Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર,

દેશના કાયદામંત્રી શ્રી રવિશંકર પ્રસાદજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એમ આર શાહ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમાન વિક્રમ નાથજી, ગુજરાત સરકારના મંત્રી સમુદાય, ગુજરાત હાઈકોર્ટના તમામ સન્માનનીય ન્યાયમૂર્તિઓ,  ભારતના સોલિસીટર જનરલ શ્રી તુષાર મહેતાજી, ગુજરાતના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીજી,  બારના તમામ સન્માનનીય સભ્ય સમુદાય, દેવીયો અને સજ્જનો !

ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવના આ અવસર  પ્રસંગે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું. વિતેલાં 60 વર્ષમાં તમે કાનૂની સમજ, પોતાની વિદ્વતા અને બૌધ્ધિકતાથી  ગુજરાત હાઈકોર્ટ અને બાર બંનેએ એક વિશેષ ઓળખ હાંસલ કરી છે. ગુજરાત હાઈકોર્ટે સત્ય અને ન્યાય માટે જે રીતે કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવામાં જે તત્પરતા દાખવી છે, તેનાથી ભારતીય ન્યાય વ્યવસ્થા અને લોકશાહી બંનેને ખૂબ જ મજબૂતી હાંસલ થઈ છે.  ગુજરાત હાઈકોર્ટની આ અવિસ્મરણીય યાત્રાની યાદગીરીમાં  આજે એક ટપાલ ટિકીટ જારી કરવામાં આવી છે. હું આ પ્રસંગે ન્યાયની દુનિયા સાથે જોડાયેલા આપ સૌ તમામ મહાનુભવોને  અને સાથે સાથે ગુજરાતની જનતાને પણ મારા તરફથી શુભેચ્છા પાઠવુ છું.

