Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેલિફોર્નિયાના સાન હોસે ખાતે 26 સપ્ટેમ્બર, 2015ના રોજ ડિજીટલ ઈન્ડિયા ભોજન સમારંભ ખાતે પ્રધાનમંત્રીએ આપેલું વક્તવ્યનો મૂળપાઠ

કેલિફોર્નિયાના સાન હોસે ખાતે 26 સપ્ટેમ્બર, 2015ના રોજ ડિજીટલ ઈન્ડિયા ભોજન સમારંભ ખાતે પ્રધાનમંત્રીએ આપેલું વક્તવ્યનો મૂળપાઠ

કેલિફોર્નિયાના સાન હોસે ખાતે 26 સપ્ટેમ્બર, 2015ના રોજ ડિજીટલ ઈન્ડિયા ભોજન સમારંભ ખાતે પ્રધાનમંત્રીએ આપેલું વક્તવ્યનો મૂળપાઠ


કેલિફોર્નિયાના સાન હોસે ખાતે 26 સપ્ટેમ્બર, 2015ના રોજ ડિજીટલ ઈન્ડિયા ભોજન સમારંભ ખાતે પ્રધાનમંત્રીએ આપેલું વક્તવ્યનો મૂળપાઠ

આભાર શાંતનુ, જોન, સત્યા, પૌલ, સુંદર અને વેંકટેશ

ખૂબ ખૂબ આભાર !

મને ખાતરી છેકે આ પૂર્વનિર્ધારીત નહોતુ, પરંતુ મંચ પર તમે ડિજીટલ ઈકોનોમીના મોરચે ભારત – અમેરિકા પાર્ટનરશીપ અંગેનું સ્પષ્ટ ચિત્ર જોઈ શકો છો.

તમામને સુસંધ્યા !

વિશ્વને આકાર આપવા માટે એક છત નીચે એક મંચ પર એકત્ર થવા વિશે પૂછવામાં આવે તો આ સંપૂર્ણ મંચ કહી શકાય અને હું અહીં કે ભારતમાં આવેલી પબ્લિક ઓફિસમાં બેસતા લોકોની વાત નથી કરી રહ્યો ! કેલિફોર્નિયામાં આવવાનો મારો આનંદ છે. સૂર્યાસ્તને નિહાળવા માટેનું વિશ્વનું આ અંતિમ સ્થાન છે. પરંતુ અહીં નવા વિચારો ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ જુએ છે.

આજે રાતે તમે બધા અમારી સાથે જોડાયા તેનો આનંદ છે. તમારા પૈકીના ઘણાને હું દિલ્હી, ન્યૂયોર્કમાં, ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મળી ચૂક્યો છું.

આપણા નવા વિશ્વના આપણા નવા પડોશીઓ છે. ફેસબુક જો એક દેશ હોત તો એ કદાચ બીજા ક્રમનો સૌથી મોટો અને એકબીજા સાથે સંબંધોના તાંતણે બંધાયેલો દેશ હોત.

ગુગલે આજે શિક્ષકની પ્રેરણા સ્થાનની જગ્યા લઈ લીધી છે અને દાદા-દાદીને કામ વગરના કરી દીધા છે. ટ્વીટરે તો બધાને રીપોર્ટર બનાવી દીધા છે.

આજે તમે જાણો છો કે ઉંઘો છો તેનું મહત્વ નથી પરંતુ તમે ઓનલાઈન છો કે ઓફલાઈન તેનું મહત્વ છે. આપણા યુવાનોમાં ખાસ કરીને પસંદગી એન્ડરોઈડ, આઈઓએસ કે વીન્ડો પર ઉતારવી એ વિશેની જ ચર્ચા રહે છે.

કોમ્પ્યુટિંગ થી કોમ્યુનિકેશન, મનોરંજન થી શિક્ષણ સુધીની, પ્રિન્ટીંગ ડોક્યુમેન્ટ્સ થી પ્રિન્ટીગ પ્રોડક્ટ અને હવે ઈન્ટરનેટ સુધીની આ લાંબી યાત્રા ખૂબ જ ટૂંકા સમયમાં પૂરી કરી.

