેમને જીઈસીએલ ફંડીગમાંથી ધિરાણ લેનાર તરફથી જો કોઈ પણ પ્રકારે ચૂકવણી નહી થવાને કારણે જો ખોટ થાય તો વધારાની ભંડોળની સુવિધા પૂરી પાડીને પ્રોત્સાહન પૂરૂ પાડવાનો છે.
યોજનાનાં વિવિધ પાસાંમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.-
અમલીકરણનો કાર્યક્રમ :
આ યોજના જાહેર થયાની તારીખથી તા. 31-10- 2020 સુધીના ગાળામાં મંજૂર કરવામાં આવેલાં તમામ ધિરાણોને અથવા તો રૂ. 3 લાખ કરોડનુ ભંડોળ પૂરૂ થાય ત્યાં સુધી, બંનેમાંથી જે સમય વહેલો હોય ત્યાં સુધી લાગુ કરવામાં આવશે.
અસર :
આ યોજના કોરોના વાયરસ મહામારી અને તેને કારણે થયેલા લૉકડાઉન સામેના ચોકકસ પ્રતિભાવ તરીકે ઘડી કાઢવામાં આવી છે. આ મહામારીથી સૂક્ષ્, લઘુ અને મધ્યમ કદનાં ઉત્પાદન એકમો ઉપરાંત આ ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓને માઠી અસર થઈ હતી તે કારણે આ નિર્ણય લેવાયો છે. માઈક્રો, લઘુ અને મધ્યમ કદનાં એકમો દેશના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને રોજગારી આપે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના સભ્ય સંસ્થાઓને જેની ખૂબ જ જરૂર હતી તેવી રાહત પૂરી પાડશે અને તેમની એકમો અને બિઝનેસ ફરીથી ચાલુ કરીને તેના સંચાલનની જવાબદારી ચાલુ રાખવામાં હાલમાં ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં સહયોગ પૂરો પાડશે. આ યોજના અર્થતંત્રને હકારાત્મક અસર કરીને તેને બેઠુ કરવામાં સહાયક પૂરવાર થશે તેવી અપેક્ષા છે.
GP/DS