Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટ દ્વારા આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં સૂચિત અન્ય પછાત વર્ગની કેન્દ્રીય સૂચીમાં સમાવેશ/સુધારાને મંજૂરી અપાઈ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટે આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં સૂચિત અન્ય પછાત વર્ગની કેન્દ્રીય સૂચીમાં સમાવેશ/સુધારાને મંજૂરી આપી હતી.
પછાતવર્ગના કેન્દ્રીય આયોગ દ્વારા કરાયેલી ભલામણને પગલે તેની પેટા-જાતિ અન્ય શબ્દો વગેરે કુલ 2478 જેટલી યાદીનો 25 રાજ્યો અને 6 સંઘપ્રદેશોમાં સૂચિત થયેલી પછાત વર્ગની એક કેન્દ્રીય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. છેલ્લું જાહેરનામું સપ્ટેમ્બર,2016 સુધી બહાર પાડવામાં આવ્યું હતું. તે દરમિયાન NCBC દ્વારા આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ રાજ્યમાં જ્ઞાતિ તેમજ ત્યાંના સમુદાયનો નવેસરથી સમાવેશ તેમજ હાલની અન્ય પછાત વર્ગની યાદીની સુધારણા માટે કેટલીક સલાહો મોકલવામાં આવી હતી. સૂચીત કરાયેલા જમ્મુ-કાશ્મીર સહિત 8 રાજ્યોમાં NCBC દ્વારા 28 જેટલા ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. આ ફેરફાર થકી સૂચિત જ્ઞાતિ/સમુદાયના લોકોને સરકારી નોકરીમાં તેમજ કેન્દ્રીય અભ્યાસની સંસ્થાઓમાં હાલની નીતિ પ્રમાણે અનામતનો લાભ મળી શકે. જેમ અત્યારે અન્ય પછાત જ્ઞાતિના લોકોને મળે છે તેવી રીતે તેઓ પણ કેન્દ્ર સરકારની અન્ય કલ્યાણ યોજનાઓ, શિષ્યવૃત્તિ વગેરે માટે પણ યોગ્ય બની શકે.

પૃષ્ઠભૂમિ

NCBC એક્ટ 1993 મુજબ ઈન્દ્ર સાહનીના એક કેસ પરથી સર્વોચ્ચ અદાલતના એક જજમેન્ટ થકી NCBCની સ્થાપના કરાઈ હતી. NCBC એક્ટ 1993ના સેકશન 9 હેઠળ,

1) આયોગ કોઈપણ નાગરિકની જ્ઞાતિને પછાત વર્ગમાં સમાવેશ થઈ શકે કે નહીં તેની દેખરેખ રાખશે તેમજ કોઈ અન્ય પછાત વર્ગનો સૂચિત યાદીમાં વધારે કે ઓછો સમાવેશ થયો હોવાની ફરિયાદો પણ સાંભળશે તેમજ પછાત વર્ગની યાદીઓ વિશે સરકારને પણ સલાહ સૂચનો આપશે.

2) આયોગની સલાહ સામાન્યપણે કેન્દ્ર સરકારને બંધનકર્તા રહેશે.

કેબિનેટે જમ્મુ-કાશ્મીર-2015 માટેના પ્રધાનમંત્રી ડેવેલપમેન્ટ પેકેજ હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપીત પરિવારો માટે પુનઃવસન પેકેજને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના 36,384 પરિવારો માટે 2000 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. પેકેજ મુજબ પરિવારદીઠ રૂ.5.5 લાખની રોકડ સહાય વિસ્થાપિત પરિવારોને ચૂકવાશે જેના થકી તેમની આવક થશે અને તેઓ તેમનો જીવનનિર્વાહ ચલાવી શકશે. ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર યોજના હેઠળ આ નાણાં જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા પૂરા પડાશે જેથી લાયક પરિવારોને તેનો સીધો લાભ મળી શકે. 1947માં દેશના ભાગલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી હજારો પરિવારે જમ્મુ-કાશ્મીરમાં હિજરત કરી હતી. 1965 અને 1971ના ભારત-પાક. યુદ્ધ દરમિયાન જમ્મુ-કાશ્મીરના છામ્બ નિઆબાત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારોનું વિસ્થાપન થયું હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેમજ છામ્બના વિસ્થાપિતોની મુશ્કેલીમાંથી ઉગારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમય સમય પર રાહત તેમજ પુનઃવસન પેકેજ પણ પૂરા પાડવામાં આવે છે.

AP/J.Khunt/TR/GP