ક્લીન એનર્જીથી માંડીને બહેતર તંદુરસ્તી, સલામત પરિવહન એ બધુ જ તમે લોકો જે કાંઈ કરો છો તેની આસપાસ ઘુમતુ રહે છે.

આફ્રિકામાં તમે ઉભી કરેલી સુવિધાઓ લોકોને ફોન પર જ નાણાની લેવડદેવડમાં મદદ કરે છે. કોઈક નાના ટાપુ દેશ સુધીની સફર હવે સાહસની બાબત નથી રહી, માઉસ ક્લીક કરતાં તે યાત્રા સંભવ બને છે.

ભારતમાં અંતરીયાળ પહાડી વિસ્તારમાં રહેતી માતા પાસે પોતાના નવજાત શિશુના જીવનને બચાવી લેવાની તક ઉભી થઈ છે. અંતરીયાળ ગામમાં રહેતા બાળકની શિક્ષણ સુધીની પહોંચ પણ વધી છે.

નાના ખેડૂતમાં પણ તેની જમીનની માલિકી અને બહેતર બજાર ભાવ મેળવવાનો આત્મ વિશ્વાસ વધ્યો છે. દરિયો ખેડી રહેલા માછીમાર માટે વધુ પ્રમાણમાં માછલા પકડવાની શક્યતા ઉભી થઈ છે અને સાન ફ્રાન્સિસ્કોમાં કાર્ય કરી રહેલો કોઈક યુવા વ્યવસાયી રોજ ભારતમાં રહેતા પોતાના બિમાર દાદી સાથે સ્કાઈપથી જોડાઈ શકે છે.

હરિયાણાના એક પિતા ‘સેલ્ફી વીથ ડોટર’ની પહેલને પગલે કન્યા માવજતની દિશામાં આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થઈ શકે છે.

આ તમામ બાબતો તમે લોકો જે કાર્યો સરકારે સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારથી અમે નેટવર્ક અને મોબાઈલની મદદથી ગરીબી પર હુમલા કરવાનું શરૂ કર્યું છે. તેને પગલે સમાવેશી વિકાસ અને સશક્તિકરણના નવા યુગના મંડાણ થયા છે. ગણતરીના મહિનામાં જ 18 કરોડ નવા બેંક ખાતા ખોલી શકાય છે, ગરીબોને તેમના લાભો સીધા મળતા થયા છે, બેંક સાથે સંબંધના ધરાવનારાઓને ભંડોળ મળતું થયું છે, વીમા કવચ સુધી ગરીબોની પહોંચ વધી છે અને તમામ માટે વૃદ્ધત્વ પેન્શનની જોગવાઈ ઉભી થઈ શકી છે.

સ્પેસ ટેકનોલોજી અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિતેલા કેટલાક મહિનામાં જ અમે 170 જેટલા એવા એપ્લીકેશનની ઓળખ કરી લીધી છે કે જે સરકારી કામકાજને સુધારવાની સાથે વિકાસને પણ વેગીલો બનાવશે.

ભારતના કોઈક નાના ગામનો કારીગર તેના ફોન પર ન્યૂયોર્કની મેટ્રો રાઈડ બતાવીને પોતાના ગ્રાહકના ચહેરા પર સ્મિત લાવી શકતો થયો છે, મેં બશકેક ખાતે જોયું એમ કિરગીઝ પ્રજાસત્તાકની એક અંતરિયાળ હોસ્પિટલમાં દાખલ થયેલો દર્દી દિલ્હીમાં બેઠેલા તબીબની સલાહથી સારવાર લેતો થયો છે. ત્યારે કહેવું પડશે કે આપણે કાંઈક એવું સર્જન કર્યું છે કે જેણે આપણા જીવનને ધડમૂળથી બદલી નાંખ્યું છે.