માનનીય, અપણા બંધારણમાં  ન્યાય વ્યવસ્થા , વહિવટી તંત્ર તથા જ્યુડીશ્યરીને જે જવાબદારી સોંપવામાં આવી છે,  તે આપણા બંધારણ માટે પ્રાણવાયુ સમાન છે. આજે તમામ દેશવાસી પૂરા સંતોષ સાથે કહી શકે તેમ છે કે અમારી જ્યુડીશ્યરીએ, ન્યાય પાલિકાએ, બંધારણને પ્રાણવાયુની જેમ સુરક્ષા પૂરી પાડીને પોતાની જવાબદારી નિભાવી છે. આપણી જ્યુડીશ્યરીએ હંમેશાં  બંધારણની રચનાત્મક અને હકારાત્મક વ્યાખ્યા કરી છે, ખુદ બંધારણને પણ મજબૂત કર્યુ છે, દેશવાસીઓના અધિકારોનુ રક્ષણ થાય, વ્યક્તિગત સ્વતંત્રતાનો પ્રશ્ન હોય  કે પછી એવી પરિસ્થિતિ થઈ હોય કે જેમાં દેશ હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની હોય,  જ્યુડીશ્યરીએ પોતાની જવાબદારી સમજી પણ છે અને નિભાવી પણ છે, આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે  ભારતીય સમાજમાં કાયદાનો નિયમ  સદીઓથી  સભ્યતા અને સામાજીક તાણા વાણાના  આપણા સંસ્કારનો આધાર રહ્યો છે.  આપણા પૌરાણીક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યુ છે કે ‘ ન્યાયમૂલં સુરાજ્યં સ્યાત‘ એનો અર્થ એવો થાય છે કે સુરાજ્યના મૂળમાંજ ન્યાય પડેલોછે. કાયદાના મૂળમાં રહેલો છે,  આ વિચારો જૂના સમયથી આપણા વિચારોનો હિસ્સો બની રહ્યા છે.   આ મંત્રએ આપણી આઝાદીની લડાઈને પણ નૈતિક તાકાત પૂરી પાડી હતી અને આ વિચારોને જ આપણા સંવિધાનને ઘડનારા લોકોએ સૌથી મોખરે રાખ્યા છે.  આપણા સંવિધાનની પ્રસ્તાવનામાં કાયદાના શાસનના સંકલ્પની અભિવ્યક્તિ કરવામાં આવી છે.  આજે દરેક દેશવાસીને એ વાતનો ગર્વ  અનુભવે છે કે આપણા સંવિધાનની આ ભાવનાને, આ મૂલ્યોને ન્યાયપાલિકાએ હંમેશાં ઉર્જા પૂરી પાડી છે, દિશા આપી છે. ન્યાયપાલિકા તરફના આ ભરોસાને કારણે સામાન્યમાં સામાન્ય માણસના મનમાં એક આત્મવિશ્વાસ પેદા કર્યો છે, સચ્ચાઈ માટે અડગ રહેવાની તેને તાકાત પૂરી પાડી છે.  અને આપણે આઝાદીથી માંડીને વર્તમાન સમય સુધીની  દેશની  આ મજલમાં જ્યુડીશ્યરીના યોગદાનની ચર્ચા કરીએ છીએ ત્યારે તેમાં ‘બાર’ના યોગદાનની પણ ચર્ચા થાય તે આવશ્યક છે.આપણી ન્યાય વ્યવસ્થાની આ ગૌરવશાળી ઈમારત, ‘બાર’ના જ સ્થંભ ઉપર ટકેલી છે. દાયકાઓથી આપણા દેશમાં ‘બાર’ અને જ્યુડીશ્યરીએ સાથે મળીને ન્યાયના  મૂળભૂત ઉદ્દેશને પૂર્ણ કરવાનુ કામ કરી રહ્યાં છે. આપણા સંવિધાનમાં ન્યાયની જે ભાવના સામે રાખવામાં આવી છે , ન્યાયનો આદર્શ કે જે ભારતીય સંસ્કારોનો હિસ્સો બની રહ્યા છે. તે ન્યાય હાંસલ કરવાની બાબત  દરેક ભારતીયના અધિકારનો હિસ્સો બની રહી છે. આથી જ્યુડિશ્યરી અને સરકાર બંનેની એ જવાબદારી બની રહે છે કે  દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં બંનેએ સાથે મળીને વિશ્વ સ્તરની ન્યાય વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.  આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેથી, સમાજના છેલ્લા પગથીયા ઉપર ઉભેલી વ્યક્તિને પણ ન્યાય સુલભ બને અને જ્યાં દરેક વ્યક્તિ માટે ન્યાયની ગેરંટી હોય.   આજે ન્યાયપાલિકાની જેમ જ સરકાર પણ આ દિશામાં પોતાનાં આ કર્તવ્યો પૂરાં કરવા માટે  સતત પ્રયાસ કરી રહી છે.  ભારતની લોકશાહીએ ન્યાયપાલિકાને કઠીનમાં કઠીન સમયમાં  પણ ભારતીય નાગરિકોના ન્યાયના અધિકારને સુરક્ષિત રાખ્યો છો.  કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં આપણને  ફરી એક વાર તેનાં ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યાં છે.  આ આપત્તિમાં  જો એક તરફ દેશે પણ પોતાનુ સામર્થ્ય દેખાડ્યુ છે તો, બીજી તરફ ન્યાયપાલિકાએ પણ પોતાની સમર્પણ ભાવના અને કર્તવ્યનિષ્ઠાનુ ઉદાહરણ પૂરૂ પાડયુ છે. ગુજરાત હાઈકોર્ટે જે રીતે લૉકડાઉનના શરૂઆતના સમયમાં વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી શરૂ કરવાની કામગીરી કરી છે,  જે રીતે એસએમએસ કૉલઆઉટ,  કેસનુ ઈ-ફાઈલીંગ,  અને ‘ઈમેઈલ માય કેસ સ્ટેટસ’  સર્વિસ શરૂ કરવામાં આવી,  કોર્ટve ડીસપ્લે બોર્ડનુ યુ ટ્યુબ સ્ટ્રીમીંગ શરૂ કરવામાં આવ્યું,   રોજે રોજ ચૂકાદા અને હૂકમો વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યા  આ તમામ બાબતોએ એ સિધ્ધ કર્યુ છે કે આપણી ન્યાય પધ્ધતિ કેવી રીતે પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન કરી રહી છે અને ન્યાયને માટે કરવામાં આવેલા આ પ્રયાસોનુ વિસ્તરણ એટલુ વ્યાપક હતુ તે અંગે મને કહેવામાં આવ્યુ છે કે ગુજરાત હાઈકોર્ટે તો આ સમય દરમ્યાન  અદાલતની કાર્યવાહીનુ લાઈવ સ્ટ્રીમીંગ કરનારી પ્રથમ કોર્ટ બની રહી હતી અને ખુલ્લી કોર્ટમાં જેમ  મુદ્દા ઉપર લાંબો સમય ચર્ચા થઈ શકે છે તે બાબતને પણ ગુજરાત હાઈકોર્ટે સાકાર કરી બતાવી છે.  આપણા માટે એ સંતોષની બાબત છે કે કાયદા મંત્રાલયે ઈ- કોર્ટ ઈન્ટિગ્રેટેડ મિશન મોડ પ્રોજેકટ હેઠળ જે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કર્યુ હતુ  અને થોડા સમયમાં જ આપણી અદાલતોને વર્ચ્યુઅલ પધ્ધતિથી કામ કરવામાં મદદ કરી છે  અને ડિજિટલ ઈન્ડીયા મિશનને જે રીતે ખૂબ ઝડપથી આગળ ધપાવ્યુ છે તેનાથી આપણી ન્યાય વ્યવસ્થા આધુનિક બની રહી છે.

