Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નિર્માણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકતા રૂ. 4,406 કરોડના રોકાણથી રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટ માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે જેણે દેશના અન્ય ભાગો જેવી સુવિધાઓ સાથે સરહદી વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે.

આ નિર્ણયથી રોડ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ પર મોટી અસર પડશે. તે ગ્રામીણ આજીવિકાને પણ વધારશે, મુસાફરીને સરળ બનાવશે અને બાકીના હાઇવે નેટવર્ક સાથે આ વિસ્તારોની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.

AP/GP/JD