લોકો ડિજિટલ ટેકનોલોજીને એટલી ઝડપે સ્વીકારી રહ્યા છે કે તેણે આપણી આયુ, શિક્ષણ, ભાષા અને આવકની રૂઢિગત વિચારણાને જ તોડી પાડી છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વસી રહેલી આદિવાસી માહિલાઓના જૂથ સાથેની મારી મુલાકાતને અહીં યાદ કરવી રહી. તે મહિલાઓ સ્થાનિક મિલ્ક ચિલીંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે હાજર હતી. હું પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી રહ્યો હતો. તે આદિવાસી મહિલાઓ પોતાના સેલફોન પર પ્રસંગની તસવીરો ઝીલી રહી હતી. મેં તેમને પૂછ્યું કે તસ્વીરો ખેંચીને શું કરશો ? તેમના જવાબે મને આશ્ચર્યચકિત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘેર જઈને ઈમેજ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લેશે. હા, તે આદિવાસી મહિલાઓ ડિજીટલ વિશ્વની ભાષાથી પરિચિત હતી.

અરે, મહારાષ્ટ્રના ખેડૂતોએ તો ખેતી વિશેની જાણકારીના આદાન-પ્રદાન માટે વોટ્સ અપ જૂથ બનાવી લીધું છે.

પ્રોડ્ક્ટસના સર્જક કરતાં ગ્રાહકો તેના ઉપયોગને વધુ સુનિશ્ચિત કરે છે. વિશ્વ હજીપણ કદાચ પેલા પ્રાચીન લાગણીના આવેગોથી દોરવાનું રહેશે. આપણે માનવ સંઘર્ષ અને સાફલ્ય બંને સતત જોતા રહીશું. માનવની ભવ્ય ગાથાઓ અને કરૂણાંતિકાઓ એમ બંનેના આપણે સાક્ષી બનતા રહીશું. પરંતુ આજના ડિજીટલ યુગમાં લોકોના જીવનને કાંઈક એ રીતે બદલવાની તક રહેલી છે કે જે તક ગણતરીના દાયકાઓ પહેલા નહોતી જ.

આપણે જેને પાછળ છોડી દીધી છે. એ સદીથી આ સદી એ મુદ્દે જ ભિન્ન છે. હજી પણ, એવું માનનારો કદાચ વર્ગ હશે કે ડિજીટલ ઈકોનોમીએ તો ધનવાનો, શિક્ષિતો અને વિશેષાધિકાર ભોગવનારાઓ માટેનું જ સાધન છે. પરંતુ ભારતના કોઈક ટેક્સી ડ્રાઈવર કે ખૂણે ઉભા રહેતા ફેરિયાને પૂછો કે તેને સેલફોનથી શો ફાયદો થયો તો આ ચર્ચા ત્યાં જ પૂરી થઈ જશે. હું માનું છું કે ટેકનોલોજી સશક્તિકરણ માટેનું સાધન છે, ટેકનોલોજી આશાઓ અને તક વચ્ચેનું અંતર ઘટાડે છે. સોશિયલ મીડિયા સામાજિક સીમાડાઓને ઘટાડી રહ્યું છે. સોશિયલ મીડિયા માનવીને તેની ઓળખ આધારે નહીં પરંતુ તેના માનવીય મૂલ્યો આધારે જોડે છે.

એક સમયે બંધારણ નાગરિકો અને લોકશાહીને શક્તિપ્રદાન કરતું હતું આજે ટેકનોલોજી તે બંનેનું સશક્તિકરણ કરે છે. ટેકનોલોજીને કારણે સરકારોને જંગી ડેટાનું વિશ્લેષણ કરીને 24 કલાકમાં નહીં પરંતુ 24 મિનિટમાં પોતાની પ્રતિક્રિયા આપવાની ફરજ પડે છે.