આજે દેશમાં  18 હજારથી વધુ અદાલતો કોમ્પ્યુટરાઈઝ થઈ ચૂકી છે. સુપ્રિમ કોર્ટ તરફથી વિડીયો કોન્ફરન્સિંગ અને ટેલિ કોન્ફરન્સિંગને કાનૂની માન્યતા મળી તે પછી, તમામ અદાલતોમાં ઈ- પ્રોસીડીંગમાં ઝડપ આવી છે. આ બધુ સાંભળીને આપણા ગૌરવમાં વધારો થઈ રહ્યો છે કે આપણી સર્વોચ્ચ અદાલત ખુદ  પણ દુનિયામાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સૌથી વધુ સુનાવણી  કરનારી કોર્ટ બની ગઈ  છે.

કોવિડના સમયમાં આપણી હાઈકોર્ટસ અને જીલ્લા અદાલતો પણ વધુને વધુ પ્રમાણમાં વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી રહી હતી કેસનુ ઈ-ફાઈલીંગ કરવાની સુવિધાના કારણે પણ ‘ન્યાય મેળવવામાં આસાની’ ને એક નવુ પાસુ પ્રાપ્ત  થયુ છે. આવી જ રીતે જ્યારે આપણી અદાલતોમાં દરેક કેસ માટે એક યુનિક આઈડન્ટીફીકેશન કોડ,  અને ક્યુ આર કોડ  આપવામાં આવી રહ્યો છે  તેનાથી કેસ અંગેની માહિતી હાંસલ કરવામાં તો આસાની વધી જ છે પણ સાથે સાથે નેશનલ જ્યુડિશ્યલ ડેટા ગ્રીડના માધ્યમનો પણ એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે. નેશનલ જ્યુડિશ્યલ ડેટા ગ્રીડના માધ્યમથી  વકીલો અને ફરિયાદ કરનાર  માત્ર એક ક્લિક કરીને  તમામ કેસ અને હૂકમો જોઈ શકે છે. આ રીતે  ‘ન્યાય મેળવવામાં આસાની’ ની વૃધ્ધિ થઈ રહી છે.  તેનાથી આપણા નાગરિકોમાં  બિઝનેસ કરવામાં આસાનીનો પણ વધારો થયો છે અને તેનાથી વિદેશી નાગરિકોમાં પણ એવો ભરોસો પેદા થયો છે કે ભારતમાં તેમના ન્યાય મેળવવાના અધિકારો સુરક્ષિત રહેવાના છે. 2018માં આપણા ડુઈંગ બિઝનેસ રિપોર્ટમાં વિશ્વ બેંકે પણ નેશનલ જ્યુડિશ્યલ ડેટા ગ્રીડની પ્રશંસા કરી છે.

