પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (I) (i) બંધારણ (એકસો ત્રેવીસમા સુધારા ) વિધેયક 2017 અને (ii) પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય કમીશન (રિપીલ) વિધેયક 2017ને સંસદમાં રજૂ કરવાની પૂર્વવર્તી મંજૂરી અને (II) પ્રસ્તાવિત નવા પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય કમીશન દ્વારા વર્તમાન પછાત વર્ગના રાષ્ટ્રીય કમીશન વડે બેઠકો/કર્મચારીઓ અને કાર્યાલય પરિસરને જાળવી રાખવાની મંજૂરી આપી છે.
આ મંજૂરી બંધારણ (એકસો ત્રેવીસમા સુધારા) વિધેયક 2017 નામનો બંધારણીય સુધારાનો પ્રસ્તાવ મૂકવા માટે આપવામાં આવી છે, કે જેમાં;
અ. પછાત વર્ગો માટે રાષ્ટ્રીય કમીશનના નામે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે કલમ 338B હેઠળ એક કમીશનની રચના અને,
બ. નવી વ્યાખ્યા “સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ” અર્થાત એવા પછાત વર્ગો કે જેઓ સંલગ્ન ઉદ્દેશ્ય સાથે કલમ 342A હેઠળ માનવામાં આવ્યા છે તેની સાથે કલમ 366 હેઠળ ક્લોઝ (26C)નો ઉમેરો આ બંધારણમાં કરવો અને
2. નીચેની બાબતો માટે એક વિધેયકનો પ્રસ્તાવ મૂકવો;
અ. પછાત વર્ગના રાષ્ટ્રીય કમીશન કાયદો, 1993 સહિત પછાત વર્ગના રાષ્ટ્રીય કમીશન (રિપીલ) વિધેયક, 2017 નામના વિધેયકનું નિરસન,
બ. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે તારીખથી અમલમાં મૂકીને પછાત વર્ગોના રાષ્ટ્રીય કમીશનનું વિસ્તરણ અને ઉપ વિભાગ (1) ઉક્ત કાયદાનો વિભાગ 3 સ્થગિત કરવામાં આવશે.
3. (અ) કલમ 338B હેઠળ પ્રસ્તાવિત પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય કમીશનમાં વર્તમાન પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય કમીશનના જ્યાં પણ ભરતી કરેલા કર્મચારીઓ હોય તેમની સાથે જ મંજૂર કરાયેલી તેવી 52 બેઠકોનો સમાવેશ. અને;
(બ) કલમ 338B હેઠળ રચવામાં આવનાર પછાત વર્ગોના રાષ્ટ્રીય કમીશન દ્વારા વર્તમાન પછાત વર્ગોના રાષ્ટ્રીય કમીશનના ત્રિકુટ -1, ભીખાઈજી કામા પ્લેસ, નવી દિલ્હી – 110066માં આવેલા કાર્યાલય પરિસરનો સ્વીકાર.
રિપીલના આ પ્રસ્તાવિત વિધેયક બંધારણની કલમ 338B નો ઉમેરો કરીને પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય કમીશનની રચના કરવાના ઉપલક્ષ્યમાં જરૂરી છે.
આ નિર્ણય કલમ 338B હેઠળ પછાત વર્ગોના રાષ્ટ્રીય કમીશનની કાર્યવાહીમાં પ્રભાવક સાતત્યને પણ સક્ષમ બનાવશે.
TR