સોશિયલ મીડિયા અને સેવાઓનો જે ગતિથી વિસ્તાર થઈ રહ્યો છે તે વિશે વિચારતા તમારે માનવું પડે કે માત્ર આશાની ડાર આધારે જીવી રહેલા લોકોના જીવનમાં પરિવર્તન લાવવું આસાન છે. તો મિત્રો, આ પ્રતિબદ્ધતામાંથી ડિજીટલ ઈન્ડિયાનો દ્રષ્ટિકોણ જન્મયો હતો.

ભારતના પરિવર્તન માટેનું આ એટલા મોટા કદનું સાહસ છે કે માનવ ઈતિહાસમાં તેની જોડ નહીં મળે. ડિજીટલ ઈન્ડિયા તે માત્ર ભારતના સૌથી નબળા, અંતરીયાળ વિસ્તારમાં વસતા કે સૌથી ગરીબ નાગરિકના જીવનને માત્ર સ્પર્શ કરવાનો પ્રયાસ નથી પરંતુ સમસ્ત દેશ જે રીતે જીવી અને કામ કરી રહ્યો છે તેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ છે.

35 વર્ષથી નીચેની વયના 80 કરોડ યુવાનો ધરાવતો દેશ પરિવર્તન માટે અને પરિવર્તન સિદ્ધ કરવા બેચેન છે.

અમે શાસનને વધુ પારદર્શક, જવાબદેહી અને નાગરિકોની તંત્ર સુધીની પહોંચ વધે તેવું કરીને શાસનમાં પરિવર્તન લાવીશું. ઈ-ગવર્નન્સ તે બહેતર ગવર્નન્સ – અર્થાત અસરકારક, કરકસરયુક્ત અને કાર્યદક્ષ ગવર્નન્સનો પાયો છે એમ હું કહી ચૂક્યો છું.

હવે હું એમ ગવર્નન્સ અર્થાત મોબાઈલ ગવર્નન્સની વાત કરી રહ્યો છું. દેશમાં એક જ સેલફોન્સ અને સ્માર્ટ ફોનના વપરાશ સાથે આ દિશામાં આગળ વધી શકાય. આ ઘટનામાં વિકાસને સાચા અર્થમાં સમાવેશી કરવાની ક્ષમતા રહેલી છે. તેને પગલે ગવર્નન્સ સુધી તમામની પહોંચ વધશે. Mygov.in પછી તાજેતરમાં જ મે નરેન્દ્ર મોદી મોબાઈલ એપ લોન્ચ કર્યું છે. લોકો સાથે સીધા સંપર્કમાં રહેવામાં તે મને મદદ કરે છે. તેમના તરફથી મળતા રહેતા સૂચનો અને ફરિયાદોમાંથી મને ઘણું શીખવા મળે છે.

અમે ઈચ્છીએ છીએ કે અમારા નાગરિકો તમામ ઓફિસના વધુ પડતા પેપર ડોક્યુમેન્ટના બોજથી મુક્ત થાય. અમે પેપરલેસ ટ્રાન્ઝિક્શન ઈચ્છીએ છીએ. અમે તમામ નાગરિકો માટે ડિજીટલ લોકર ઉભા કરીશું કે જેમાં તે પોતાના વ્યક્તિગત ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકે અને જરૂર જણાયે કોઈપણ વિભાગને સોંપી પણ શકે.

બિઝનેસમેન અને નાગરિકોને મેળવવાની રહેતી મંજૂરીઓનું કામ સરળ બને તે હેતુસર અમે ‘ઈલીઝ પોર્ટલ’ની શરૂઆત કરી છે કે જેથી કરીને તેમને તેમની ઉર્જાને સરકારી પ્રક્રિયાઓ પાછળ જ નહીં પરંતુ પોતે નક્કી કહેલા ધ્યેયો હાંસલ કરવા પાછળ ખર્ચવાની મોકળાશ મળે.