માનનીય, આવનારા દિવસોમાં ભારત  ન્યાય મેળવવામાં આસાનીમાં વધુ ઝડપથી વધારો થાય  એ દિશામાં સર્વોચ્ચ અદાલત ઈ- કમિટી અને એનઆઈસી સાથે મલીને કામ કરી રહી છે.  મજબૂત સુરક્ષાની સાથે સાથે કલાઉડ આધારિત માળખાગત સુવિધાઓ  જેવી સગવડોનો સમાવેશ કરવનાનુ કામ પણ થઈ રહ્યું છે.  આપણી ન્યાય વ્યવસ્થાને ભવિષ્ય માટે સજજ બનાવવા માટેની  ન્યાયિક પ્રક્રિયાઓમાં  આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ નો ઉપયોગ કરવાની શકયતાઓ પણ ચકાસવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સથી ન્યાય તંત્રની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેમની ઝડપ પણ વધશે.  આ પ્રયાસોમાં  દેશનુ આત્મનિર્ભર ભારત અભિયાન ખૂબ મોટી ભૂમિકા બજાવવાનુ છે. આત્મનિર્ભર ભારત અભિયાન  હેઠળ ભારતના પોતાના વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મને પણ પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યું છે. દેશમાં ડિજિટલ તફાવત  ઓછો કરવા માટે  સામન્ય લોકોને મદદ કરવા માટે  હાઈકોર્ટો અને જીલ્લા કોર્ટોમાં ઈ-સેવા  કન્દ્રો પણ શરૂ કરવામાં આવી રહ્યાં છે. આપણે સૌએ જોયુ છે તે મુજબ મહામારીના કપરા સમયની વચ્ચે  ઓનલાઈન લોક અદાલતો એક ન્યુ નોર્મલ બની ગઈ હતી.  એ ગુજરાત રાજ્ય હતુ કે જ્યાં 35 તી 40 વર્ષ પહેલાં જૂનાગઢમાં પ્રથમ લોક અદાલતની શરૂઆત કરવામાં આવી હતી.  આજે ઈ-લોકઅદાલતો સમયબધ્ધ અને સુવિધા પેદા કરનારા ન્યાયનુ એક મોટુ માધ્યમ બની રહી છે. દેશનાં 24 રાજ્યોમાં આજ સુધીમાં લાખો કોસ  ઈ-અદાલતોમાં આવી ચુક્યા છે અને તેના ચૂકાદા પણ આવી ચૂક્યા છે. આ ગતિ, આ સુવિધા અને આ વિશ્વાસ,  આજે આપણી ન્યાય વ્યવસ્થાની માંગ બની રહ્યા છે.  ગુજરાતની  વધુ એક બાબતના યોગદાન માટે પણ હુ ગૌરવ અનુભવતો રહ્યો છું. ગુજરાત એ એક એવુ રાજય હતુ કે જેણે સાંજની કોર્ટોની પરંપરા શરૂ કરી હતી અને ગરીબોની ભલાઈ માટે અનેક પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી હતી.  દરેક સમાજમાં નિયમો અને નીતિઓની સાર્થકતા ન્યાય વડે જ પૂરવાર થતી હોય છે. ન્યાયને કારણે જ નાગરિકોમાં એક પ્રકારની નિશ્ચિતતા આવતી હોય છે.  અને દેશ   જ્યારે ન્યાય બાબતે નિશ્ચિંતતા અંગે વિચારતો હોય છે ત્યારે સંકલ્પ લેતો હોય છે,  ત્યારે તે પુરૂષાર્થ કરીને પ્રગતિ તરફ આગળ વધતો હોય છે.  અને મને વિશ્વાસ છે કે આપણી ન્યાયપાલિકા અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા આપ સૌ વરિષ્ઠ સભ્યો આપણા બંધારણની ન્યાય શક્તિને  નિરંતર સશક્ત કરવાના રહેશે  ન્યાયની આ શક્તિને કારણે આપણો દેશ આગળ ધપતો રહેશે અને  આત્મનિર્ભર  ભારતુ સપનુ આપણે સૌ સાથે મળીને, સાથે પુરૂષાર્થ કરીને, આપણી સામૂહિક શક્તિ વડે, આપણી સંકલ્પ શક્તિ વડે આપણી અવિરત સાધનાથી, તેને સિધ્ધ કરીને જ રહીશું. આવી શુભેચ્છા સાથે, આપ સૌને ફરી એક વાર હિરક મહોત્સવ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરૂ છુ.

ધન્યવાદ !