પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“પ્રથમ ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય મહિલા ટીમને અભિનંદન! આ ઐતિહાસિક વિજય તેમના અપ્રતિમ કૌશલ્ય, દ્રઢનિશ્ચય અને ટીમવર્કનું પરિણામ છે.
આ વિજયે ભારતની સૌથી જૂની પરંપરાગત રમતોમાંની એકને વધુ પ્રકાશિત કરી છે, જે દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. આ સિદ્ધિ આવનારા સમયમાં વધુ યુવાનો માટે આ રમતને આગળ વધારવાનો માર્ગ મોકળો કરે તેવી પ્રાર્થના.
Congratulations to the Indian women’s team on winning the first-ever Kho Kho World Cup! This historic victory is a result of their unparalleled skill, determination and teamwork.
This triumph has brought more spotlight to one of India’s oldest traditional sports, inspiring… pic.twitter.com/5lMftjZB5Z
— Narendra Modi (@narendramodi) January 19, 2025
AP/IJ/GP/JD