Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુવાહાટીમાં 12માં દક્ષિણ એશિયાઈ ખેલોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગુવાહાટીમાં 12માં દક્ષિણ એશિયાઈ ખેલોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગુવાહાટીમાં 12માં દક્ષિણ એશિયાઈ ખેલોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગુવાહાટીમાં 12માં દક્ષિણ એશિયાઈ ખેલોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


હું સાર્ક દેશોના ભાઈઓ અને બહેનો તથા પાડોશી દેશોના ખેલાડીઓની વચ્ચે આવી પોતાને સમ્માનિત અનુભવી રહ્યો છું. હું ભારતમાં આપ સૌનું સ્વાગત કરું છું. ભારત ‘અતિથિ દેવો ભવ’ની સંસ્કૃતિ માટે ઓળખાય છે. હું આતિથ્ય અને ખેલ પ્રેમીના રૂપમાં પ્રસિદ્ધ ગુવાહાટીના સુંદર શહેરમાં આપનું સ્વાગત કરું છું.

હું વિશાળ બ્રહ્મપુત્રના તટ પર આયોજિત થનારા આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ખેલ આયોજનમાં હર્ષ અને ઉર્જાથી ભરપૂર તમારી ઉપસ્થિતિથી અભિભૂત છું.

ગુવાહાટી પ્રાચીન ભારતમાં પ્રજ્ઞજ્યોતિષપુરના રૂપમાં ઓળખાતું હતું અને એણે ત્યારથી ઘણી પ્રગતિ કરી લીધી છે. હવે આ આધુનિક અને જીવંત શહેર તથા ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની ચૂક્યું છે.

પૂર્વોત્તર અને ખાસ કરીને આસામના યુવાનો એક શ્રેષ્ઠ ફૂટબોલ મેચ જોવાનો અવસર ક્યારેય નથી ખોતા. આ પ્રસિદ્ધિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે અને વર્ષ 2017માં ભારતમાં પહેલી વખત ગુવાહાટીમાં ફીફા વિશ્વકપ અંડર-17નું આયોજન થનારું છે.

રમતોથી મને 3-ટીનું મહત્વ સમજમાં આવે છે. આ 3-ટી છે, ટેલેન્ટ, ટીમવર્ક અને ટુગેધરનેસ. આપણી વચ્ચે આખા દક્ષિણ એશિયાના શ્રેષ્ઠ અને પ્રતિભાથી ભરેલા યુવાનો હાજર છે. તમે તમારા દળના ગૌરવશાળી સભ્ય છો. તમે તમારી રમત ટીમની સાથે રમશો અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશો. આની સાથે જ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોની એકતા પણ પરિલક્ષિત થાય છે. અમે ઈચ્છીએ અફઘાનિસ્તાના હોય કે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના હોય, પરંતુ આપણું ઘર દક્ષિણ એશિયા છે.

રમતો એ જીવનનો અભિન્ન અંગ હોવો જોઈએ. સારી રમત સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે અને એનાથી તાજગી પણ આવે છે. વ્યક્તિત્વનો આમૂલ વિકાસ રમતો વિના અધૂરો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રમતોથી મહત્વપૂર્ણ ખેલભાવના ઉત્પન્ન થાય છે. રમતો વિના ખેલ ભાવના આવી શક્તી નથી. આ ખેલ ભાવના આપને માત્ર મેદાનમાં મદદ નથી કરતી, પરંતુ જીવનના દરેક પક્ષમાં આપને આનાથી મદદ મળે છે. તમે ખેલના મેદનમાં જે કંઈ પણ શીખો છો, તે આપને આખા જીવન માટે હોય છે. હું હંમેશા કહું છું – જે ખેલે તે ખીલે.

આ રમતોનો શુભચિન્હ ‘તિખોર’ છે. જે ગૈંડાના એક ચપળ અને બુદ્ધિમાન બાળકનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં ખેલાડિઓ અને યુવા ખેલપ્રેમિઓની ખેલ ભાવના અંકિત છે.

આ રમતોનું થીમ ગીત ‘ઈ પૃથ્બી એકોન ક્રીંડાગન, ક્રીડા હોલ શાંતિર પ્રાંગણ’ વિશ્વ પ્રસિદ્ધ દિવંગત સંગીતકાર ભૂપેન હજારિકાના સ્વરમાં છે.

ભૂપેન હજારીકાનું મોહિત કરનારો સ્વર લોકોને વિસ્મૃત કરી દે છે, અનેક ગીતમાં દક્ષિણ એશિયાઈ ખેલોની શાંતિ, મિત્રતા તેમજ સમૃદ્ધિની ભાવના ઉપસ્થિત છે.

મને શ્રી સર્બાનંદ સોનોવાલ જીએ જણાવ્યું કે રમતોની આયોજક સમિતિએ 8 સાર્ક દેશોમાંથી પ્રત્યેક દેશથી જળ એક કર્યું છે અને આ જળને સાર્ક રાષ્ટ્રોની આકાંક્ષા અને સહયોગી ભાવનાને વ્યક્ત કરવા માટે આપસમાં ભેળવાશે.

ડૉ. ભૂપેન હજારિકાનું ગીત, “આપણે એક જ નાવમાં સવાર બંધુ છીએ” જેનો આપ જલ્દી સાંભળશો જે બધા સાર્ક દેશોની બાબતમાં છે. આપણે એક પરિવારની જેમ હાથ મિલાવવા જોઈએ. આવો આપણે દક્ષિણ એશિયાઈ ગેમમાં રમતોના માધ્યમથી ભાતૃત્વની ભાવનાને જગાવવી જોઈએ.

