પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે સ્વિસ અને ભારતની રાષ્ટ્રીયતા ધરાવતા નાગરિકોની ઓળખ અને પરત તેમજ તેના અમલીકરણ પર ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે ટેકનિકલ સમજૂતીને મંજૂરી આપી છે.
દ્વિપક્ષીય ટેકનિકલ સમજૂતી (બીટીએ)ના નિષ્કર્ષને પેકેજ ડિલના ભાગરૂપે ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી સમજૂતી સાથે જોડવામાં આવી છે. બીટીએનો ઉદ્દેશ કોઈ પણ પ્રકારની વધારાની જવાબદારીઓ કે નિશ્ચિત સમયરેખા નક્કી કર્યા વિના બંને દેશો વચ્ચે ગેરકાયેદસર આ પ્રવાસીઓને પરત કરવા પર સહકાર આપવાની વર્તમાન પ્રક્રિયાને ઔપચારિક સ્વરૂપ આપવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વિટ્ઝર્લેન્ડમાં ગેરકાયદેસર રીતે વસતા ભારતીયોની અંદાજિત સંખ્યા 100થી ઓછી છે. જો સ્વિટ્ઝર્લેન્ડ સાથે બીટીએને મંજૂરી આપવામાં આવે તો તે અન્ય યુરોપિયન દેશો સાથે આ વિષય પર વાટાઘાટો માટે મોડલ ટેમ્પ્લેટ તરીકે ઉપયોગ કરવાની તક ઓફર કરશે, જેઓ ગેરકાયદેસર રીતે વસતા ભારતીયોનો મુદ્દો ભારત સરકાર સમક્ષ ઉઠાવે છે. તે વિઝાની પ્રક્રિયાને ઉદાર બનાવવા રિડમિશન એગ્રીમેન્ટનો ઉપયોગ કરવામાં મદદ કરશે અને ભારતીય પ્રવાસીઓની કાયદેસરતા માટે વર્ક પરમિટ પ્રદાન કરશે. તાજેતરમાં સંપન્ન થયેલ ઇન્ડિયા-ઇયુ કોમન એજેન્ડા ઓન માઇગ્રેશન એન્ડ મોબિલિટી (સીએએમએમ)માં તેને મુખ્ય લક્ષ્યાંક બનાવવામાં આવી છે.
TR