વિકાસના કદ અને ગતિને વધારવા માટે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

માહિતી, શિક્ષણ, કૌશલ્ય, આરોગ્ય, જીવન નિર્વાહ, નાણાકીય સમાવેશી પ્રક્રિયા, લઘુ અને ગ્રામોદ્યોગ, મહિલાઓ માટેની તક, કુદરતી સંપદાઓની જાળવણી, ક્લીન એનર્જી એમ તમામ મોરચે નવી સંભાવનાઓ ઉભી થઈ જે કે વિકાસના મોડેલને જ બદલી શકે.

પરંતુ આ બધા માટે સામાન્ય સાક્ષરતાની જેમ જ ડીજીટલ સાક્ષરતાને વધારવા અને ડિજીટલ ભેદરેખાઓને ભૂંસવા પણ પ્રયાસ થવા ઘટે.

આપણે એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે ટેકનોલોજી સુધી લોકોની પહોંચ વધે, ટેકનોલોજી તેમને પરવડી શકે તેવી હોય અને તેમના મૂલ્યોમાં પણ વૃદ્ધિ કરે.

હું ઈચ્છું છું કે અમારા 1.25 અબજ નાગરિકો ડિજીટલી એકબીજા સાથે સંકળાયેલા હોય. દેશભરમાં અમે બ્રોડબેન્ડ નેટવર્ક ધરાવીએ છીએ. ગયા વર્ષે આ પ્રમાણ 63 ટકા સુધી પહોંચ્યું છે. આ દિશામાં વેગ આપવાની પણ અમારે જરૂર છે.

અમે નેશનલ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કના વિસ્તાર માટે આક્રમક અભિયાન લોન્ચ કર્યું છે. અમે છ લાખ ગામડાઓ સુધી બ્રોડબેન્ડ પહોંચાડવા માંગીએ છીએ. અમે તમામ શાળા અને કોલેજને પણ બ્રોડબેન્ડથી જોડીશું. આઈ-વેનું નિર્માણ હાઈવે નિર્માણ જેટલું જ અગત્યનું છે.

અમે અમારા જાહેર વાઈ-ફાઈ હોટસ્પોટ્સનો વિસ્તાર કરી રહ્યા છીએ. દાખલા તરીકે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ફ્રી વાય-ફાય સુવિધા માત્ર એરપોર્ટ લોન્જ સુધી સિમિત ના રહે પરંતુ રેલવે પ્લેટફોર્મ સુધી પણ પહોંચે. ગુગલ સાથે ટીમઅપ થઈને ટૂંક સમયમાં જ 500 રેલવે મથક સુધી તેનો વિસ્તાર કરીશું.

ગામડા અને શહેરોમાં અમે કોમ સર્વિસ સેન્ટર ઉભા કરી રહ્યા છીએ. સ્માર્ટ સિટીના નિર્માણ માટે પણ અમે આઈટીનો ઉપયોગ કરીશું.

ઉપરાંત અમે ઈચ્છીએ છીએ અમારા ગામડાં સ્માર્ટ ઈકોનોમી હબ બને અને અમારા ખેડૂતોને સારું બજાર ઉપલબ્ધ રહે અને હવામાનના મારના નુકસાનથી તેમનો બચાવ થાય.

મારા મતે ટેકનોલોજી સુધીની પહોંચ એટલે સ્થાનિક ભાષાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. 22 જેટલી સત્તાવાર ભાષાઓ ધરાવતા દેશમાં આ કામ મુશ્કેલ છે પરંતુ એટલું જ મહત્વનું છે. આપણી સફળતા માટે પ્રોડક્ટ અને સેવાઓ પરવડી શકે તે ખૂબ જરૂરી છે. આ બાબતના પણ ઘણા આયામ છે. અમે ભારતમાં જ ગુણવત્તાયુક્ત અને પરવડી શકે તેવી પ્રોડક્ટના ઉત્પાદનને પ્રોત્સાહન આપીશું. મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયા દ્રષ્ટિકોણનો આ પણ એક ભાગ છે.

