પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને મલેશિયા વચ્ચે કંપની સચિવના ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ કરવાની મંજુરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય બંને દેશોના કંપની સચિવોના અભ્યાસ અને સન્માનના સ્તરને વધારવાનો તેમજ એશિયા પેસિફિક પ્રદેશમાં કંપની સચિવોના આવાગમનને વધુ સારી સુવિધા પ્રદાન કરવાનો છે.
મુદ્દા અનુસાર વિગતો
ભારત કંપની સચિવ સંસ્થાન (આઈસીએસઆઈ) અને મલેશિયન એસોસિયેશન ઓફ કંપની સેક્રેટરીઝ (એમએસીએસ)ની વચ્ચે કરવામાં આવનાર સમજુતી કરારનો ઉદ્દેશ્ય બંને દેશોના કંપની સચિવોના અભ્યાસ અને સન્માનના સ્તરને વધારવાનો અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં કંપની સચિવોના આવાગમનને વધુ સારી સુવિધા પૂરી પાડવાનો છે.
પાર્શ્વભૂમિકા
ભારતીય કંપની સચિવ સંસ્થાન (આઈસીએસઆઈ) એ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ અધિનિયમ, કંપની સચિવ અધિનિયમ, 1980 (અધિનિયમ સંખ્યા 56, 1980) અંતર્ગત સ્થાપવામાં આવેલ એક બંધારણીય સંસ્થા છે. તેનો હેતુ ભારતમાં કંપની સચિવના વ્યવસાયને નિયંત્રિત કરવાનો અને તેનો વિકાસ કરવાનો છે. મલેશિયન એસોસિએશન ઓફ કંપની સેક્રેટરીઝ (એમએસીએસ) એ કંપની સચિવોની એક મલેશિયન વ્યવસાયિક સંસ્થા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય મલેશિયામાં કંપની સચિવોની પ્રતિષ્ઠા અને કાર્ય કુશળતાને વધારવાનો છે.
***
J.Khunt