પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે મ્યાનમારમાં કલાદન મલ્ટી મોડલ પરિવહન પરિયોજના માટે 2904.04 કરોડ રૂપિયાના અંદાજીત સંશોધન ખર્ચ (આરસીઈ)ને પોતાની મંજૂરી આપી હતી.
આ પરિયોજનાથી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં જવા માટેનો એક વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ બનશે. આટલું જ નહીં આ પરિયોજના પૂર્વોત્તર ક્ષેત્રના આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપશે. આ મહત્વપૂર્ણ પરિયોજના કનેક્ટિવિટી સાથે સંકળાયેલી છે, આખરે આને કારણે ભારત અને મ્યાનમાર વચ્ચે આર્થિક, વાણિજ્યિક અને વ્યૂહાત્મક સંપર્કોને વધારે પ્રોત્સાહન મળશે.
પૂર્વભૂમિકાઃ
ભારતના પૂર્વ ભાગના બંદરોમાં મ્યાનમારમાં અને મ્યાનમારના માધ્યમથી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રોમાં માલની હેરફેરના હેતુ માટે પરિવહનનું એક મલ્ટી મોડલ સાધન તૈયાર કરવા માટે ભારત અને મ્યાનમાર દ્વારા સંયુક્ત રૂપે કલાદન મલ્ટી મોડલ ગારગમન પરિવહન પરિયોજના તૈયાર કરવામાં આવી હતી. આ પરિયોજના મ્યાનમાર ખાતેના સિતવે બંદરને ભારત – મ્યાનમાર સીમા સાથે જોડશે અને તેના દ્વારા ભારતના પૂર્વોત્તર રાજ્યોના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળવાની પણ આશા છે. વિવિધ ઉત્પાદનો માટે દરિયાઈ માર્ગ ખુલી જવાને કારણે એ પણ સંભવ બનશે. આ પરિયોજના પૂર્વોત્તર ક્ષેત્રના રણનીતિક સંપર્ક પણ વધારે સરળ બનાવશે, જેનાથી સિલીગુડી કોરીડોર પરનું ભારણ ઘણે અંશે ઓછું થશે. કોઇ વૈકલ્પિક માર્ગના અભાવથી આ પરિયોજનાના વિકાસથી ભારતના આર્થિક, વાણિજ્યિક અને રણનીતિક હિતોને પૂરા કરવામાં મદદ મળશે. આટલું જ નહીં પણ આ પરિયોજના મ્યાનમારના વિકાસની સાથે ભારત સાથેના તેના આર્થિક એકીકરણમાં પણ યોગદાન આપશે. જોકે, આ પરિયોજનાની પોતાનું એક રાજનીતિક અને વ્યૂહાત્મક મહત્વ છે એટલે મ્યાનમારને ભારત તરફથી અનુદાન સહાયતા આપવાની સાથે તેના અમલ અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
બંદર અને આંતરદેશી જળમાર્ગ ટર્મિનલ (આઈડબલ્યૂટી) સહિત જળમાર્ગ ઘટક (કમ્પોનન્ટ) માટે એપ્રિલ 2003માં વિસ્તૃત પરિયોજના અહેવાલ (ડીપીઆર) તૈયાર કરવા અને માર્ગ 2005માં માર્ગ ઘટક માટે ડીપીઆર તૈયાર કર્યા પછી રેલ મંત્રાલય હસ્તકના જાહેર ક્ષેત્ર ઉપક્રમ મેસર્સ રાઇટ્સ લિમિટેડને કલાદન નદી પાસે સિતવા બંદરથી લઇને કલેત્વા (225 કિલોમીટર) સુધીનો એક જળમાર્ગ બનાવવા અને ત્યાર પછી કલેત્વાથી ભારત – મ્યાંમાર સીમા (62 કિલોમીટર) સુધી એક રોડ બનાવવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ) દ્વારા માર્ચ 2008માં યોજાયેલી પોતાની બેઠકમાં 535.91 કરોડ રૂપિયાના ખર્ચવાળી આ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
AP/J.Khunt/GP