Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમ્યુનિકેશન્સ (ડીઓટી)ના તેમજ અન્ય મંત્રાલયોના ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ફર્મેશન ટેકનોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા ગ્રુપ ‘એ’નાં અધિકારીઓની પ્રતિનિયુક્તિ માટે ટેલીકોમ્યુકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈએલ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમ્યુનિકેશન્સ (ડીઓટી)નાં તેમજ અન્ય મંત્રાલયોનાં ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ફર્મેશન ટેકનોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા ગ્રુપ ‘એ’નાં અધિકારીઓની પ્રતિનિયુક્તિ માટે ટેલીકોમ્યુકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈએલ)ને મંજૂરી આપી. મંજૂરીની વિગતો આ મુજબ છે:

અ) ટેલીકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઇએલ)ને ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી પૃષ્ઠભૂમિ સાથે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)ના ગ્રુપ ‘એ’ અધિકારીઓની પ્રતિનિયુક્તિ મધ્યવર્તી સમયગાળા માટે એટલે કે 01.10.2016થી આ દરખાસ્તની મંજૂરી સુધી (અગાઉ કેબિનેટે 30.09.2016 સુધી મંજૂરી આપી હતી) અને મંજૂરીની તારીખથી વધુ ત્રણ વર્ષના ગાળા માટે ડીપીઈની માર્ગદર્શિકાઓ મુજબ ટેલીકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડમાં બોર્ડ લેવલની પોસ્ટની કુલ સંખ્યાના મહત્તમ 10 ટકા સુધીની સંખ્યાબંધ પોસ્ટ્સ ભરવા માટે તાત્કાલિક સમાવેશના નિયમમાંથી અપવાદ આપીને પરવાનગી આપવામાં આવે છે.

બ) ટેલીકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈએલ)માં બોર્ડ લેવલની પોસ્ટ્સથી નીચેની પોસ્ટ્સ માટે અપવાદનો મુદ્દો ભવિષ્યમાં 28.12.2005ના DPE OM No. 18(6)/2001-GM-GL-77ની દ્રષ્ટિએ ધ્યાન પર લેવા માટે પણ મંજૂરી આપવામાં આવે છે, જેથી આ પ્રકારની દરખાસ્તો કેબિનેટ સમક્ષ લાવવાની જરૂર ન રહે.

પૂર્વભૂમિકા :

ટીસીઆઈએલ  ISO-9001: 2008 અને ISO:2008 તેમજ 14001:2004 સર્ટિફાઈડ, શિડ્યુઅલ-એ, મિનિ રત્ન કેટેગરી-1ની જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની છે. 1978માં ભારત સરકાર દ્વારા સ્થપાયેલી ટીસીઆઈએલ ટેલીકોમ્યુનિકેશન્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ખૂબ મજબૂત પાયો ધરાવતી અગ્રણી ટેલીકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્સી તેમજ એન્જિનિયરીંગ કંપની છે. તેની સ્થાપનાના ઉદ્દેશો આ મુજબ છે :-

  1. ટેલીકોમ્યુનિકેશનનાં તમામ ક્ષેત્રોમાં વૈશ્વિક કક્ષાએ વિશ્વસ્તરની ટેકનોલોજી અને ભારતીય નિપુણતા પૂરી પાડવી
  2. યોગ્ય માર્કેટિંગ સ્ટ્રેટેજી દ્વારા વિદેશી / ભારતીય બજારોમાં પોતાનાં કામકાજ જાળવી રાખવાં, વિસ્તારવાં અને ઉત્કૃષ્ટ બનાવવાં

iii. સતત સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટેકનોલોજી (અદ્યતન ટેકનોલોજી) મેળવતા રહેવું

ટીસીઆઈએલ, ભારત સરકારની 100 ટકા માલિકી ધરાવતું સાહસ છે, જેણે ટેલીકોમ્યુનિકેશન્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે 70 કરતાં પણ વધુ દેશોમાં યોજનાઓ અમલી બનાવી છે. કંપની, ટેલીકોમ્યુનિકેશન્સ, આઈટી અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રોજેક્ટની મૂળ પરિકલ્પનાથી માંડીને અંત સુધીની કન્સલ્ટન્સી અને ચાવીરૂપ અમલીકરણની સેવાઓ આપે છે. 31મી માર્ચ, 2017ના રોજ કંપનીની અધિકૃત મૂડી રૂ.60 કરોડ છે, જ્યારે ભરપાઈ થયેલી મૂડી રૂ. 59.20 કરોડ છે.

