પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) દ્વારા અમલી 2007 વેતન સમીક્ષાના નિયમન સંદર્ભની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી. આ ભલામણો સચિવોની સમિતિ દ્વારા કરવામાં આવી હતી. વેતન સમીક્ષા ખોટ કરનારી સહાયક કંપનીઓ અંગે છે અને 1 જાન્યુઆરી, 2007થી અમલમાં આવેલી માનવામાં આવશે. સીઆઈએલને એક વિશેષ છૂટ હેઠળ આ મંજૂરી મળી છે. અલબત્ત, સીઆઈએલને મળનારી આ વિશેષ છૂટ કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ખોટમાં ચાલનારા અન્ય એકમોને લાગૂ નહીં પડે.
મંત્રીમંડળ દ્વારા સીઆઈએલની સહાયક કંપનીઓના એક્ઝિક્યુટીવ અને બિન-સંઘવાળા નિરીક્ષકોને કામકાજ આધારીત વેતન (પીઆરપી)ની ચૂકવણીને પણ મંજૂરી આપી છે. આ ચૂકવણી સીઆઈએલની સહાયક કંપનીઓના લાભના આધાર પર બનેલ ફંડમાંથી કરવામાં આવશે. પીઆરપી ચૂકવણી માટે એ શરત રાખવામાં આવી છે કે તેને વાર્ષિક સંદર્ભમાં રાખવામાં આવશે અને આગામી વર્ષોમાં ખાતાની નોંધણી કરાવવાની જોગવાઈ નહીં મળે.
આ પગલાંથી કાર્યકારી અધિકારીઓમાં સમાનતા આવશે અને સમસ્ત સહાયક કંપનીઓના કાર્યકારી અધિકારીઓના સંદર્ભમાં લાગૂ થશે. તેનાથી ખોટમાં ચાલનારી કંપનીઓના કામકાજમાં સુધારો થશે.
સીઆઈએલ અંગે…
સરકારે સપ્ટેમ્બર, 1975માં સીઆઈએલની હોલ્ડિંગ કંપનીનાં સ્વરૂપે રચના કરી હતી અને તેની પાંચ સહાયક કંપનીઓ છે. સીઆઈએલના દરેક કાર્યકારીઓ અને તેની આઠ સહાયક કંપનીઓમાં ભરતી/નિયુક્તિ, નિમણૂંક, એક કંપનીમાંથી બીજી કંપનીમાં બદલી અને અન્ય કર્મચારીઓ સંબંધી બાબત હોલ્ડિંગ કંપની સીઆઈએલ દ્વારા સંભાળવામાં આવે છે. સીઆઈએલ અને તેની સહાયક કંપનીઓના દરેક કાર્યકારીઓની નિયુક્તિ એક સંયુક્ત કેન્દ્રીય શ્રેણીથી કરવામાં આવે છે અને તે દરેક હોલ્ડિંગ કંપની સીઆઈએલના કર્મચારી માનવામાં આવે છે.
AP/J.Khunt/GP