પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને આજે સ્ટેનબિએસ જીએમબીએચ સીઓ. કેજી ફોર ટેક્નોલોજી ટ્રાન્સફર, જર્મનીની સાથે પૂંજીગત વસ્તુઓના ઉપક્ષેત્રો સહિત વિનિર્માણમાં ટેક્નિકલ સાધન આપવા સંબંધિત સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવાની જાણકારી આપી હતી. આ સહમતિ પત્ર પર 25 એપ્રિલ, 2016ના રોજ જર્મનીના હનોવરમાં ઇન્ડ્રસ્ટ્રીયલ એક્ઝીબિશન હનોવર મૈસે – 2016 દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સ્ટેનબિએસ જીએમબીએચ વ્યવહારિક ઔદ્યોગિક અનુસંધાનના ક્ષેત્રમાં યૂરોપનું એક મુખ્ય સંગઠન છે. આ ઉત્પાદનમાં ચિન્હિત પરિયોજનાઓના અમલીકરણ માટે ઔદ્યોગિકી સંસાધન સહભાગી તરીકે કાર્ય કરશે. સહમતિ પત્રમાં પરિકલ્પિત સહયોગના ક્ષેત્ર છે : –
ક ) વિશિષ્ટ ટેક્નોલોજીની રૂપરેખા તૈયાર કરવી,
ખ ) વિશિષ્ટ પૂંજીગત વસ્તુઓના ઉપક્ષેત્રો માટે ટેક્નોલોજી રોડ મેપિંગ
ગ) પૂંજીગત વસ્તુઓના સમૂહની ટેક્નોલોજીકલ સ્થિતિનું આંકલન
ઘ) ટેક્નોલોજી સંબંધિત કાર્યક્રમોમાં સહયોગ
ડ) વર્તમાન સંસ્થાઓમાં ઉન્નત / ભારતમાં ગ્રીન ફિલ્ડ સંસ્થાઓની સ્થાપના અને ટેક્નોલોજી સંબંધિત અન્ય સહયોગ અને સહકાર્ય
આ સહમતિ પત્ર ભારતીય પૂંજીગત વસ્તુ ક્ષેત્ર દ્વારા ઔદ્યોગિકી ટેક્નિકલ પરિયોજનાઓને સહાયતા આપવા સંબંધિત માધ્યમનું ફોર્મેટ છે. આ સહમતિ પત્ર સાર્વજનિક ક્ષેત્રના જુદા જુદા ઉપક્રમો અને પૂંજીગત વસ્તુ ક્ષેત્રોના અકેમોની ટેક્નિકલ ખામીઓને ઓળખવા તથા તેને દૂર કરવામાં સ્ટેનબિએસ જીએમબીએચની ક્ષમતાઓ અને વિશેષજ્ઞતા સુધી પહોંચ બનાવવા માટે મંચ પ્રદાન કરશે.
AP/J.Khunt