પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ થયેલી પ્રગતિની માહિતી આપવામાં આવી હતી જેમાં MMR, IMR, U5MR અને TFRમાં ઝડપી ઘટાડા સહિતની પ્રગતિ વિશે માહિતી સમાવી લેવામાં આવી હતી. આ માહિતીમાં ટીબી, મેલેરિયા, કાલા-અઝર, ડેંગ્યૂ, ટ્યુબરક્યુલોસિસ (ક્ષય રોગ), રક્તપિત્ત, વાયરલ હેપેટાઇટિસ વગેરે જેવા વિવિધ રોગોના કાર્યક્રમોના સંદર્ભમાં થયેલી પ્રગતિની પણ નોંધ લેવામાં આવી હતી.
સામેલ ખર્ચઃ રૂ. 27,989.00 કરોડ (કેન્દ્રનો હિસ્સો)
લાભાર્થીઓની સંખ્યા:
NHMનો અમલ સાર્વત્રિક લાભ માટે લાગુ કરવામાં આવ્યો છે – એટલે કે સમગ્ર વસ્તી સમુદાય; તે અંતર્ગત જાહેર આરોગ્ય સંભાળ સુવિધાઓની મુલાકાત લેનારી દરેક વ્યક્તિને સેવાઓ આપવામાં આવે છે જેમાં સમાજના નબળા વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
મુદ્દાસર વિગતો:
મંત્રીમંડળે ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ્સ પ્રિપેર્ડનેસ પેકેજ (ECRP)ના તબક્કા-1 માટે અમલીકરણ એજન્સી તરીકે NHMની ભૂમિકાની નોંધ લીધી હતી. કોવિડ-19ના વહેલા નિવારણ, શોધ અને વ્યવસ્થાપન માટે તાત્કાલિક પ્રતિભાવ માટે આરોગ્ય પ્રણાલીની સજ્જતાને વેગ આપવા માટે તે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ECRP-I એ 100% કેન્દ્ર સરકારની સહાય સાથેનો હસ્તક્ષેપ છે અને 31.03.2021 સુધીના સમયગાળા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 8,147.28 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
આ પેકેજમાં સમાવી લીધેલા હસ્તક્ષેપોને રાષ્ટ્રીય આરોગ્ય મિશન માળખાનો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવ્યા હતા, જે આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા માટે ઉપલબ્ધ સંસાધનોને પૂરક બનાવે છે. આ પેકેજનો ઉદ્દેશ્ય કોવિડ-19 ના ફેલાવાને ધીમો પાડવાનો અને ભવિષ્ય માટે નિવારણ અને સજ્જતા માટે રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય પ્રણાલીને સહકાર આપવાનો અને તેમને મજબૂત બનાવવાનો હતો.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકો:
અમલીકરણની વ્યૂહરચના:
રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની અમલીકરણની વ્યૂહરચના એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને નાણાકીય અને ટેકનિકલ સહકાર પૂરો પાડવાની છે, જેથી તેઓ ખાસ કરીને જિલ્લા હોસ્પિટલો (DH) સુધી સુલભ, પરવડે તેવી, જવાબદારીપૂર્ણ અને અસરકારક આરોગ્ય સંભાળ પ્રદાન કરવા માટે સમર્થ બની શકે જેમાં ખાસ કરીને ખાસ કરીને જનસમુદાયના ગરીબ અને સંવેદનશીલ વર્ગોને આવરી શકાય. તેણે ગ્રામીણ વિસ્તારોમાં સુધારેલી આરોગ્ય માળખાકીય સુવિધાઓ, માનવ સંસાધનમાં વૃદ્ધિ અને સુધારેલ સેવા વિતરણ દ્વારા ગ્રામીણ આરોગ્ય સંભાળ સેવાઓમાં રહેલો અંતરાય દૂર કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને જરૂરિયાત આધારિત હસ્તક્ષેપોની સુવિધા માટે, આંતરિક અને આંતર-ક્ષેત્રીય સુધારણા માટે જિલ્લા સ્તરે કાર્યક્રમના વિકેન્દ્રીકરણની અને સંસાધનોનો સંકલન અને અસરકારક ઉપયોગની કલ્પના કરી છે.
2025 સુધીમાં પ્રાપ્ત કરવાના NHM હેઠળના લક્ષ્યાંકો:
રોજગાર સર્જનની સંભવાનાઓ સહિતની મુખ્ય અસર:
યોજનાની વિગતો અને પ્રગતિ:
2020-21 દરમિયાન NHM હેઠળ થયેલી પ્રગતિ નીચે મુજબ છે:
પૃષ્ઠભૂમિ:
રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન 2005 માં ગ્રામીણ વસ્તીને, જેમાં ખાસ કરીને સંવેદનશીલ સમૂહોને, જિલ્લા હોસ્પિટલો (DH) સ્તર સુધી સુલભ, પરવડે તેવી અને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે જાહેર આરોગ્ય પ્રણાલીઓના નિર્માણના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું. 2012માં, રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન (NUHM) ની કલ્પના કરવામાં આવી હતી અને NRHM ને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) તરીકે ફરી નામ આપવામાં આવ્યું હતું જેમાં NRHM અને NUHM એમ બે પેટા મિશનો રાખવામાં આવ્યા હતા.
મંત્રીમંડળ દ્વારા 21મી માર્ચ 2018ના રોજ મળેલી તેની બેઠકમાં 1 એપ્રિલ 2017 થી 31 માર્ચ 2020 સુધી રાષ્ટ્રીય આરોગ્ય મિશન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
નાણા મંત્રાલય, ખર્ચ વિભાગે 10 જાન્યુઆરી 2020ના તેના ઓફિસ મેમોરેન્ડમ નંબર 42(02/PF-II.2014) દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને 31મી માર્ચ 2021 સુધી અથવા 15મા નાણાં પંચની ભલામણો અમલમાં આવે તે તારીખ (બંનેમાં જે વહેલું હોય તે)સુધીના સમયગાળા માટે વચગાળાનું વિસ્તરણ પણ આપ્યું છે.
નાણા મંત્રાલય, ખર્ચ વિભાગે તેના OM નંબર 01(01)/PFC-I/2022 કે જે તારીખ 01મી ફેબ્રુઆરી, 2022નો છે તેના દ્વારા 01.04.2021 થી 31.03.2026 સુધી અથવા વધુ સમીક્ષા સુધી (જે વહેલું હોય તે) રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે, જે ખર્ચ ફાઇનાન્સ સમિતિ (EFC)ની ભલામણો અને નાણાકીય મર્યાદાઓ વગેરેને આધીન છે.
NHM ફ્રેમવર્ક માટે મંત્રીમંડળ દ્વારા આપવામાં આવેલી મંજૂરી વધુમાં જણાવે છે કે, આ સોંપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ નાણાકીય ધોરણોમાં વિચલન, ચાલુ યોજનાઓમાં ફેરફાર અને નવી યોજનાઓની વિગતો વાર્ષિક ધોરણે મંત્રીમંડળ સમક્ષ માહિતી સમક્ષ મૂકવામાં આવે તે સહિત N(R)HM સંબંધિત પ્રગતિ અહેવાલની શરતને આધીન રહેશે.
YP/GP/JD