માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સંબંધિત મંત્રાલયો ખાસ કરીને વિદેશ બાબતોના મંત્રાલય અને વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમની નિકાસ સંબંધિત નીતિઓ, યોજનાઓ અને એજન્સીઓ દ્વારા સહકારી અને સંબંધિત સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓની નિકાસ હાથ ધરવા માટે ‘સમગ્ર સરકારી અભિગમ‘ ને અનુસરીનેના સમર્થન સાથે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ સોસાયટીની સ્થાપના અને પ્રોત્સાહનને મંજૂરી આપી છે.
સૂચિત સોસાયટી નિકાસ હાથ ધરવા અને પ્રોત્સાહન આપવા માટે એક છત્ર સંસ્થા તરીકે કામ કરીને સહકારી ક્ષેત્રમાંથી નિકાસને પ્રોત્સાહન આપશે. આનાથી વૈશ્વિક બજારોમાં ભારતીય સહકારી સંસ્થાઓની નિકાસની સંભાવનાને અનલોક કરવામાં મદદ મળશે. આ સૂચિત સોસાયટી સહકારી સંસ્થાઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોની વિવિધ નિકાસ સંબંધિત યોજનાઓ અને નીતિઓનો લાભ ‘સમગ્ર સરકારી અભિગમ’ દ્વારા કેન્દ્રિત રીતે મેળવવામાં પણ મદદ કરશે. આ “સહકાર-સે-સમૃદ્ધિ” ના ધ્યેયને હાંસલ કરવામાં પણ મદદ કરશે, જો કે સહકારીનું સર્વસમાવેશક વિકાસ મોડલ છે જ્યાં સભ્યોને તેમના માલસામાન અને સેવાઓની નિકાસ દ્વારા વધુ સારા ભાવની પ્રાપ્તિ દ્વારા અને સમાજ દ્વારા પેદા વધારાની રકમમાંથી ડિવિડન્ડની વહેંચણી દ્વારા લાભ થશે.
સૂચિત સોસાયટી દ્વારા ઉચ્ચ નિકાસથી વિવિધ સ્તરે સહકારી સંસ્થાઓ દ્વારા માલસામાન અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થશે જેથી સહકારી ક્ષેત્રમાં વધુ રોજગારી સર્જાશે. માલસામાનની પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાતી સેવાઓમાં વધારો કરવાથી વધારાની રોજગારી પણ સર્જાશે. સહકારી ઉત્પાદનોની નિકાસમાં વધારો, બદલામાં, “મેક ઇન ઇન્ડિયા” ને પણ પ્રોત્સાહન આપશે આમ આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે.
YP/GP/JD
The cooperatives sector plays a pivotal role in creating a stronger economy and furthering rural development. In this context, the Cabinet has taken a crucial decision which will further our vision of 'Sahakar Se Samriddhi.' https://t.co/24HwUxWUoa
— Narendra Modi (@narendramodi) January 11, 2023