પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિશેષ સ્ટીલ (સ્પેશિયાલ્ટી સ્ટીલ)ના ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ગાળો વર્ષ 2023-24થી વર્ષ 2027-28 સુધી પાંચ વર્ષનો હશે. રૂ. 6322 કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે આ યોજનાને આશરે રૂ. 40,000 કરોડનું રોકાણ થવાની અને સ્પેશિયાલ્ટી સ્ટીલની ઉત્પાદનક્ષમતા 25 મિલિયન ટન વધવાની અપેક્ષા છે. આ યોજનાથી આશરે 5,25,000 લોકોને રોજગારી મળશે, જેમાં 68,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે.
સ્પેશિયાલ્ટી સ્ટીલને લક્ષિત સેગમેન્ટ સ્વરૂપે પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે વર્ષ 2020-21માં 102 મિલિયન ટન સ્ટીલના ઉત્પાદનમાંથી દેશમાં મૂલ્ય સંવર્ધિત સ્ટીલ/ સ્પેશિયાલ્ટી સ્ટીલના ફક્ત 18 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું. આ ઉપરાંત એ જ વર્ષે 6.7 મિલિયન ટન આયાતમાંથી લગભગ 4 મિલિયન ટનની આયાત સ્પેશિયાલ્ટી સ્ટીલની થઈ હતી, જેના પરિણામે આશરે રૂ. 30,000 કરોડ રૂપિયાની વિદેશી મુદ્રાનો ખર્ચ થયો હતો. સ્પેશિયાલ્ટી સ્ટીલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીને ભારત સ્ટીલની મૂલ્ય સાંકળમાં એનો હિસ્સો વધારશે તથા કોરિયા અને જાપાન જેવા સ્ટીલના ટોચના ઉત્પાદક દેશોની હરોળમાં આવશે.
વર્ષ 2026-27ના અંત સુધીમાં સ્પેશિયાલ્ટી સ્ટીલનું ઉત્પાદન 42 મિલિયન ટન થઈ જશે એવી આશા છે. એનાથી એ સુનિશ્ચિત થશે કે લગભગ રૂ. 2.5 લાખ કરોડના મૂલ્યનાં સ્પેશિયાલ્ટી સ્ટીલનું ઉત્પાદન અને એનો વપરાશમાં ભારતમાં થશે, જેની અન્યથા આયાત થાય છે. એ જ રીતે સ્પેશિયાલ્ટી સ્ટીલની નિકાસ હાલ 1.7 મિલિયન ટન છે, જે વધીને 5.5 મિલિયન ટન થઈ જશે, જેમાંથી રૂ. 33,000 કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થશે.
આ યોજનાનો લાભ મોટા ભાગીદારો એટલે કે ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ અને નાના ભાગીદારો (સેકન્ડરી સ્ટીલ કંપનીઓ)ને મળશે.
સ્પેશિયાલ્ટી સ્ટીલ મૂલ્ય સંવર્ધિત સ્ટીલ છે, જેમાં સામાન્ય રીતે બનતા સ્ટીલને મૂલ્ય સંવર્ધિત સ્ટીલમાં પરિવર્તિત કરવા માટે એના પર કોટિંગ, પ્લેટિંગ, હીટ ટ્રીટમેન્ટ જેવી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રકારના સ્ટીલનો ઉપયોગ ઓટોમોબાઇલ ક્ષેત્ર, સ્પેશ્યલ કેપિટલ ગુડ્સ વગેરે ઉપરાંત સંરક્ષણ, અંતરિક્ષ, ઊર્જા જેવા વિવિધ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં થાય છે.
પીએલઆઈ યોજનામાં પસંદ કરવામાં આવેલી સ્પેશિયાલ્ટી સ્ટીલની પાંચ કેટેગરીઓ નીચે મુજબ છેઃ
આ યોજના પૂરી થતા આ ઉત્પાદન કેટેગરીઓમાંથી ભારતમાં એપીઆઈ ગ્રેડ પાઇપ, હેડ હાર્ડન રેલ, ઇલેક્ટ્રિકલ સ્ટીલ (ટ્રાન્સફોર્મર અને વિદ્યુત ઉપકરણોમાં આવશ્યક) જેવા ઉત્પાદનોનું નિર્માણ શરૂ થશે એવી અપેક્ષા છે, જેનું અત્યારે બહુ મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન થાય છે અથવા બિલકુલ ઉત્પાદન થતું નથી.
પીએલઆઈ પ્રોત્સાહન યોજનાના ત્રણ સ્લેબ છે – સૌથી નીચેનો સ્લેબ છે – 4 ટકા અને સૌથી ઊંચો સ્લેબ છે – 12 ટકા, જેની જોગવાઈ ઇલેક્ટ્રિકલ સ્ટીલ (સીઆરજીઓ) માટે કરવામાં આવી છે. સ્પેશિયાલ્ટી સ્ટીલ માટે પીએલઆઈ યોજનાથી એ સુનિશ્ચિત થશે કે ઉપયોગ થયેલા મૂળ સ્ટીલને દેશની અંદર પીગળાવવામાં અને ઢાળવામાં આવ્યું છે. એનો અર્થ છે – સ્પેશિયાલ્ટી સ્ટીલનું ઉત્પાદન કરવા માટે ઉપયોગ થતા કાચા માલ (તૈયાર સ્ટીલ)ને ભારતમાં જ બનાવવામાં આવશે. આ રીતે સુનિશ્ચિત થશે કે આ યોજનાથી દેશની અંદર સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com