પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાનના મંત્રાલય અને ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (આઇએસએ) વચ્ચે પોલિમેટાલિક નોડ્યુલ્સના સંશોધન માટેના કરારને વધુ પાંચ વર્ષ (2017-22) માટે લંબાવવા મંજૂરી આપી છે. અગાઉનો કરાર 24મી માર્ચ, 2017માં પૂર્ણ થાય છે.
આ કરારને લંબાવવાની સાથે હિંદ સમુદ્રની મધ્યમાં સ્થિત જળપ્રદેશમાં વચ્ચે ફાળવવામાં આવેલા વિસ્તારમાં પોલિમેટલિક નોડ્યુલ્સના ઉત્ખન્ન માટે વિશિષ્ટ અધિકારો જળવાઈ રહેશે અને રાષ્ટ્રીય અધિકારક્ષેત્રની બહારના વિસ્તારોમાં વાણિજ્યિક અને વ્યૂહાત્મક મૂલ્ય ધરાવતા સંસાધનો માટે નવી તકો ખોલશે. ઉપરાંત તે હિંદ સમુદ્રમાં હાજરી વધારવાની દ્રષ્ટિએ ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ પ્રદાન કરશે, જ્યાં અન્ય આંતરરાષ્ટ્રીય દેશો પણ સક્રિય છે.
પૃષ્ઠભૂમિ:
પોલિમેટલિક નોડ્યુલ્સ (મેંગેનીઝ નોડ્યુલ્સ તરીકે પણ જાણીતા છે) બટાટા આકારના હોય છે, જે મુખ્યત્વે વિશ્વના સમુદ્રોમાં ઊંડે તળિયા પ્રચૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. મેંગેનીઝ અને આયર્ન ઉપરાંત તેમાં નિકલ, કોપર, કોબાલ્ટ, લેડ, મોલીબ્ડેનમ, કેડમિયમ, વેનેડિયમ, ટિટેનિયમ હોય છે, જેમાંથી નિકલ, કોબાલ્ટ અને કોપરને આર્થિક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતે મંત્રીમંડળની મંજૂરી સાથે 25 માર્ચ, 2002ના રોજ ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (આઇએસએ) (દરિયાના કાયદા પર પર સંમેલન હેઠળ સ્થાપિત સંસ્થા છે, જેમાં ભારત એક પક્ષ છે) સાથે હિંદ મહાસાગરના બેઝિનની વચ્ચે પોલિમેટલિક નોડ્યુલ્સ (પીએમએન)ના ઉત્ખન્ન માટે 15 વર્ષનો કરાર કર્યો છે. અત્યારે ભારત 75,000 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે, જે પીએમએનના ઉત્ખન્ન માટે તેના દક્ષિણ છેડાથી 2000 કિમીના અંતરે સ્થિત છે.
કરારની જોગવાઈઓ અંતર્ગત અર્થ સાયન્સ મંત્રાલય સર્વે અને ઉત્ખનન, પર્યાવરણીય અસર આકારણી, વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી (એનઆઇઓ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિનરલ્સ એન્ડ મટિરિઅલ્સ ટેકનોલોજી (આઇએમએમટી), નેશનલ મેટલર્જિકલ લેબોરેટરી (એનએમએલ), નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિકા એન્ડ ઓસન રિસર્ચ (એનસીએઓઆર), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસન ટેકનોલોજી (એનઆઇઓટી) વગેરે મારફતે પોલિમેટલિક નોડ્યુલ્સ પ્રોગ્રામ હેઠળ ટેકનોલોજી વિકાસ (ખનીજ અને ધાતુશાસ્ત્ર) હાથ ધરે છે. ભારત કરારની તમામ જવાબદારીઓ પૂર્ણ કરે છે.
TR