દક્ષિણ એશિયા માટે મારી અભિકલ્પના પણ મારી ભારતની અભિકલ્પના – સૌનો સાથ, સૌનો વિકાસની સમાન છે. બધા દક્ષિણ એશિયાઈ દેશ વિકાસની દિશામાં અમારી યાત્રામાં સહભાગી છે.

સાર્ક દેશોમાં રહેનારા આપણે લોકો વિશ્વની જનસંખ્યાના 21 ટકા છીએ અને તેની અર્થવ્યવસ્થામાં લગભગ 7 ટકાનું યોગદાન કરે છે.

જેમ કે આજે આપણે 12માં દક્ષિણ એશિયાઈ રમતોનો શુભારંભ કરવા અને પુરુષ અને મહિલા બંને ખેલાડીઓની 23 રમત સ્પર્ધાઓને કવર કરવા માટે એકત્ર થયા છીએ, અમે બધા સાર્ક દેશોથી ખેલાડિઓને ભારતના પૂર્વોત્તર અને આ શાનદાર શહેરમાં મિત્રતા, વિશ્વાસ અને સમજની ભાવનાની સાથે આમંત્રિત કર્યા છે.

મને વિશ્વાસ છે કે મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર સમજદારીની આ ભાવના ખેલને આગળ વધારીને માત્ર ખેલ અવસરો જ્યારે વ્યાપાર અને પર્યટન અવસરોમાં પરિવર્તિત થશે.

આવો આ રમતોના આ ક્ષેત્રમાં વ્યાપાર, વાર્તાલાપ અને ખેલ ગતિવિધિઓના માધ્યથી શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એક ઉત્સાહવર્ધક મંચ બનાવીએ. આવો આ સાર્ક લોકોને પોતાની ક્ષમતાનો અનુભવ કરવાનો એક અવસર બનાવીએ.

ખેલ ભાવના જીવનનો એક દર્શન છે જે ધૈર્ય, ઈચ્છાશક્તિ અને મનમાં સંતુલિત તાલમેળ કરે છે. પ્રદર્શનના પડકારો, પ્રયાસની ખુશી, મિત્રતા અને ખેલની નિષ્પક્ષતાની ભાવના એ દર્શાવે છે કે આ પ્રકારની ખેલ પ્રતિસ્પર્ધાઓ દરમિયાન આ પ્રકારથી સંસ્કૃતિ, શિક્ષા, નૈતિકતા, મર્યાદા અને સમાજ એક બીજાની સાથે બંધાયેલા હોય છે.

રમતના મેદાન પર, આપણે એ ભૂલી શકીએ છીએ કે આપણને શું અલગ કરે છે અને આપણે ખેલ અને સાહસની ભાવનાની સાથે એક બીજાથી સાચે જ જોડાઈ શકીએ છીએ.

આપણે પોતાની વિવિધતાનો ઉત્સવ મનાવી શકીએ છીએ અને એક જ સમયમાં પોતાની રમતોના સમાન નિયમો અંતર્ગત એકજૂટ થઈ શકીએ છીએ અને ઈમાનદારી અને નિષ્પક્ષ ખેલના મૂલ્યોને વહેંચી શકીએ છીએ.

આવો આપણે શાંતિ માટે રમીએ, આપણે સમૃદ્ધિ માટે રમીએ, આપણે પૂરા જોશ અને ઉત્સાહની સાથે રમીએ કે જેથી આપણે રમતોના સમાપન બાદ પણ આ રમતોની યાદ બની રહે.

આ 12 દિવસોમાં જે મિત્રતા આપ બનાવશો અને જે યાદો તમે પોતાની સાથે લઈ જશો જીવનભર આપની સાથે રહેશે.

મને વિશ્વાસ છે કે આપ આ સંબંધોને યાદ રાખશો અને આપણા દેશોની વચ્ચે મિત્રતાના રાજદૂત બનશો.

તેમ છતાં પદકો માટે રમીએ અને એક બીજાને સખત પ્રતિસ્પર્ધા પ્રદાન કરીએ, હું ખેલાડિઓ અને આગુંતુકોને આગ્રહ કરૂ છું કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય નિકાળીને નજીકના પર્યટન આકર્ષણ અને અદભૂત વન્યજીવ અભ્યારણોના સ્થળોની યાત્રા કરે.

એક વખત પુનઃ હું સાર્ક દેશોથી આવેલા આપણા મિત્રોનું સ્વાગત કરું છું. એક બીજાની સાથે પોતાની સર્વશ્રેષ્ઠ ખેલભાવનાના રૂપમાં ગુવાહાટીમાં બે અઠવાડિયા માટે “ગુરુકુળ”ની ભાવનાને પ્રબળ કરે અને પોતાની સાથે ઉત્સાહજનક તેમજ ઉલ્લેખનીય અનુભવ લઈને પાછા જાય.

પ્રતિસ્પર્ધાને એક સાચી ખેલ ભાવનાની સાથે રમતા સર્વશ્રેષ્ઠને વિજયી બનાવીએ.

હું 12માં દક્ષિણ એશિયા રમતોના શુભારંભની જાહેરાત કરું છું.

J.Khunt/GP