પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે બેવડા કરવેરા નિવારવા માટેની પ્રણાલીમાં સુધારો કરતા પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોટોકોલ આવક પરના વેરા સંબંધી નાણાકીય કરચોરી અટકાવવાની પણ ખાતરી આપશે.
એકવાર પ્રોટોકોલ અમલમાં આવી જશે ત્યારબાદ ભારત અને પોર્ટુગલ કર સંબંધી માહિતીનું આદાનપ્રદાન કરી શકશે કે જે બંને દેશોની કર સત્તાઓને કરચોરી અટકાવવા માટે સહાય કરશે.
J.Khunt/TR/GP