Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રી શ્રી અનંતકુમારના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી અનંતકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મારા એક મૂલ્યવાન સાથી અને મિત્ર શ્રી અનંતકુમારજીના નિધનથી અત્યંત દુઃખી છુ. તેઓ એક અસાધારણ નેતા હતા, તેમણે ઘણી નાની ઉંમરે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો અને ખૂબ જ પરિશ્રમ તથા સહાનુભૂતિ સાથે સમાજની સેવા કરી હતી. તેઓ તેમના સારા કાર્યો માટે હંમેશા યાદ રહેશે.

શ્રી અનંતકુમારજીના નિધન પર મેં એમના પત્ની ડૉ. તેજસ્વીનીજી સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો હતો. દુઃખની આ ઘડીએ એમના પરિવાર, મિત્રો અને સહયોગીઓ સાથે મારી સંવેદના વ્યક્ત કરુ છું”

NP/J.Khunt/RP