પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની અનીસાબાદમાં આવેલી 11.35 એકર જમીનના બદલામાં તેટલી જ જમીન એએઆઈને બદલી આપવાની મંજૂરી આપી દીધી છે. પટના એરપોર્ટ પર આવેલી પ્રસ્તાવિત જમીનનો ઉપયોગ એરપોર્ટના વિસ્તરણ અને અન્ય સંલગ્ન બાંધકામ સહીત નવી ટર્મિનલ ઈમારતના નિર્માણ માટે કરવામાં આવશે. જમીનની આ હેરફેર માટે રાજ્ય સરકારે પણ પોતાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
નવી ટર્મિનલ ઈમારતની ક્ષમતા વાર્ષિક ૩ મિલિયન મુસાફરોની હશે કે જે માત્ર એરપોર્ટની ક્ષમતા જ નહીં વધારે પરંતુ સામાન્ય નાગરિકોની સુવિધામાં પણ વૃદ્ધિ કરશે.
પશ્ચાદભૂમિકા:
પટના એરપોર્ટમાં આવેલી વર્તમાન ઈમારતનું વાર્ષિક 0.5 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું જેની સામે આશરે 1.5 મિલિયન મુસાફરો પ્રતિ વર્ષ તેનો ઉપયોગ હાલ કરી રહ્યા છે. તેના કારણે ટર્મિનલમાં સખત ભીડ જામેલી રહે છે.
AP/J.Khunt/GP