આપણું અર્થતંત્ર અને જીવન જેમ જેમ વધુને વધુ કનેક્ટ થતું જશે તેમ તેમ ડેટા પ્રાયવસી, સલામતી, બૌદ્ધિક સંપદા અધિકાર અને સાયબર સિક્યુરીટીને પણ અમે મહત્વ આપીશું.

અને હું જાણું છું કે ડિજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે સરકારે પણ તમારી જેમ વિચારવાનું શરૂ કરવું પડશે.

તેથી જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સેવાઓ, પ્રોડેક્ટ મેન્યુફેક્ચરીંગથી માંડીને માનવ સંપદાના વિકાસ, સરકારોને ટેકો આપવાથી માંડીને નાગરિકોમાં ડિજીટલ સાક્ષરતા વધારવા સુધી – ડીજીટલ ઈન્ડિયાના સાયબર વર્લ્ડ પ્રોજેક્ટમાં તમારા માટે મોટી તક રહેલી છે.

કામ મોટું છે, પડકારો પણ ઘણા છે પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે નવા પથ પર આગળ વધ્યા વિના નવા લક્ષ્યાંકો સુધી નથી પહોંચી શકાતું.

આપણે જેવું સપનું જોઈ રહ્યા છીએ. તેવા ભારતનું મોટા ભાગનું નિર્માણ કાર્ય બાકી છે. તેથી એ નિર્માણ માટેનો પથ કંડારવાની આપણી પાસે તક રહેલી છે.

અને આપણે એ દિશામાં સફળ થવાની બુદ્ધિક્ષમતા, સાહસ અને કૌશલ્ય ધરાવીએ છીએ.

આપણી પાસે ભારત અને અમેરિકા સહયોગની ક્ષમતા પણ પડેલી છે.

ભારત અને અમેરિકા નોલેજ ઈકોનોમીના ઘડતર માટે સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે આપણને ટેકનોલોજીની વ્યાપક ક્ષમતાઓથી વાકેફ કર્યા છે.

વિશાળ કદના કોર્પોરેટ ક્ષેત્રથી માંડીને યુવાન પ્રોફેશનલ્સ સુધીના બધા જ ઈનોવેશનના મહત્વના કેન્દ્ર જેવા છે. તેઓ બધા જ ડિજીટલ ઈન્ડિયા સ્ટોરીનો ભાગ બની શકે છે.

વિશ્વની 1/6 માનવ વસતિનો ટકાઉ વિકાસ વિશ્વ અને આપણા પૃથ્વી ગ્રહની ભલાઈ માટેનું બળ પુરું પાડશે.

આજે આપણે ભારત – અમેરિકા સહભાગિતાની સદીને સુવ્યાખ્યાયિત કરનારી સહભાગિતાના રૂપમાં મૂલવી રહ્યા છીએ. બે મોટા કારણસર એમ માનવામાં આવે છે. કારણ કે બંને અહીં કેલિફોર્નિયામાં જ પનપે છે.

આપણે જાણીએ છીએ કે ગતિશીલ એશિયા – પ્રશાંત સાગર પ્રદેશ જ આ સદીના ભાવિને ઓપ આપશે અને ભારત તથા અમેરિકા જેવા બે લોકશાહી દેશો આ પ્રદેશના બે છેડા પર આવેલા છે.

આ પ્રદેશની ભાવિ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને ઓપ આપવાની આપણી જવાબદારી છે.
આપણા સંબંધો પણ યુવા શક્તિ, ટેકનોલોજી અને ઈનોવેશન પર ટકેલા છે. આ સંબંધો એવી સહભાગિતાની ચિનગારી જન્માવશે કે જે બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિને વેગ આપશે.

વધુમાં આ ડિજીટલ યુગમાં આપણે વિશ્વના ટકાઉ અને નક્કર ભાવિની નિર્માણની દિશામાં આપણે આપણા મૂલ્યો અને સહભાગિતાની તાકાતને પણ એ રાહે સુગ્રથિત કરી શકીએ તેમ છીએ.

આભાર.

AP/J.Khunt/GP