Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે 01.01.2025 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો આપવા મંજૂરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01.01.2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR) નો વધારાનો હપ્તો આપવા મંજૂરી આપી છે. જે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 53% ના વર્તમાન દર કરતાં 2%નો વધારો દર્શાવે છે.

મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર પ્રતિ વર્ષ રૂ. 6614.04 કરોડની સંયુક્ત અસર પડશે. આનાથી લગભગ 48.66 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને ફાયદો થશે.

આ વધારો  7માં કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે.

AP/IJ/GP/JD