Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે યુપીયુ સાથે કરાર કરીને નવી દિલ્હી, ભારતમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)ના પ્રાદેશિક કાર્યાલયની સ્થાપનાને મંજૂરી આપી


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નવી દિલ્હી, ભારતમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)ની પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના કરવા માટે મંજૂરી આપી છે જેથી આ પ્રદેશમાં યુપીયુના વિકાસ સહકાર અને તકનીકી સહાય પ્રવૃત્તિઓ UPU સાથે કરાર અંતર્ગત હાથ ધરવામાં આવે.

આ મંજૂરી ભારતને દક્ષિણ-દક્ષિણ અને ત્રિકોણીય સહયોગ પર ભાર મુકીને ટપાલ ક્ષેત્રમાં બહુપક્ષીય સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવવા સક્ષમ બનાવે છે. UPUની પ્રાદેશિક ઓફિસ માટે ભારત ફિલ્ડ પ્રોજેક્ટ એક્સપર્ટ, સ્ટાફ અને ઓફિસ સેટઅપ કરશે. ક્ષમતા નિર્માણ અને તાલીમ, પોસ્ટલ સેવાઓની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં સુધારો, પોસ્ટલ ટેક્નોલોજી, ઈ-કોમર્સ અને વેપાર પ્રમોશન વગેરે પરના પ્રોજેક્ટ્સ આ કાર્યાલય દ્વારા UPU સાથે સંકલન કરીને પ્રદેશ માટે તૈયાર અને અમલમાં મૂકવામાં આવશે.

આ પહેલ ભારતના રાજદ્વારી પદચિહ્નને વિસ્તારવામાં અને અન્ય દેશો સાથે ખાસ કરીને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે અને વૈશ્વિક પોસ્ટલ ફોરમમાં ભારતની હાજરીને વધારશે.

YP/GP/JD