Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને તાઇવાન વચ્ચે વિમાન સેવા કરાર પર હસ્તાંક્ષરને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાઇપેઇમાં ભારત – તાઇપેઇ સંઘ (તાઇવાનમાં ભારતનું પ્રતિનિધિ કાર્યાલય) અને ભારતમાં તાઇપેઇ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર (ભારતમાં તાઇવાનનું પ્રતિનિધિ કાર્યલય) ની વચ્ચે વિમાન સેવા કરાર પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે.

વર્તમાનમાં ભારત અને તાઇવાનની વચ્ચે કોઇ પણ ઔપચારિક વિમાન સેવા કરાર નથી અને વિમાન સેવાઓનું સંચાલન એર ઇન્ડિયા ચાર્ટ્સ લિમિટેડ (એઆઇઆરએલ) અને તાઇપેઇ એરલાઇન્સ એસોસિયેશન્સ (ટીએએ) ની વચ્ચે આદાન – પ્રદાન કરવામાં આવેલી એક સહેમતિ પત્ર (એમઓયુ) અંતર્ગત થઇ રહ્યું છે.

વિમાન સેવાઓ સાથે સંબંધિત કરાર ભારત અને તાઇવાન વચ્ચે નાગરિક વિમાન સંબંધોમાં એક ઐતિહાસિક વધારો દર્શાવે છે અને તેમાં બંને પક્ષો વચ્ચે વેપાર, રોકાણ, પર્યટન અને સાંસ્કૃતિક આદાન – પ્રદાનને વધારવા માટેની અસીમ ક્ષમતા છે.

AP/J.Khunt/GP