Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારતીય ડાક ચૂકવણી બેંકની સ્થાપનાને સ્વીકૃતિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ભારત સરકારની 100 ટકા ઈક્વિટીની સાથે ડાક વિભાગ અંતર્ગત એક સાર્વજનિક લિમિટેડ કંપનીના રૂપમાં ભારતીય ડાક ચૂકવણી બેંક (આઈપીપીબી)ની સ્થાપનાને પોતાની મંજૂરી આપી દીધી છે.

આ પરિયોજનાનો કુલ ખર્ચ 800 કરોડ રૂપિયા છે. દેશમાં ઔપચારિક બેન્કિંગ ક્ષેત્રની બહાર જનસંખ્યાના લગભગ 40 ટકા નાગરિક આ પરિયોજનાઓથી લાભાન્વિત થશે. પરિયોજનાને ચરણબદ્ધ રીતથી આખા દેશમાં લાગુ કરાશે. આઈપીપીબી માર્ચ, 2017 સુધીમાં ભારતીય રિઝર્વ બેંકથી બેન્કિંગ લાયસન્સ પ્રાપ્ત કરી લેશે અને સપ્ટેબર, 2017 સુધી એની સેવાઓ 670 ચૂકવણી બેંક શાખાઓના માધ્યમથી દેશભરમાં ઉપલબ્ધ થશે અને આ શાખાઓ મોબાઈલ, એટીએમ, પીઓએસ/એમ-પીઓએસ ઉપકરણો તેમજ સાધારણ ડિજિટલ ચૂકવણી સહિત અત્યાધુનિક તકનીકની સાથે ડાક ઘરો અને વૈકલ્પિક ચેનલોથી સંબંધિત થશે.

આ પ્રસ્તાવથી મૂળ બેન્કિંગ, ચૂકવણી અને રવાનગી સેવાઓ પૂરી પાડવાથી નાણા સમાવેશન અને વીમા, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન અને ગ્રામીણ ક્ષેત્રો તેમજ બેન્ક રહિત અને બેંક અંતર્ગત કાર્ય કરનારા ક્ષેત્રો પર ખાસ રીતે ધ્યાન આપતા ત્રીજા પક્ષના નાણા પ્રદાતાઓની સાથે સમન્વયના માધ્યમથી ઋણ સુધી પહોંચ જેવી નાણા સુવિધાઓ પણ મળશે. આનાથી કુશળ બેન્કિંગ પ્રોફેશનલ્સ માટે રોજગારના નવા અવસર ઉત્પન્ન થશે અને દેશભરમાં નાણા સાક્ષરતાના પ્રચારનો અવસર ઉભો થશે. આની પહોંચ અને સમયના સંદર્ભમાં દુનિયામાં સૌથી મોટી બેન્કની સુવિધાઓનું સર્જન થશે.

પૃષ્ઠભૂમિ

વર્ષ 2015-16 દરમિયાન નાણા સમાવેશનના રૂપમાં આઈપીપીબીની સ્થાપના પણ બજેટની ઘોષણાઓનો એક ભાગ હતો. ડાક વિભાગને ભારતીય ડાક ચૂકવણી બેન્કની સ્થાપના માટે સપ્ટેમ્બર, 2015માં ભારતીય રિઝર્વ બેંકની ‘સૈદ્ધાંતિક રૂપમાં સ્વીકૃતિ’ પ્રાપ્ત કરી લીધી હતી. ભારતીય ડાક ચૂકવણી બેંકથી દેશભરમાં ઉપભોકતાઓ માટે સરળ, ઓછી કિંમત, ગુણવત્તા યુક્ત નાણાકીય સેવાઓની સરળ પહોંચ માટે વિભાગના નેટવર્ક અને સંસાધનોનો લાભ મળશે.

AP/J.Khunt/GP