ટીસીઆઈએલ 48 દેશોમાં અત્યંત પ્રતિષ્ઠિત પાન-આફ્રિકન ઈ-નેટવર્ક અમલી બનાવી રહી છે, જે આફ્રિકન યુનિયનના સભ્ય દેશોને વર્ષ 2009થી ઓપ્ટિકલ ફાઈબર તેમજ સેટેલાઈટ લિન્ક્સ મારફતે મુખ્યત્વે ટેલી-એજ્યુકેશન, ટેલી-મેડિસીન અને ડબલ્યુઆઈપી કનેક્ટિવિટી પૂરાં પાડે છે. આ નિર્ધારિત સમયાગાળાની યોજના છે, જેમાં જુલાઈ, 2021 સુધી વ્યાપક કામગીરી અને જાળવણી સામેલ છે. વિદેશમાં અન્ય યોજનાઓ ઉપરાંત ટીસીઆઈએલ, ભારતમાં વિવિધ સ્થળોએ આઈટી અને ટેલીકોમ્યુનિકેશન્સ સંબંધિત સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવી રહી છે. કંપની દ્વારા અમલમાં હોય તેવા મુખ્ય પ્રોજેક્ટોમાં સંરક્ષણ વિભાગને એક્સ્ક્લુઝિવ એનએલડી બેકબોન નેટવર્ક માટેની ઉપલબ્ધિ, પૂરવઠો, ટ્રેન્ચિંગ, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને મેઇન્ટેનન્સ તેમજ ભારતીય નૌસેના માટે એનએફએસ નેટવર્ક મુખ્યત્વે સામેલ છે. ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં ઓપીજીડબલ્યુ પ્રોજેક્ટ, ડીઓપી રૂરલ આઈસીટી સોલ્યુશન (આરએચ) પ્રોજેક્ટ, ઓડિશામાં 500 શાળાઓ અને ઉત્તર પ્રદેશમાં 1500 શાળાઓમાં (આઈસીટી) પ્રોજેક્ટ, ભારતના વિવિધ રાજ્યોમાં વેબ બેઝ્ડ સેવાઓ પણ કંપની આપી રહી છે. બીબીએનએલને એનઓએફએન પ્રોજેક્ટ માટે હાર્ડવેર અને સોફ્ટવેર સપ્લાય કરવા વગેરે કાર્યો પણ કંપની કરી રહી છે.

આગામી યોજનાઓ ઉપરાંત હાલમાં વિદેશમાં તેમજ ઘરઆંગણે ચાલુ યોજનાઓનાં અમલ માટે ટીસીઆઈએલને જરૂરિયાત મુજબ સમયસર ટેલીકોમ અને આઈટી બેકગ્રાઉન્ડ ધરાવતા અનુભવી અને નિષ્ણાત વરિષ્ઠ અધિકારીઓની જરૂર છે. નિષ્ણાત લોકોને પોતાની સાથે જોડીને ટીસીઆઈએલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક રહી શકશે, કારણ કે ટૂંકા સમયમાં વ્યાજબી કિંમતે ખુલ્લા બજારમાંથી આ પ્રકારના લોકો મેળવવા ટીસીઆઈએલ માટે મુશ્કેલ છે. ઉપરાંત, જો ટીસીઆઈએલ ખુલ્લા બજારમાંથી આ પ્રકારના લોકો મેળવે છે, તો પ્રતિનિયુક્તિઓની સામે તે કંપનીની કાયમી જવાબદારીઓ બની જશે, કારણે કે તેમની સેવા જે પ્રોજેક્ટ માટે લેવામાં આવી છે, એટલા સમયગાળા પૂરતી જ તેઓ સેવા આપશે.

આ પ્રમાણે, કેબિનેટે ટીસીઆઈએલને ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમ્યુનિકેશન્સ (ડીઓટી) અને અન્ય મંત્રાલયોના ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ફર્મેશન ટેકનોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા ગ્રુપ ‘એ’ અધિકારીઓની પ્રતિનિયુક્તિઓ પરની જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી. આ મંજૂરી મધ્યવર્તી સમયગાળા એટલે કે 01.10.2016થી આ દરખાસ્તની મંજૂરી (અગાઉ કેબિનેટે આપેલી મંજૂરી 30.09.2016 સુધી માન્ય હતી) અને મંજૂરીની તારીખથી વધુ ત્રણ વર્ષ માટે ડીપીઈની માર્ગદર્શિકાઓ મુજબ ટીસીઆઈએએલમાં બોર્ડ લેવલની પોસ્ટ્સથી નીચે કુલ સંખ્યાના મહત્તમ 10 ટકા સુધીની ભરતી માટે અપાય છે. કેબિનેટે ભવિષ્યમાં ટેલીકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈએલ)માં બોર્ડ લેવલથી નીચેની જગ્યાઓ માટે ભરતીની જરૂર પડે તો ફરી કેબિનેટ સમક્ષ ન આવવું પડે એ માટે તારીખ 28.12.2005ના રોજના DPE OM No. 18(6)72001-GM-GL-77ને ધ્યાનમાં રાખીને અપવાદનો મુદ્દો ધ્યાન પર લેવા જણાવ્યું છે.

 

NP/J.Khunt/RP