Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ક્વાડ નેતાઓનું પ્રથમ વર્ચુઅલ સંમેલન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના ​​રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે ક્વોડ્રિલેટરલ જૂથના નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે.

બધા નેતાઓ સામાન્ય હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવિષ્ટ ભારત-પ્રશાંત ક્ષેત્રને જાળવવા તરફના સહકારના ક્ષેત્રો પર તેમના મંતવ્યોનું આદાન-પ્રદાન કરશે. આ શિખર સંમેલન લવચીક સપ્લાય ચેઇન વ્યવસ્થા, નવી ઉભરતી મહત્વપૂર્ણ ટેકનોલોજી, દરિયાઇ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા સમકાલીન પડકારો પરના વિચારોને શેર કરવાની તક પૂરી પાડશે.

આ શિખર સંમેલન દરમિયાન ક્વાડ નેતા કોવિડ –19 રોગચાળા સામે લડવામાં અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષિત, સમાન અને સસ્તી રસી સુનિશ્ચિત કરવામાં સહકાર માટેની તકોની શોધ કરશે.

 

SD/GP/BT