Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટ દ્વારા જમ્મુ- કાશ્મીર અને વામપંથી ઉગ્રવાદથી અસરગ્રસ્ત રાજ્યોને 17 ભારતીય રીઝર્વ બટાલિયનોની રચના કરવા માટેની મંજૂરી આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં જમ્મુ-કાશ્મીર અને વામપંથી ઉગ્રવાદ (એલડબલ્યુઈ)થી અસરગ્રસ્ત રાજ્યોને 17 ભારતીય રીઝર્વ બટાલિયનો (આઈઆર બટાલિયનો)ની સ્થાપના કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં પાંચ આઈઆર બટાલિયન, છત્તીસગઢમાં ચાર બટાલિયન, ઝારખંડમાં ત્રણ, ઓરિસ્સામાં ત્રણ અને મહારાષ્ટ્રમાં બે બટાલિયનોની સ્થાપના કરવામાં આવશે.

આ 17 બટાલિયનોની સ્થાપનામાં જે વાતો પર ભાર આપવામાં આવ્યું છે તે આ પ્રકારે છેઃ

– સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે. જો જરુરી લાગે તો આ લક્ષ્યને મેળવવા માટે રાજ્ય વય અને શૈક્ષણિક માપદંડમાં છૂટ આપી શકશે.

– જમ્મુ – કાશ્મીરમાં જેની સ્થાપના કરવામાં આવશે તે પાંચ આઈઆર બટાલિયનોમાં કોન્સ્ટેબલ અને ચોથા વર્ગના પદોની 60 ટકા જગ્યાઓ સરહદી જિલ્લાઓથી ભરવામાં આવશે.

– વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા સંબંધી ખર્ચ (એસઆરઈ) યોજના હેઠળ આવનારા 27 કોર જિલ્લાઓથી કોન્સ્ટેબલોની 75 ટકા બાકીની જગ્યાઓને ભરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા 1971માં ભારતીય રીઝર્વ બટાલિયન યોજના શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા અત્યાર સુધી વિભિન્ન રાજ્યોમાં 153 આઈઆર બટાલિયનોની સ્થાપના માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાંથી 144 બટાલિયનોની સ્થાપના થઇ ચૂકી છે. ઝારખંડમાં એક બટાલિયનને વિશેષ ભારતીય રીઝર્વ બટાલિયન (એસઆઈઆરબી)માં તબદીલ કરી દેવામાં આવી છે, જેમાં બે એન્જીનીયરિંગ અને પાંચ સુરક્ષા કંપનીનો સમાવેશ થાય છે.

AP/J.Khunt