પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે બીએસએફના ગ્રૂપ ‘એ’એક્ઝિક્યુટિવ અધિકારીઓની કેડર સમીક્ષાને માન્યતા આપી છે, જે બીએસએફની કાર્યકારી અને વહીવટી ક્ષમતાઓ વધારવા આસિસ્ટન્ટ કમાન્ડન્ટથી એડિશનલ ડીજી રેન્ક સુધીની વિવિધ નવી 74 પદો ઊભા કરશે.
ગ્રૂપ ‘એ’ના વર્તમાન માળખામાં પોસ્ટ 4109થી વધારીને 4183 કરશે, જે નીચે મુજબ છેઃ
1. એડિશનલ ડીજીની એક પોસ્ટમાં વધારો (એચએજી લેવલ).
2. ઇન્સ્પેક્ટર જનરલના 19 પોસ્ટમાં ચોખ્ખો વધારો (એસએજી લેવલ).
3. ડીઆઇજી/કમાન્ડન્ટ/21સીના 370 પોસ્ટમાં ચોખ્ખો વધારો (જેએજી લેવલ).
4. આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 14 પોસ્ટમાં ચોખ્ખો વધારો (જેટીએસ લેવલ).
5. ડેપ્યુટી કમાન્ડન્ટના 330 પોસ્ટમાં ચોખ્ખો ઘટાડો (એસટીએસ લેવલ).
પૃષ્ઠભૂમિ:
બીએસએફ સરહદનું સંરક્ષણ કરતું સૌથી મોટું દળ છે, જેની સ્થાપના 1965માં થઈ હતી. અત્યારે આ દળમાં 186 બટાલિયનો અને 2,57,025 જવાનો છે (જેમાં 03 એનડીઆરએફ બટાલિયન સામેલ છે). તેમાંથી એક્ઝિક્યુટિવ ગ્રૂપ‘એ’ કેડરે 4065 અધિકારીઓ (4019 જેમાં આઇપીએ ક્વોટા સામેલ છે)ની મંજૂરી આપી છે. તેમાંથી 90 ટકા ટુકડીઓ ભારત-પાકિસ્તાન સરહદે, ભારત-બાંગ્લાદેશ સરહદે (ઉત્તર પૂર્વ સહિત) અને લેફ્ટ વિંગ એક્સ્ટ્રેમિઝમ (એલડબલ્યુઇ) રાજ્યોમાં ગોઠવવામાં આવી છે. સેવાની અંતિમ કેડર સમીક્ષા 1990માં હાથ ધરવામાં આવી હતી.
TR